બુધવારએ ગણેશજીના આ ઉપાયો કરશો તો દૂર થઈ જશે ધનની અછતની સમસ્યા, વધશે વૈભવ

ધાર્મિક માન્યતાઓ અનુસાર બુધવારનો દિવસ ગણેશજીનો દિવસ હોય છે. બુધવારના દિવસે ગણેશજીની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી વિદ્યા, બુદ્ધિ, વિવેક પ્રાપ્ત થાય છે. આજે અમે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીશું. બુધવારએ આ ઉપાય કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
આખા મગ સાથે ધાણાના ચૂરમાનો પ્રસાદ
બુધવારના દિવસ ગણેશજીને આખા મગ સાથે ધાણાના ચૂરમાનો પ્રસાદ ચઢાવવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશજીને આ ભોગ પ્રિય છે તેમને ચૂરમાનો ભોગ ધરવાથી ખાસ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ગણપતિની દૂર્વા ચઢાવો
બુધવારએ ગણપતિને લીલી ઘાસ એટલે દૂર્વા જરૂર ચઢાવવા. તેનાથી ધન પ્રાપ્તિના યોગ સર્જાય છે. દર બુધવારએ ગણેશજીની પાંચ દૂર્વા અર્પણ કરવાથી બુદ્ધિ અને જ્ઞાન વધે ચે. સાથે જ આર્થિક પક્ષ પણ મજબૂત થાય છે.
ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો

બુધવારએ ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ. આ પાઠ મૂળ ભગવાન ગણેશની વૈદિક સ્તુતિ છે. ધાર્મિક દ્રષ્ટિએ ગણપતિ સ્ત્રોતનો પાઠ કરવાથી પણ બધા દોષમાંથી મુક્તિ મળે છે. સાથે જ વ્યાવહારિક જીવનના કષ્ટ અને બાધાઓ પણ દૂર થાય છે.
તિલક કરો
ભગવાન ગણેશના માથા પર ગાયના ઘીમાં સિંદૂર ઉમેરી તેનું તિલક કરો અને પોતાના માથા પર પણ તિલક કરો. આ ઉપાયથી ગણેશજી ખુશ થઈ મનોકામના પૂર્તિના આશીર્વાદ આપે છે. આ ઉપાયથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે.

દાન કરો
બુધવારના દિવસે કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને પોતાની ક્ષમતા અનુસાર કોઈ વસ્તુ દાન અચૂક કરવી.
મંત્ર જાપ
બુધવારએ કોઈ પણ ગણેશ મંત્રનો જાપ 108 વખત અચૂક કરવો. જો તે તેમાં સૌથી ઉત્તમ ગણાય છે ગણેશ ગાયત્રી મંત્ર જે નીચે દર્શાવ્યાનુસાર છે.

એકદંતાય વિદ્મહે, વક્રતુંડાય ધીમહિ, તન્નો દંતી પ્રચોદયાત્
મહાકર્ણાય વિદ્મહે, વક્રતુંડાય ધીમહિ, તન્નો દંતી પ્રચોદયાત્
ગજાનનાય વિદ્મહે, વક્રતુંડાય ધીમહિ, તન્નો દંતી પ્રચોદયાત્
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ