દાળ-શાકનાં ટેસ્ટમાં ઓર વધારો કરતો સ્વાદિષ્ટ ગરમ મસાલો બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને

ગરમ મસાલો

આજ કાલ કીચનમાં એવી કોઈ પણ વસ્તુ નથી બનતી જેમાં ગરમ મસાલો ના ઉમેરતો હોય. કોઈ પણ સબ્જી હોય કે, આલું પરાઠા, સેન્ડવીચ કે પછી પંજાબી શાક ગરમ મસાલા વગર તો બધાનો ટેસ્ટ અધુરો જ લાગે છે.

બધી જગ્યા એ ગરમ મસાલો રેડી મેડ મળે છે પરંતુ આજે અપડે ઘરે જ ગરમ મસાલો બનાવવાની રીત સીખીસું. આમ તો બધા જ ઘરની રસોઈ તેમજ મસાલા બનાવવાની રીત અલગ અલગ હોય છે. તો આજે હું લઇને આવી છું મારી ગરમ મસાલો બનાવવાની રીત…

સામગ્રી:

૧૦૦ ગ્રામ લાલ મરચા,

૧૦૦ ગ્રામ જીરું,

૮-૧૦ પાન તમાલ પત્ર,

૫૦ ગ્રામ લીમડો,

૮-૧૦ નંગ એલચી,

૧૦ ગ્રામ બાદયા,

૧૦ ગ્રામ તજ,

૧૦ ગ્રામ લવિંગ.

રીત:

સૌપ્રથમ અપડે લાલ મરચા લઈશું. હવે તેના દાન્દાલા કાપી લઈશું અને પોસીબલ હોય તો તેને તડકામાં સૂકવવી લેવા

હવે અપડે લઈશું જીરું, જીરું પણ મરચા જેટલું જ લેવાનું છે જેથી મરચા ની તીખાસ બેલેન્સ થઇ જાય.

હવે અપડે લઈશું બધા જ મસાલા જે અપડે ગરમ મસાલા માં ઉમેરીસું તજ, લવિંગ, બાદીયા, એલચી અને તમાલ પત્ર.

હવે અપડે લઈશું લીમડો જેને મેં તડકા માં સુક્વેલો છે જ્યાં સુધી લીમડો સાવ સુકાય ના જાય ત્યાં સુધી તેને તડકામાં સુકવતા રેહવું. ત્યાર બાદ જ તેને ગરમ મસાલો બનાવવાના ઉપયોગ માં લેવો

હવે એક પેન ગરમ કરી અપડે પેહલા જીરું સેકી લઈશું. જીરું સેકાઈ ગયા બાદ તેને ઉતારી લઈશું

 

હવે લાલ મરચા ને અપડે સેકી લઈશું અમ કરવાથી તેની સુગંદ પણ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખુબ જ સરસ આવે છે.

હવે બાકીના બધા જ સુકા મસાલા અકિ સાથે સેકી લઈશું. સેકાઈ જાય એટલે ગેસ બંદ કરી તેને ઉતારી લઈશું

હવે તેને એક પ્લેટ માં કાઢી ઠંડુ થવા માટે મૂકી દઈશું. ઠંડુ થઇ ગયા બાદ તેને મરચા ના કટકા તેમજ પાન ના કટકા કરી લઈશું જેથી તે મિક્ષ થઇ જાય

હવે મિક્ષ્ચ્ર માં તેને મિક્ષ કરી એકદમ બારીક પાઉડર બનાવી લઈશું. તો તૈયર થઇ જશે આપડો ગરમ મસાલો

હવે તેને એક બાઉલ માં કાઢી સેર્વ કરો. તો તૈયર છે ગરમ મસાલો.

નોંધ:

બધા સુકા મસાલા નું માપ તમે તમારા ટેસ્ટ મુજબ ફેરફાર કરી શકો છો. અ મસાલો ૬ થી ૮ મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી