ગરીબો માટે 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત, પૈસા સીધા જશે ખાતામાં

નાણા મંત્રીની મહત્ત્વની જાહેરાત – ગરીબોને 1.70 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ

કોરોના વયારસથી પ્રભાવિતઅર્થવ્યવસ્થા અને ગરીબોની મદદ માટે કેન્દ્ર સરકારે 1.70 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. નાણા પ્રધાન નિર્મસા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે આજે એટલે કે ગુરુવારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આ પેકેજની જાહેરાત કરી છે. ડાયરેક્ટ કેશ ટ્રાંસફર થશે એટલે કે જરૂરિયાત મંદોના ખાતામાં સીધા જ રૂપિયા જમા કરાવવામાં આવશે અને ખાદ્ય સુરક્ષા દ્વારા ગરીબોની મદદ કરવામા આવતશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે હાલ લૉક ડાઉનના માત્ર 36 કલાક જ થયા છે, સરકાર અસરગ્રસ્તો તેમજ ગરીબોને મદદ કરવા માટે કામ કરી રહી છે. અમે 1.70 લાખ કરોડ રૂપિયાનું પેકેજ લાવયા છે, જે એવા ગરીબોનું ધ્યાન રાખશે જેમને તરત જ મદદની જરૂર છે. નાણા મંત્રીએ એ પણ ઝણાવ્યું કે સ્વાસ્થ્યચ ક્ષેત્રમાં કામ કરી રહેલા કોરોના વાયરસથી લોકોને બચાવી રહેલા ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફને પણ 50 લાખ રૂપિયાનું ઇન્શ્યોરંસ કવર આપવામા આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

image source

નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કેપ્રધાનમંત્રી ગરીબ અન યોજના હેઠળ કોઈ ગરીબને ભૂખ્યો નહી રહેવા દેવામાં આવે. હાલ 80 કરોડ લાભાર્થિઓને દર મહીને 5 કીલો ઘઉં અથવા તો ચોખા દરેક વ્યક્તિએ મફથ આપવામાં આવે છે. આવતા ત્રણ મહીના સુધી તેમને વધારાના 5 કીલો પ્રતિ વ્યક્તિ ઘઉં અથવા ચોખા આપવામા આવશે. દરેક પરિવારે એક કીલો દાળ પણ આપવામાંઆવશે. દાળ ક્ષેત્ર પ્રમાણે લોકોની પસંદ પ્રમાણે આપવામાં આવશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના

નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે આ યોજના હેઠળ ખેડૂતો, મનરેગા, ગરીબ વિદવા, ગરીબ પેંશનધારીઓ અને દિવ્યાંકગો તેમજ જનધન અકાઉન્ટ ધારક મહિલાઓ, ઉજ્જવલા યોજનાની લાભારર્થિ મહિલાઓ, તેમજ સ્વંસેવા સમૂહોની મહિલાઓ અને સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ, કંસ્ટ્રક્શન સાથે જોડાયેલા મજૂરોને પણ મદદ મળશે.

ખેડૂતોને એપ્રિલમાં પ્રથમ હપ્તો આપવા આવશે

નાણા મંત્રીએ આ જાહેરાતમાં જણાવ્યું હતું કે ખેડૂતોને પ્રતિવર્ષ 6 હજાર રૂપિયા પીએમ કિસાન સમ્માન નિધિ હેટળ મળે છે, અમે તેનો પહેલો હપ્તો એપ્રિલ પહેલાં જ ખેડૂતોને આપી દઈશું. જેના કારણે 8.69 કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે.

મનરેગાની મજૂરી પણ વધારવામાં આવી છે

નાણા મંત્રી નિર્મલા સીતારમણેએ એવી પણ જાહેરાત કરી છે કે જે લોકો ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા હેઠળ મજૂરી કરી રહ્યા છે, તેમનું દૈનિકે વેતન જે 182 રૂપિયા છે તે વધારીને 202 કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી દરેક મજૂરને લગભગ 2 હજાર રૂપિયાની વધારાની કમાણી થશે. તેનો લાભ 5 કરોડ મજૂરોને થશે.

ગરીબ, વિધવા અને દિવ્યાંગોને એક-એક હજાર

નાણા મંત્રીએ જણાવ્યું કે ગરીબ વૃદ્ધો, ગરીબ વિધવા અને ગરીબ દિવ્યાંગોને બે હપ્તામાં વધારાના એક હજાર રૂપિયા આવનારા ત્રણ મહિનામાં આપવામાં આવશે. તેનાતી 3 કરોડ વૃદ્ધો, વિધવા મહિલાઓ અને દિવ્યાંગોને લાભ થશે. જે ડીબીટી દ્વારા કેટલાએ ખાતાઓમાં જમા થશે.

ત્રણ મહિના સુધી મફત ગેસ સિલિંડર

નાણા મંત્રીએ ઝણાવ્યું કે ઉજ્જ્વલા યેજના હેઠળ ગરીબ મહિલાઓને ગેસ સિલિંડર આપવામાં આવ્યા છે. 8 કરોડ મહિલાઓને તેનાથી લાભ થયો છે. આ આકરા સમયમાં તેમના માટે ત્રણ મહિના સુધી મફત સિલિંડર આપવામાં આવશે. તેનાથી 8.3 કરોડ બીપીએલ પરિવારોને લાભ મળશે.

જનધન ખાતાધારક મહિલાઓને પંદરસો રૂપિયા

નાણા મંત્રીએ જણાવ્યું છે કે 20 કરોડ જનધન ખાતાધારક મહિલાઓને 500 રૂપિયા પ્રતિ માસ આવતા ત્રણ મહા સુધી આપવામાં આવશે. આ મદદનો લાભ 20 કરોડ મહિલાઓને મળશે. ત્રણ મહિનામાં તેમને વધારાના 1500 રૂપિયાનો લાભ થશે.

મહિલાઓને મળશે ગેરેન્ટી વગર 20 લાખ રૂપિયા સુધીની લોન

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ