અમદાવાદના શોભનાબેને તૈયાર કર્યા છે અનોખા ગણપતિ, ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઇ રહ્યા છે આ ગણપતિ…

અમદાવાદના શોભનાબેન આપણાં માટે લાવ્યાં છે યુનિક સ્ટાઈલના ગણપતિજીની મૂર્તિ… જે બન્યા છે ફ્રુટસ, ડ્રાય ફ્રુટસ અને વેજિટેબલસમાંથી…

જેને ખાઈ શકાય તેવા ભગવાનની મૂર્તિઓમાં ગણેશજીની મૂર્તિઓમાં આજકાલ ખૂબ નવું વેરિએશન જોવા મળે છે. ચોકલેટના ગણપતિ હોય કે ફ્રુટ કાર્વિંગ કરેલા, આજકાલ બહુ ટ્રેન્ડમાં છે.

અમદાવાદના શોભના બહેને નવરાશની પળોમાં તેમની ક્રીયેટીવિટીને નવો ઓપ આપ્યો છે. તેઓ કહે છે કે ઈશ્વરે મને ઘણું આપ્યું છે. નાનપણમાં સારું ડ્રોઈંગ કરી શકતાં અને પરણીને બાળકોને મોટાં કરવામાં એ શોખ પાછળ રહી ગયો. હવે તેઓ વિવિધ રેસિપીના પ્રયોગો કરીને પહેલાંની જેમ બાળપણની યાદો તાજી કરે છે. તો આવો, એમની જ વાતો એમના જ શબ્દોમાં જાણીએ અને માણીએ એમણે બનાવેલી ગણપતિજીની અદભૂત મૂર્તિઓ…

ૐ ગં ગણપતયે નમઃ

વક્ તુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિધનમ્ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા…!!!!

કોઇપણ કાર્યની શરૂઆત પૂર્વે ગણેશ બેસાડવામાં આવે છે.

હું પણ મારી કલાની શરૂઆત કરતાં પહેલાં મારા હાથે બનાવેલાં ગણેશ દાદાને બેસાડવા માંગું છું. આપણા સૌ સાથીઓનું સૌનું શુભ થાય તેવી મનોકામના સાથે આજે હું આપને અલગ અલગ રીતે બનાવેલા ગણપતિ દાદાના દર્શન કરાવે છે.


1… સૌ પ્રથમ જે દેખાય છે તે ગાજરમાંથી બનાવેલ છે. હા, નવાઈ લાગે છે ને??? ગાજર ઊપર પહેલાં પેન કે પેન્સિલ વડે આકાર દોરી લો અને પછી ધીમે ધીમે ચપ્પા વડે આકાર કાપતા જવાનું… આખો આકાર કપાઈ જાય પછી આંખો માટે નાની બે નંગ ઈલાયચીના દાણા ચોંટાડી દો… લો બસ… તૈયાર છે બાલગણેશ..!!! 🙏


2… હવે એક સફરજન લો. વચ્ચેથી અડધું કરો. ત્યારબાદ ગણેશજીનો આકાર દોરી લો હવે ધીમે ધીમે એને કાપી લો. બસ તૈયાર છે સફરજનમાંથી ગજાનન દાદા….!!! 🙏


3….હમમમ હવે આવે છે કાજુમાંથી બનાવેલ ગણેશજી… માત્ર નવ નંગ કાજુમાંથી તૈયાર થશે આખાય વિશ્ચના વિધ્ન હર્તા… સૌ પ્રથમ એક કાજુને ઊભો મૂકો એની ઉપર એક આડો મૂકો હવે ડાબીને જમણી-બાજુ એક એક કાજૂ સીધા મૂકો એની નીચે તરત જ બન્ને બાજુ એક એક કાજુ ઊંધા મૂકો વળી એની નીચે ફરીથી એજ પ્રમાણે મૂકો… હવે બેનંગ ઈલાયચીના દાણાથી આંખો બનાવો લો તૈયાર છે વિધ્ન હર્તા.


4… હવે શ્રીફળમાંથી કાઢેલ ટોપરામાંથી બનાવેલ ગણેશજી… અલગ અલગ રીતે ટોપરાને ગણેશજીના આકારોમાં સમારીને પછી એક પછી એક ચિત્ર પ્રમાણે ગોઠવવાથી ગણેશજી બની જશે.


5… રંગીન પથ્થરમાંથી બનાવેલ ગણેશ દાદા… કેસરી રંગના નાના સ્ટોનને સૂઢ આકારમાં ગોઠવો હવે એની નીચે લીલા રંગના સ્ટોન ગોઠવો છેક નીચે પાંચ ગોળ આકારમાં ગોઠવો બસ તૈયાર છે દાદા.


6… ધઉંનો શીરો બનાવી ઠંડો કરો. ત્યારબાદ હાથમાં લઈને એને ગણેશ ભગવાનનો આકાર આપો. હવે બે મરીના દાણાલો અને આંખો બનાવો… તૈયાર છે દુંદાળા દાદા.


7… સુખડી ગરમ ગરમ હોય ત્યારે જ ઉતાવળે ચિત્રમાં બતાવ્યાં મુજબ ચપ્પા વડે આકાર આપી ગણેશ બનાવો.


8… હવે તમે જ કહો કે ભગવાનની વાત હોય અને અક્ષતના હોય એ ચાલે ખરું??? હમમમ તો ચાલો ચોખામાંથી ગણેશ ભગવાન બનાવો. હાથમાં ચોખા લો અને ગણેશજીના આકાર પ્રમાણે આકાર આપો.

ગાજર, કાજુ, સફરજન, શ્રીફળ, સ્ટોન, શીરો, સુખડી કે પછી અક્ષત તમામ પ્રકારના ગણપતિ દાદા મેં જાતે બનાવેલા છે આપ સૌને દર્શન કરવા માટે અહીં મૂકું છું. તમે પણ આવું કાઈ યુનિક કરતા હોવ તો અમને જણાવો.

આશા રાખું છું કે આપ સૌને આ મારી પ્રથમ કલા પસંદ આવી હશે… 🙏 આપ આપનો જવાબ જરૂર લખજો હો… તો મને પણ પ્રોત્સાહન મળશે… 🌹🙏

સાભાર : શોભના શાહ, અમદાવાદ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ