જલ્સા કરોને જેંતીલાલ

ગરમીના દિવસોમાં લીલાં મરચાં ખાવા ખૂબ જ છે ફાયદાકારક….

ગરમીની ઋતુ શરૂ થઈ ચૂકી છે. સાથે સાથે દિન પ્રતિદિન વધતા જઈ રહેલા ગરમીનાં પારાને કારણે લોકોનાં હાલ બેહાલ થતા જઈ રહ્યા છે. લોકો ગરમીનાં મારથી બચવા માટે કોલ્ડડ્રિંક તેમજ આઈસક્રિમનું સેવ કરી રહ્યા છે.


લોકોને એમ લાગતું હોય છે કે ઠંડી ચીજોનું સેવન કરવાથી શરીર અને પેટ ઠંડુ રહે છે જ્યારે કે આવું બિલકુલ નથી. પરંતુ આ ચીજોથી ગરમી વધુ વધી જતી હોય છે. ગરમીની સીઝનમાં મોટાભાગનાં લોકો મસાલેદાર તેમજ તીખી વસ્તુઓ ખાવાથી બચતા હોય છે પરંતુ કદાચ ઓછા લોકો જાણતા હશે કે તીખું ખાવાથી ગરમી ઘટી જતી હોય છે. એટલે સ્વાદમાં તીખા લીલા મરચા તમને ગરમીમાં લૂ સામે રક્ષણ આપવા સિવાય ઘણા ગંભીર રોગ સામે રક્ષણ આપવામાં પણ મદદરૂપ પુરવાર થશે.આવો જાણીએ લીલા મરચાનાં ફાયદા. લીલા મરચામાં એન્ટિઓક્સિડેન્ટની સાથે-સાથે ડાઈટ્રિો ફાઈબર્સનાં તત્વ પણ સારા પ્રમાણમાં મળી આવતા હોય છે. તેનાથી પાચનક્રિયા સારી રીતે કાર્ય કરે છે. લીલા મરચાનું સેવન કરવાથી ગેસ,કબજિયાત જેવી બિમારીઓથી છૂટકારો મળે જાય છે.


લીલા મરચામાં એન્ટિબેક્ટરિયલ તત્વ પણ મળી આવે છે. શરીરમાં રહેલા ખરાબ બેક્ટેરિયાને લીલા મરચાનું સેવન કરીને ખતમ કરી શકાય છે. આનાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે જેનાથી શરીરનું એલર્જી કે સંક્રમણથી રક્ષણ કરી શકાય છે. સંશોધન મુજબ લીલા મરચાનું સેવન કરવાથી લોહીમાં રહેલ શર્કરા સામાન્ય રહે છે. ડાયાબિટીસનાં રોગથી ગ્રસ્ત લોકો એ લીલા મરચાનું નિયમિત રૂપથી સેવન કરવું જોઈએ.લીલા મરચાનું સેવન કરવાથી વિટામીન એનું લેવલ વધે છે. જેનાથી આંખોની રોશનીમાં વધારો થાય છે. લીલા મરચા ખાવાથી જીભ સાફ થાય છે. આ જ કારણ છે કે જે લોકો સાફ નથી બોલી શકતા કે તોતડાય છે તો ડોક્ટર તેમને લીલા મરચા ખાવાની સલાહ આપે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version