નખની સુંદરતામાં વધારો કરવા આ રીતે કરો લસણનો ઉપયોગ

ચેહરાની સાથે જ હાથની સુંદરતા પણ ખૂબ માન્ય રાખે છે. છોકરીઓ તો હાથને સુંદર દેખાડવા માટે પણ ખૂબ સંભાળ કરે છે.

image source

જેમાં મેનિક્યોર થી લઈને વેક્સિંગ અને રંગબેરંગી નેલપેંટ સામેલ છે. જો કે કેટલીક વાર જોવા મળ્યું છે કે કેટલીક છોકરીઓ પોતાના નબળા નખથી પરેશાન રહે છે.

તેમના નખ જલ્દી વધતાં નથી અને જો વધી પણ જાય તો જલ્દી જ તૂટી જાય છે. જો આ સમસ્યાથી છુટકારો મેળવવો છે તો લસણનો ઉપયોગ કરો. લસણ નબળા, તૂટતાં અને બેજાન નખોમાં નવી જાન નાખી દે છે.

તો ચાલો જાણીએ કેવીરીતે કરી શકો છો ઉપયોગ.

image source

લસણમાં એંટીસેપ્ટિક ગુણ હોય છે જેનાથી જો નખની નબળાઈના કારણે ફંગસ કે બેક્ટેરિયા થાય છે તો લસણથી આ સમસ્યા દૂર થઈ જાય છે. આમ તો લસણને ઘણા પ્રકારથી ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અમે આપને કેટલાક સરળ ઉપાયો જણાવા જઈ રહ્યા છીએ.:

લસણનું પાણી:

image source

બે-ચાર કળી લસણને છોલીને તેને એક વાટકીમાં ૧૫ મિનિટ માટે પલાળી દો. હવે લસણને કાઢીને આ પાણીમાં પોતાના ચોખ્ખા હાથને દસ મિનિટ સુધી ડૂબાડી રાખો. પછી સાદા પાણીથી હાથને ધોઈ લો.

લસણની પેસ્ટ બનાવીને કરો ઉપયોગ:

image source

લસણની ચાર કળીઓને લઈને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને કોઈપણ નેલપોલિશની ખાલી બોટલમાં નેલપોલિશની સાથે ભરીને રાખી લો. શીશીને સારી રીતે હલાવીને આ પેસ્ટને નખ પર લગાવો. આ પેસ્ટને એક થી બે કલાક સુધી નખ પર રહેવા દો. ત્યારપછી હાથને ગરમ પાણીથી ધોઈને નેલપોલિશને નખ પરથી હટાવી લો.

લસણ અને ઓલિવ ઓઇલ:

image source

લસણની બે-ચાર કલીઓને પીસીને ઓલિવ ઓઇલમાં ભેળવીને નખ પર લગાવો. આ મિશ્રણને એક કલાક પછી સારી રીતે નખ પરથી હટાવી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ