ભારતનું સૌથી હાઈટેક ગાંધીનગર રેલવે સ્ટેશન એપ્રિલમાં ખુલ્લુ મુકાશે, સુવિધા જાણીને અક્કલ કામ નહીં કરે

છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં સતત નવા પ્રોજેક્ટો અમલીકરણમાં આવ્યા છે. બુલેટ ટ્રેન બાદ દેશનું પહેલું હાઈટેક રેલવે સ્ટેશનનું ગુજરાતમાં નિર્માણ થવા જઈ રહ્યું છે. હાલમાં ગાંધીનગરમાં આકાર લઈ રહેલું રેલવે સ્ટેશન કોઈ ફાઈવસ્ટાર હોટેલથી પણ ઓછું નહીં હોય. આ સ્ટેશન ઉપર જ 300 રૂમની ફાઈવ સ્ટાર હોટેલ તૈયાર થઈ રહી છે. નીચે સ્ટેશન અને ઉપર હોટેલ એવો આ ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે. વિગતે વાત કરીએ તો ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન બિલ્ડિંગ અને ટ્રેક પર પીપીપી ધોરણે 300થી વધુ રૂમોની 9 માળની ફાઈવ સ્ટાર હોટલ તૈયાર થઇ રહી છે. હોટલનું કામ અંતિમ તબક્કામાં છે ત્યારે રેલવે મંત્રી પીયૂષ ગોયલે કામગીરીની સમીક્ષા કરી હતી.

image soucre

રેલવે મંત્રીની મુલાકાત બાદ રેલવે અધિકારીના જણાવ્યા મુજબ હોટલ તેમજ સ્ટેશન પરની નવી સુવિધાઓનું એપ્રિલમાં લોકાર્પણ કરાય તેવી શક્યતા છે. ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર તૈયાર થઈ રહેલા ફાઈવ સ્ટાર હોટલ બિલ્ડિંગની નીચે સ્ટેશન માટે પણ નવી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહી છે. સુવિધા વિશે વાત કરવામાં આવે તો આ બિલ્ડિંગમાં જ નીચેના મુખ્ય પ્રવેશ દ્વારથી સ્ટેશનના પ્લેટફોર્મ પર જવા માટેની એન્ટ્રી છે.

image source

જ્યાં તમામ પેસેન્જરોને ફરજિયાત ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. પેસેન્જરોના લગેજનું સ્કેનિંગ પણ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. સ્ટેશનના એન્ટ્રીગેટની બાજુમાં પણ ફાઈવ સ્ટાર હોટલમાં જવા માટે રસ્તો આપવામાં આવ્યો છે. જેમાં નવી ટિકિટ બારીની ડાબી બાજુમાં લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા છે. જ્યારે જમણી બાજુ પેસેન્જરો માટે વેઈટિંગ રૂમ છે.

image source

આ સિવાય વાત કરવામાં આવે તો પ્લેટફોર્મ પર પ્રાર્થના રૂમ, બેબી ફિડિંગ રૂમ અને પ્રાથમિક સારવાર રૂમ તૈયાર કરાયા છે. સંપૂર્ણ સ્ટેશન પર સીસીટીવીથી નજર રાખવાની સાથે લોકોના મનોરંજન માટે ઠેર ઠેર એલઈડી સ્ક્રીન પણ લગાવાયા છે એવી માહિતી મળી રહી છે. દેશના મુખ્ય રેલવે સ્ટેશનોનો પીપીપી ધોરણે પુનર્વિકાસની સરકારની યોજનાના ભાગરૂપે ગુજરાતમાં ગાંધીનગર કેપિટલ સ્ટેશનનના પુનર્વિકાસની કામગીરી પણ હવે છેલ્લા તબક્કામાં છે.

image source

જ્યારે સાબરમતી રેલવે સ્ટેશનને ડેવલપ કરવાની પ્રક્રિયા પણ સાથોસાથ શરૂ કરી દેવાઇ છે. રેલવે દ્વારા ગાંધીગર કેપિટલ અને સાબરમતી સહિત દેશના 123 સ્ટેશનોની પુનર્વિકાસ યોજના હેઠળ પસંદગી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ હોય તેવું આ પહેલું સ્ટેશન હશે. કહેવામાં આવી રહ્યું છે કે એપ્રિલ મહિનામાં પીએમ મોદીના હસ્તે તેનું ઉદ્ગાધટ કરવામાં આવી શકે છે અને ખુલ્લુ મુકવામાં આવશે.

image source

જો જગ્યા વિશે વાત કરવામાં આવો તો રેલવે સ્ટેશન અને હોટલ આશરે 6500 ચોરસ મિટરમાં જગ્યા આવરી લેશે.ઓપન બાલ્કની અને સ્વિમિંગ પૂલ અને ગાર્ડન ધરાવતી હશે. અન્ય હોટેલ થ્રી સ્ટાર હશે જે 400 રૂમ્સની બનશે. 6,8 અને 10 માળના ત્રણ અલગ અલગ ટાવર બનશે. એન્ટ્રી પણ આધુનિક એરપોર્ટ લોંજ જેવી હશે. મહાત્મા મંદિર સાથે લીંક કરી દેવાશે. રેલવે પ્રવાસીઓ માટે અલગથી એન્ટ્રી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ