આ ગામમાં એલિયન ઉડતું જોવા મળતાં હાહાકાર, લોકોએ દોડાવી પોલીસને અને પછી થયું કંઇક એવું કે…

ગામમાં એલિયન ઉડતું જોવા મળતાં, મચ્યો હોબાળો ! લોકોએ પોલીસને દોડાવી અને પછી થયું જોવા જેવું

પૃથ્વીવાસીઓમાં હંમેશા પૃથ્વી બહારની વસ્તુઓ વિષે જાણવાનું કુતુહલ રહ્યુ છે. આપણે ગ્રહો વિષે જાણવા આતુર હોઈએ છીએ, ઉલ્કાઓ વિષે જાણવા આતુર હોઈએ છીએ અને તે સાથે જોડાયેલી ફિલ્મો જોવાની તો લોકોને કંઈક ઓર જ મજા આવે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે બ્રહ્માંડમાં માણસો ઉપરાંત પણ બીજા લોકો કોઈક ગ્રહ પર વસે છે. અને તે ઉપર હોલીવૂડ તેમજ બોલીવૂડમાં અગણિત ફિલ્મો પણ બની ચૂકી છે.

image source

ક્યારેક તો દુનિયાના વિવિધ સ્થળો પર રહેતા લોકોએ ઉડતી રકાબી એટલે કે UFO એટલે કે અનઆઇડેન્ટીફાઇડ્ ફ્લાઇંગ ઓબ્જેક્ટ દેખાવાનો પણ દાવો કર્યો છે. અને ઇન્ટરનેટ પર તેને લગતી કેટલીક વિડિયો પણ અવારનવાર વાયરલ પણ થઈ છે. અને ભૂતકાલમાં અમેરિકનોએ આવી એલિયન જાતિ સાથે સંપર્ક કર્યો હોવાની વાતો પણ અવારનવાર ઉડતી હોય છે. પણ ભારતમાં તાજેતરમાં એક વિચિત્ર કિસ્સો બની ગયો.

image source

આ ઘટના દિલ્લી નજીક આવેલા ગ્રેટર નોઇડા નજીક આવેલા એક ગામની છે. અહીં ગામના લોકોએ કોઈ પરગ્રહવાસીને જોયો હોવાની વાત ફેલાઈ હતી અને લોકો ભયભીત પણ થઈ ગયા હતા. અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડા નજીક આવેલા એક ગામમાં શનિવારના રોજ આ ઘટના ઘટી હતી. અહીં ગામના લોકોને એલિયન ઉડતો દેખાયો હતો. અને સ્થાનિકોએ વધારે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર જ પોલીસને આ બાબતે ફરિયાદ કરી દીધી.

જ્યારે પોલીસ દોડતી ઘટના સ્થળે પહોંચી અને થોડી તપાસ કરી તો ખબર પડી કે ગામના લોકો કોને એલિયન કહી રહ્યા હતા. વાસ્તવમાં તે એલિયન જેવી દેખાતી વસ્તુ બીજું કંઈ નહીં પણ કાલ્પનિક સુપરહીરો આયરમેનના આકારનો અને દેખાવનો એક ફુગ્ગો હવામા ઉડી રહ્યો હતો. અને તેને જ સ્થાનિક લોકો એલિયન સમજી બેઠા હતા.

એલિયન હોવાની વાત આખાએ ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ અને અહીં આવેલી એક નહેરમાં કે જ્યાં ફુગ્ગો ઉડી રહ્યો હતો ત્યાં લોકોના ટોળેટોળા ઉમટી આવ્યા હતા. અને ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી. આ રમુજી કિસ્સો હાલ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

image source

આ ઘટના તો ખૂબ રમુજી હતી પણ ઇન્ટરનેટ પર એવી ઘણી બધી વિડિયો વાયરલ થતી રહે છે જેમાં આકાશમાં કોઈ અજાણી વસ્તુ ઉડતી હોવાનું દર્શાવવામાં આવે છે અને લોકો તેને કોઈ પરગ્રહવાસીનું સ્પેસક્રાફ્ટ કહે છે. કેટલાક વર્ષો પહેલાં અમેરિકાના એક મોટા શહેરમાં બ્લેકઆઉટ થઈ ગયો હતો. આખાએ શહેરની લાઇટ જતી રહી હતી. અને તે રાત્રે તે શહેરનું આકાશ એટલુ બધું ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે આખુંએ આકાશ તારાઓથી ગીચોગીચ દેખાતું હતું. અહીંના લોકો માટે આ એક અસામાન્ય દ્રશ્ય હતું તેમણે ક્યારેય તેવું થતું નહોતું જોયું. અને ત્યારે એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેમના શહેરમાં એલિયનનું સ્પેસક્રાફ્ટ આવી ગયું છે. હદ થઈ ગઈ !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ