ગરદનમાં થતી પીડાને અવગણશો નહીં, તેના ગંભીર પરિણામો આવી શકે છે…

શું તમને ગરદન અને કરોડરજ્જુ વચ્ચે સતત દુખાવો રહે છે? તો આજેજ ચેતી જાવ… ગરદનમાં થતી પીડાને અવગણશો નહીં, તેના ગંભીર પરિણામો આવી શકે છે…

image source

આજની જીવનશૈલી એવી બની ગઈ છે કે કમ્પ્યુટર પર બેસીને સતત કામ કરતા, વાચન કે લેખન કરનાર વ્યક્તિઓ, પરિક્ષાર્થીઓ અને બેન્ક કે અન્ય ઓફિસ ડેસ્ક ટોપ પર કમ કરનાર વ્યક્તિઓને નીચું જોઈને જ બેસી રહીને કામ કરવું પડે છે. જેના કારણે ગળામાં, ગરદનની પાછળની તરફ અને કરોડરજ્જુ પાસે સતત દુખાવો રહેવો હવે એક એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ જો આની સારવાર સમયસર ન કરવામાં આવે તો તે પાછળથી ગંભીર મુશ્કેલીનું સ્વરૂપ પણ લઈ શકે છે. આ માટે તે જરૂરી છે કે લક્ષણોને યોગ્ય સમયે ઓળખવામાં આવે અને તેની સારવાર કરવામાં આવે. તો ચાલો આપણે જાણીએ કે કેવી રીતે ગરદનના આ દુખાવાથી કઈરીટે બચી શકાય છે. એવું શું કરવું જોઈએ જેથી કરીને આ સમસ્યાને યોગ્ય સમયે જાણીને તેને તરત નિવારી પણ શકાય…

ગરદનમાં દુખાવો રહેવાના કયાં કારણો છે

image source

ગળા અને ગરદનના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. આમાં સૌથી વધુ કારણભૂત છે કમ્પ્યુટર અને મોબાઇલ પર કામ કરવું અથવા ખોટી રીતે બેસવું અને શરીરની મુદ્રાને યોગ્ય ન રાખી સૂઈ જવું. આ કારણો સિવાય તેની સાથે વૃદ્ધાવસ્થાને કારણે પણ ગરદનમાં દુખાવો પણ થવા લાગે છે. જો કે શરૂઆતના તબક્કામાં વ્યાયામ કરવાથી સામાન્ય પીડામાં રાહત મળી શકે છે, પરંતુ જો આ પીડા સતત થવા લાગે તો શરીરના અન્ય ભાગોમાં પણ સમસ્યા ઊભી કરી શકે છે, તો પછી તેની સારવાર કરવી જરૂરી બની જાય છે કારણ કે જો પીડાનાં લક્ષણોને કાયમને માટે અવગણવામાં આવે તો લકવા જેવી ગંભીર સમસ્યા ઊભી થવાનું જોખમ રહેલું છે.

સર્વાઇકલ પીડાના લક્ષણો

image source

જો કોઈની ગરદનમાં સામાન્ય પીડા સર્વાઈકલ પેનમાં ફેરવાઈ રહી હોય, તો પછી તે પીડા ગરદનની સાથે હાથ સુધી પહોંચશે અથવા તે હાથ અને પગમાં કળતર કે ઝણઝણાટી પણ ઉત્પન્ન કરી શકે છે. જો કોઈની ગરદનના સ્નાયુઓમાં અકડતા અથવા ખેંચાણ જણાઈ આવે છે જેના કારણે માથાના અને ખભાના પાછળના ભાગમાં પણ દુખાવો થવા લાગે છે અને શરીર પર કંટ્રોલ રહેતો નથી અને ચાલવામાં પણ સંતુલન જાળવી શકાતું નથી, તો તેને ગંભીરતાથી લેવી જોઈએ. આને લીધે તમારે અન્ય ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

શું છે તેની સારવાર

image source

ગરદનના દુખાવા માટે, નિયમિત કસરત કરવાથી રાહત મળે છે. વળી, શરીરની ઊભવાની, સૂવાની, ચાલવાની અને બેસવાની જુદી જુદી મુદ્રા અને સ્થિતિ એટલે કે પોઝીશનને સાચી રાખીને પણ ગરદનના દુખાવાની સમસ્યાને મટાડી શકાય છે. પરંતુ જો લક્ષણો સર્વાઇકલ પીડાના હોય તો તે મહત્વનું છે કે તમે તરત જ કોઈ સારા ડોક્ટરનો સંપર્ક કરો. તે જ તમારા પોતાના માટે સારું રહેશે કેમ કે પ્રાથમિક તબક્કે જ તેનો ઇલાજ શરૂ થઈ જવાથી પાછળથી તકલીફ નથી પડતી અને ઝડપથી દુખાવામાં રાખત પણ રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ