અંડર ગ્રાઉન્ડ ગામઃ દુનિયાની કેટલીક અજાયબીમાંથી એક આ ગામ પણ છે. અહીં લોકો રહે છે ભોંયરામાં…

આપણે દેશ અને વિદેશમાં બનતી એવી કેટલીય અજીબોગરીબ ઘટનાઓ, બનાવો અને વાતો વિશે જાણીએ છીએ. દુનિયાના કોઈપણ ખૂણામાં બનેલી કોઈપણ બાબત જાણવી હવે ઇન્ટરનેટના જમાના અઘરી રહી નથી. પરંતુ એવા પણ કેટલાક દેશો અને વિસ્તારો છે આપણી આસપાસ જેના વિશે આપણે હજુ પણ અજાણ છીએ. એવી વાતો વિશે જાણીને આપણને નવાઈ પણ લાગે છે અને સાથોસાથ નવીન ઘટના વિશે જાણીને આપણા જ્ઞાનમાં પણ વધારો થાય છે.

આજે અમે આપને એક એવા આખા ગામ વિશે જણાવીશું જે સામાન્ય શહેર કે નગરની જેમ મોટામોટા બંગલા, ફ્લેટ્સ અને ટેનામેન્ટ્સથી ખીચોખીચ ભરેલા નથી. આ આખું ગામ જમીનની અંદર વિકસેલું છે. જી હા, આખે આખો વિસ્તાર જે રીતે જમીનની ઉપર મકાન, હોટલ્સ અને શાળા વગેરે હોય એ રીતે જમીનની અંદર વસેલું છે. આવો જાણીએ આ આખા અનોખા વિસ્તાર વિશે અને સાથે એપણ જાણી લઈએ કે શા માટે ત્યાંના લોકો અંડર ગ્રાઉન્ડ રહેવા મજબૂર છે.
દુનિયાના એક ખૂણામાં આ ગામ છે સૌથી વિચિત્ર…

આપણે ઘણીવાર કોઈ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જઈએ કે મોલમાં શોપિંગ કરવા જઈએ ત્યારે આપને અમુકવાર આપણી કાર અંડર ગ્રાઉન્ડમાં પાર્ક કરતાં હોઈએ છીએ. અથવા તો કેટલાંક બિલ્ડિંગમાં બેક્વિટ હોલ, મિટિંગ પોઈન્ટ કે પાર્ટી વેન્યુ પણ બેઈઝમેન્ટમાં હોય છે. ત્યારે આપણે અંદર પ્રવેશતી વખતે જ કંઈક જુદો અનુભવ થતો હોય એવું લાગે છે.

જમીનના અંદરના ભાગમાં હવા, ઉજાસ, સૂર્યપ્રકાશ અને ઓક્સીઝનનું પ્રમાણ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે એ વાતથી આપણે વાકેફ છીએ. તેથી બહુ થોડા સમય માટે પણ અંડર ગ્રાઉન્ડ રહેવાનું થાય તો પણ આપણને ગૂંગળામણ થવા લાગે છે. એવી સ્થિતિમાં વિચાર કરો કે જો તમારે કાયમ માટે જમીનની નીચે જ રહેવાના સંજોગો ઊભા તો કેવી હાલત થાય? જી હા, એક એવું શહેર પણ છે, જેના બધાં લોકો જમીનની અંદર વસવાટ કરે છે.

સાઉથ ઓસ્ટ્રેલિયામાં કુબેર પેડી ગામ છે અંડર ગ્રાઉન્ડ ગામ
આપણે આપણા સપનાના ઘરમાં તમામ આરામદાયક સુવિધાઓ કરાવવા ઇચ્છીએ છીએ. જેમાં દરેક પ્રકારના ગેજેટ્સ ટીવી. ફ્રિઝ, એસી, માઈક્રોવેવ, મોબાઈલ ફોન જેવા સંસાધનો અને દરેક પ્રકારનું ફર્નિચર જેમ કે સોફા, પલંગ, ડાઈનિંગ ટેબલ અને બીજા હોમ ડેકોર્સ ઉપર પણ આપણે ખૂબ જ ખર્ચો કરતાં હોઈએ છીએ.

પરંતુ સાઉથ ઓસ્ટ્રેલિયામાં આવેલ આ ગામ દુનિયાના બીજા ગામ કરતાં સાવ જૂદું એ રીતે પડે છે કે અહીંના રહેઠાણોમાં આ તમામ સુવિધાઓ તો છે પરંતુ મકાનો નથી અહીં. આ જગ્યાના લોકો ભોંયરામાં આવાસ બનાવીને રહે છે. અલબત્ત, આપને જાણીને નવાઈ લાગશે કે અહીંના રહેઠાણો તમામ સગવડો ધરાવે છે. અહીં આખો વિસ્તાર રણ પ્રદેશ છે અને તે ખાણો માટેની જગ્યા છે.
પત્થરોની ખાણો હવે છે લોકોનું રહેઠાણ

સાઉથ ઓસ્ટ્રેલિયાનું આ ગામ જેનું નામ છે, કુબેર પેડી. તે ખરેખરે એક એક એવો રેતાળ પ્રદેશ છે જ્યાં ઠેરઠેર ખાણ આવેલી છે. જેમાંથી કુદરતી રીતે દુધિયા પત્થરો એટલે કે ઓપલ મળી આવે છે. આ પ્રદેશ એટલો વિરાન અને ગરમ પ્રદેશ છે, જ્યાં ખેતી અને ઝાડપાન ઊગવા જરા પણ શક્ય નથી હોતી.

દિવસના ભાગમાં અને ખાસ કરીને ઉનાળાના સમયમાં અહીંના રહેવાસીઓને ખૂબ જ ગરમી લાગતી હોય છે. તેથી જે ખાણનું અહીં કામ પૂરું થતું જાય એ જગ્યાને અહીંના લોકો નિવાસ સ્થાન તરીકે ઉપયોગમાં લઈ લે છે. એક અહેવાલ મુજબ આ રીતે ખાણ પ્રદેશમાં કામ કરવાની અને અંડર ગ્રાઉન્ડ રહેવાની શરૂઆત ૧૯૧૫ના વર્ષથી થઈ હતી.

આ જગ્યા વિશે જાણીને લોકોને ખૂબ જ આશ્ચર્ય થતું હોય છે. આપને જણાવીએ કે આ રીતે અંડર ગ્રાઉન્ડ આવાસોમાં આશરે ૧૫૦૦થી વધુ મકાનોની વસાહત બનાવેલ છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ