ગરીબનો પ્રેમ – કાશ પ્રેમનો ઈઝહાર ૨૦ વર્ષ પહેલા કરી દિધો હોત તો આજે પરિસ્થિતિ આવી ના હોત…

સંજય અને સીમા સાતમા ધોરણ થી સાથે. એ વખતે એક બાજુ છોકરાં વૉ અને એક બાજુ છોકરી ઓ ને બેસાડતા સંજય કાગળ નું વિમાન બનાવે અને સીમા પર ટીચર ની નજર ના હોય ત્યારે ફેંકે અને ચાલુ કલાસ માં સીમા એની સામે ઈશારો કરે આવું ના કર પણ સંજયને મજા આવે અને કલાસ પૂરો થાય એટલે સીમા એજ વિમાન જોરથી સંજય ને પાછું મારે અને આખા ક્લાસમાં બધા ને ખબર કે સંજય સીમા ને બવ હેરાન કરે પણ આ મજાક મસ્તી બધાને ગમતી અને સમય જેમ આગળ ગયો તેમ સીમા ભણવામાં હોશિયાર હોઈ ક્લાસ માં પહેલો નંબર લાવતી અને સંજય પાસ ક્લાસ પાસ થતો પણ બંને ની દોસ્તી પાકી અને એક દિવસ સીમા કહે સંજય????તું ભણવામાં ધ્યાન આપ???હવે આપડે 10 માં આવ્યા આ બોર્ડ ની
પરીક્ષા કહેવામાં આવે તું મજાક માં ના લેતો!!!!! અને સંજય હા કહે અને માથું ધુણાવે પણ અલ્લડ મસ્તી ખોર કોઈ બાબત માં જરાય સિરિયસ નહીં…


સીમા ધીર ગંભીર અને સીન્સયર છોકરી એટલે 10 માં સારા માર્ક પાસ થઇ અને સંજય એવરેજ માર્કે પાસ અને સીમા 11 સાઇન્સ અને સંજય 11 કોમર્સ માં બંને એકજ સ્કૂલમાં એટલે રોજ મળતા અને એજ સ્કૂલમાં ધીંગા મસ્તી કરતા અને પછી 12 માં આવ્યા એટલે સીમા ભણવામાં લાગી ગઈ અને પોતાના કરિયર વિષે વિચારવા લાગી અને સંજય ને પૂછે સંજય હવે તું શું કરવાનો?????

હું જોવ છુ હજિ કઈ વિચાર્યુ નથી અને અને 12 ના રિઝલ્ટ વખતે બંને મળ્યા અને સીમા હોમ સાઈન્સ કરવા ગઈ અને સંજય કોમર્સ માં કૉલેઝ માં અને વર્ષો પછી એટલે 20 વર્ષ પછી અચાનક એક દિવસ સીમા પોસ્ટ ઓફિસ માં જાય છે કોઈક કામ માટે અને ત્યાંજ ત્યાંના ઓફિસ બોય સીમા ને કહે ઓ બેન ..સીમા કહે મને કહે છે હા તમને…


મારા સાહેબ તમને કેબીન માં બોલાવે છે સીમા કહે મને!!! કેમ હું તમાંરા સાહેબ ને નથી ઓળખતી ????તેમને મારુ શું કામ કામ છે??? મને કેમ બોલવે????

બેન એ નહી ખબર પણ તમને બોલવે છે???? અને સીમા મનમાં વિચારે કેવો માણસ છે હું એને ઓળખતી નથી હું પહેલીવાર આવી છું અને મને કેમ બોલવે છે એ પટાવડાને કહે છે તમાંરા સાહેબ ને કો મારુ કામ હોય તો બહાર આવે?????અને ત્યાંજ સીમા કહી કોઈક જાણીતો અવાજ આવે છે અને કેબીન માંથી સંજય બહાર આવે છે????લો સરકાર તમરો હુકમ અમે બહાર આવી ગયા…અને સીમા એકદમ આસ્ચર્ય પામે છે તું અહી સંજય!

અને સંજય તેને પોતાની ઓફીસ માં અંદર લઇ જઈ બધાની ઓળખ કરાવી કહે છે આ છે મારી ખુબજ સારી સ્કૂલ મિત્ર અમે સાથ ભણતા મસ્તી કરતા અને હું એને ખુબ હેરાન કરતો હતો અને આજે આટલા વર્ષે મળ્યા છે.અને બધા સીમાને હેલો કરે છે અને સંજય એની કેબિન માં લઇ જઈ કહે છે હું આ પોસ્ટ ઓફિસ નો હેડ છું અને મેં તને દૂરથી જોઇ એટલેજ પ્યૂન ને કહ્યું તને બોલાવનું બોલ તું શું લઈશ ચા કોફી!!!અરે આઈસ્ક્રીમ માંગવું ના મારે કઈ નથી જોઈતું તું બેસ આપણે વાતો કરીએ તું અહી કેવી રીતે અને એજ મસ્તી ભર્યા અંદાજ માં કહે જેમ તું અચાનક મળી તેમ નોકરી પણ મળી કોલેજ પુરી કરી અને ઘરની પરિસ્થિતિ સારી નહી એટલે બધી જોબ માટે ની એક્ઝામ આપતો તેમાં પોસ્ટની એક્ઝામ માં પાસ થયો અને આજે 20 વર્ષે હેડ માસ્તર થયો ..


પણ હું તને કયારેય નથી ભુલ્યો હું તને ત્યારથીજ પ્રેમ કરતો હતો જ્યારથી હું સાતમા ધોરણમાં તારી શાથે હતો હું એવું વિચારતો કે મારા જીવનમાં સીમા નું સ્થાન બીજું કોઈના લઇ શકે અને હું જેમ બને તેમ સ્કૂલમાં વધારે આવતો ફક્ત તારા લીધે અને હું જયારે તને મળું તારી શાથે વાત કરું ત્યારે એવું લાગે મારા જેવું નસીબ દાર કોઈ નથી આટલી સુંદર દેખાવડીઅને હોંશિયાર છોકરી ને હું પ્રેમ કરું છુ !!!!

તો પછી પાગલ તે મને કોઈ દિવસ પ્રપોઝ કેમ ના કર્યું?????? તારે મને કેવું તો હતું???કે તું મને પ્રેમ કરે છે ક્યારેક તો મારા ઘરે આવવું હતું પાગલ!!!!હું આપણી દોસ્તીને પ્રેમમાં બદલતી જોઈ કેટલી ખુશ થાત મને પુછવુતો હતું??


ના હિમ્મત થઇ કેમ કહું તને !!!તું પૈસા દાર ની દીકરી ને હું ગરીબ ઝુંપડા માં મારુ ઘર હું તને ત્યાં શું શુખ આપી શકું અને મારી ગારીબાઈ એ મારા પ્રેમ નો એકરાર કરવાની નાપડી દીધી અને હું મનોમન તને ચાહતો રહ્યો પણ તને ક્યારેય ના કીધું કારણ ગરીબ ને તો પ્રેમ કરવાનો પણ અધિકાર નથી!!!!અને મેં મારી પરિસ્થિતિ પ્રમાણે અમારીજ કાષ્ટ માં છોકરી જોઈ લગ્ન કરી અને આજે પરિસ્થિતિ નો સામનો કરતા કરતા આટલે પહોચ્યો છું તારા લેવલમાં તો નથી પણ તારી સાથે ઉભો રહી શકું એટલું તો એચિવ કર્યું છે મેં અને ત્યાંજ સીમા ની આંખોમાંથી આશું આવી જાય છે અને મનમાં વિચારે છે શું ગરીબ પ્રેમ નો એકરાર ના કરી શકે અને સીમા આંખના આશુને કોઈને ખબર ના પડે તેમ લૂછી ને સંજય સામું જોઈ એક સ્મિત આપે છે..


સંજય જાણે આજે બધુજ કહી પોતાનો ભાર હળવો થઇ ગયો હોય તેમ ફ્રેશ થઇ જાય છે.અને સીમાને કહે છે બોલ હવે તું શું કરે છે???તું તો કોઈ અમીર ને ત્યાંજ હોઈશ એટલે તારેતો જલસા ??? અને સીમા કહે છે હા હું ખુશ છું જોબ કરું છું મારા હસબંડ પણ ખૂબજ સારા છે એક દીકરો દીકરી છે એ લોકો હવે ભણી રહ્યા છે અને હું મારા ફેમીલી થી ખુસ છું .

અને આજે તને મળી ખુબજ આંનદ થયો સંજય એક વાત કહું ભલે આપણે જીવન માં એક ના થઇ શક્યા પણ પેહલા જેવા સારા મિત્રો બની ને તો રહી શકીએ???આજે તારું ફેમેલી છે મારુ પણ ફેમિલી છે તો શું આપણે સારા ફેમિલી ફ્રેન્ડ તો બનિજ શકીએ ને???તું મારા ઘરે આવજે હું મારા બાળકોને તારી ઓળખ આપીને કહીશ કે જો અંમારે પણ સ્કૂલના મિત્રો હોય છે.!!!!! અને સીમા ઘરે જવા તૈયાર થાય અને સંજય તેને બહાર સુંઘી મુકવા જાય છે અને બાંય ફરી મળીશું કહી છુટા પડે છે અને સંજય પોતાની કેબીન માં જાય છે ત્યારે તેના ચેહરા પર ના ભાવ ખુશી બધુજ ઓફિસ ના સ્ટાફ નોટિસ કરે છે અને બઘા અંદર અંદર વાતો કરે છે સાહેબ આજે ખુશ છે…

અને સંજય પોતાની કેબીન માં જઇ આંખ બંધ કરી મનમાં વિચારે છે ભલે તને પામી ના શક્યો પણ આટલા વર્ષ તને જોઈ જે આંનદ થયો અને તું ખુસ્ છે એ જાણી વધારે આંનદ થયો !!!!ભગવાન તારું જીવન આમજ ખુશી ઓ થી ભરેલુ રાખે તેવી શુભેચ્છાઓ એક ગરીબ પ્રેમી બીજું આપી પણ શું શકે ?????

ગરીબની શુભેચ્છા એજ ગરીબ નો પ્રેમ……

લેખક : નયના નરેશ પટેલ.

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં આપો, દરરોજ અલગ અલગ વિષયની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ