ગાંધી બાપુ પોતે આ રીતે ઉજવતા જન્મદિવસ, શું આજે એવું કઈ દેખાઈ છે? જાણો બાપુ શું ઈચ્છતાં હતા

ગાંધી બાપુ પોતે આ રીતે ઉજવતા જન્મદિવસ, શું આજે એવું કઈ દેખાઈ છે? જાણો બાપુ શું ઈચ્છતાં હતા

દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ ઉજવવા માટે તૈયાર છે. આ પ્રસંગે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. સ્વચ્છતાથી લઈને અહિંસાના પાઠ સુધી લોકો વિવિધ રીતે બાપુને યાદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ગાંધીજી પોતે તેમના જન્મદિવસ પર શું કરતા હતા અને તેઓ તેમના જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરતા હતા…

image source

ગાંધીવાદી રામચંદ્ર રાહીના મતે કદાચ ગાંધીજીએ તેમનો જન્મદિવસ ઉજવતાં જ ન હતા, પરંતુ લોકો તેનો જન્મદિવસ ઉજવતા હતા. 100 વર્ષ પહેલા ગાંધીજીના નિવેદનોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, 102 વર્ષો પહેલા, જ્યારે ગાંધીજીએ વર્ષ 1918 માં તેમના જન્મદિવસની ઉજવણી કરનારાઓને કહ્યું, ‘મારા મૃત્યુ પછી મારી કસોટી થશે કે હું જન્મદિવસની ઉજવણી કરવાને લાયક હતો કે નહીં. ‘

તો પછી 2 ઓક્ટોબરે બાપુ તેમના જન્મદિવસ પર શું કરતા?

image source

દેશભરમાં ફેલાયેલી ગાંધીવાદી સંગઠનોની માતૃ સંગઠન ગાંધી સ્મારક નિધિના અધ્યક્ષ રામચંદ્ર રાહીએ કહ્યું કે, આ એક ગૌરવપૂર્ણ દિવસ હતો, આ દિવસે તેઓ ભગવાનને પ્રાર્થના કરતા, ચરખો ચલાવતા અને મોટાભાગે મૌન રહેતા. તે આ રીતે કોઈ મહત્વપૂર્ણ દિવસની ઉજવણી કરતા હતા.

image source

પરંતુ આજે સરકાર ગાંધી જયંતી પર વિવિધ પ્રકારના ઉજવણીઓનું આયોજન કરી રહી છે, ચારે બાજુ ધાંધલ-ધમાલ છે, આખા વર્ષ દરમિયાન કાર્યક્રમો ચાલે છે. આ અંગે રાહીએ આઈએએનએસને કહ્યું, ‘સરકાર કોઈપણ કાર્યક્રમોનું આયોજન કરે છે. તેને ગાંધીના વિચારો સાથે કોઈ લેવાદેવા નથી. સરકાર પોતાની રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે ગાંધીના નામનો ઉપયોગ કરે છે.

image source

તેમનું કહેવું છે કે જો સરકાર ખરેખર ગાંધીનો જન્મદિવસ મનાવવા માંગે છે તો તેણે ગાંધીના વિચારો ઉપર સમાજને આગળ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ તેના લક્ષણો દેખાતા નથી, હાલની સરકાર ગાંધી અને ગાંધીના જન્મદિવસને સ્વચ્છતા સાથે જોડે છે.

image source

સરકાર દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવી રહ્યા છે. આ અંગે રાહીએ કહ્યું કે, “જો તમે સ્વચ્છતા વિશે વિચારો છો તો પ્રથમ કાર્ય દેશમાં સફાઈ કામદારોને પુરતી સુવિધાઓ તો પૂરી પાડવી જોઈએ, જેથી તેઓને ગટરમાં જઇને સફાઇ ન કરવી પડે. સરકાર દબાણ કરે તે શરમજનક છે.

image source

સરકાર દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવી રહ્યા છે. આ અંગે રાહીએ કહ્યું કે, “જો તમે સ્વચ્છતા વિશે વિચારો છો તો પ્રથમ કાર્ય દેશમાં સફાઈ કામદારોને આવી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, જેથી તેઓને ગટરમાં જઇને સફાઇ ન કરવી પડે. સરકાર દબાણ કરે તે શરમજનક છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 151મી જન્મજયંતી છે.

image source

આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સવારે રાજઘાટ પહોંચ્યા. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને નમન કર્યાં. આ દરમિયાન અહીં જયંતીના અવસરે ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય ઘાટ પહોંચીને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી. લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે 116મી જયંતી છે.

image source

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધી જયંતીના અવસરે ટ્વીટ કરીને રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું કે ગાંધીજીના અસાધારણ વ્યક્તિત્વ તથા સાધનાપૂર્ણ જીવને વિશ્વને શાંતિ, અહિંસા અને સદભાવનો માર્ગ દેખાડ્યો. તેમણે લખ્યું કે સ્વદેશીના ઉપયોગને વધારવાના તેમના સ્વપ્નને પૂર્ણ કરવા માટે આજે સમગ્ર દેશ મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પની સાથે સ્વદેશી અપનાવી રહ્યો છે. ગાંધી જયંતી પર તેમને કોટિ કોટિ નમન.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ