જો તમે તમારા રસોડામાં ચેન્જ લાવવા ઈચ્છતા હોવ તો બનાવો આ વાનગી

ગાર્લિક કેરટ મેગી સેન્ડવીચ અપ્પમ

 

સામગ્રી:

૧ વાટકી રવો,
૧/૨ વાટકી છાસ,
૧-૨ વાટકી પાણી,
૧ ચમચો શીંગદાણા,
૧ ચમચો ઝીણા સમારેલ ટમેટા,
૧ ચમચી લાલ મરચું,
૧/૨ વાટકી ગાજરનું છીણ (૧ ગાજર),
૧ ચમચી લસણ અને લાલ મરચા પાઉડરની પેસ્ટ,
મેગી,
મીઠું,

રીત:

– સૌ પ્રથમ રવાને છાસ અને પાણીમાં ૨-૩ કલાક માટે પલાળી દેવો.
– શીંગ દાણા, ગાજરનું છીણ, લસણ લાલ મરચાની પેસ્ટ, મીઠું, ટમેટા, લાલ મરચાની ભૂક્કી – પલાળેલા રવામાં લઇ બરાબર મિક્ષ કરી લેવું, જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું.
અપ્પમ પાત્ર તેલ વડે ગ્રીસ કરી લેવું.
– હવે તેમાં ખીરું થોડું રેડી પછી તેમાં મેગી મૂકી ઉપરથી પાછુ ખીરું રેડવું.
– થોડીવાર પછી પલટાવી ચડવા દેવાનું.
– તો તૈયાર છે ગાર્લિક કેરટ મેગી સેન્ડવીચ અપ્પમ.
– નાળીયેરની ચટણી જોડે સર્વ કરશું.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી