ગળો સ્વાસ્થ્ય માટે એકદમ બેસ્ટ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

આયુર્વેદનું અકસીર ઔષધ ગળો

આપણે આપણી આસપાસ ઉગતા વિશાલ ઝાડ ઉપર કથ્થઈ કલરની ડાળી જેવી પાતળી વેલી ચડતી જોઈ હશે. ઘણી બધી જગ્યાએ આ પ્રકારની જોવા મળે છે જેને આપણે ગળો કહીએ છીએ. આયુર્વેદમાં ગળો ઉત્તમ ઔષધ ગણાય છે. ગળોની વેલ અમૃત સમાન ગુણકારી ગણાય છે. એને અમૃતા પણ કહેવામાં આવે છે. અમૃતા નામ અંગે પણ એક રોચક કહાની છે.

image source

કહેવાય છે કે રામાયણના યુદ્ધમાં રાક્ષસોને હાથે મૃત્યુ પામેલા વાનરોને ઈન્દ્રદેવે અમૃત વૃષ્ટિ કરી ફરીથી સજીવન કર્યા ,એ વખતે અમૃતનાં જે બિંદુઓ જમીન પર પડયા ત્યાંથી આ ગળોની વેલની ઉત્પત્તિ થઈ છે. ગળોની વેલ માત્ર વૃક્ષો પર પણ ખડકો ઉપર પણ થાય છે. ખડકી દેવામાં આવે છે. કડવા લીમડાના વૃક્ષ પર થતી ગળો ઉત્તમોત્તમ ઔષધ છે.
જ્યારે આયુર્વેદમાં વિષયુક્ત વૃક્ષો પર ચડેલી ગળો નો ઉપયોગ બાધિત છે.

આયુર્વેદના મત મુજબ ગળો સ્વાદમાં તૂરી કડવી તીખી ગરમ છતાં પિત્તશામક છે.ગળો બળવર્ધક, ભૂખવર્ધક ,પાચનકર્તા, હૃદય માટે ગુણકારી ,લોહી વધારનારી ,પિત્તનું શમન કરનારી છે. શરીરના ત્રણેય દોષ વાયુ ,કફ અને પિત્ત માટે ગળો અક્સીર ઔષધ છે. ગળોને આયુષ્ય વર્ધક કહેવામાં આવે છે. તાવ, તૃષા ,બળતરા, લોહીનો વિકાર ,પાંડુ રોગ ,કમળો ,પેટ સંબંધી સમસ્યાઓ ,હ્રદય રોગ ,કરમિયા, એસિડિટી ,ઊલટી, મંદાગ્નિ ,મરડો જેવા રોગમાં ગળો અમૃત સમાન રસાયણ છે .

image source

ગળો berberine સહિત અન્ય શાળા ઉપરાંત ગીલોઈન નામનું કડવું glucoside તેમજ ઉડનશીલ તેલ જેવા રાસાયણિક તત્વો ધરાવે છે. કોઈપણ કારણસર આવેલા તાવનું સૌથી પહેલું ઘરગથ્થુ ઔષધ ઞળો છે. લીલી ગળોનો ચારેક ચમચી જેટલો રસ કાઢી તેમાં 1 ચમચી તુલસીનો રસ મિક્સ કરી સવાર-સાંજ પીવાથી બે-ત્રણ દિવસમાં જ તાવમાં રાહત જણાય છે. ઉપરાંત ભૂખ પણ ઉઘડે છે અને ખોરાકનું યોગ્ય પાચન થાય છે.

image source

માતાના ધાવણ ને શુદ્ધ કરનાર આદેશ શ્રેષ્ઠ ઔષધોમાં આયર આયુર્વેદિક ગ્રંથ ચરક સંહિતા તૈયાર કરનાર મહર્ષિ ચરકે ગણાવેલા 10 શ્રેષ્ઠ ઔષધોમાં ગળોનો સ્થાન આપ્યું છે. માતાનું ધાવણ કફથી દૂષિત થયું હોય તો બાળકને તે પચવામાં ભારે પડે છે .બાળક ઊલટીઓ દ્વારા ધાવણ બહાર કાઢે છે. મુખમાંથી લાળ પડયા કરે છે. બાળક નબળું અને સુસ્ત થતું જાય છે.

સ્તનપાન કરાવનાર માતાએ ગળો સૂંઠ હરડે બહેડા અને આમળા સરખે ભાગે લઈ તેનો અધકચરો ભૂકો કરી તેમાંથી ઉકાળો કરીને સવાર-સાંજ પીવો જોઈએ. જેનાથી ત્રણ-ચાર દિવસમાં ધાવણ શુદ્ધ થશે અને બાળક સ્વસ્થ થશે. ધાવણની શુદ્ધિ માટે માતાએ પચવામાં હળવો ખોરાક લેવો જોઈએ.

image source

આયુર્વેદની દ્રષ્ટિએ ગળો યોગવાહી ઔષધ છે. એટલે કે તે અન્ય ઔષધો સાથે મિક્સ કરતા અન્ય ગુણધર્મોનું પણ વહન કરે છે. ગળોનું ચૂર્ણ ઘી સાથે લેવાથી વાયુના રોગ માં રાહત મળે છે. ગોળ સાથે લેવાથી કબજીયાત દૂર થાય છે . સાકર સાથે લેવાથી પિત્તના રોગોનું શમન થાય છે. મધ સાથે લેવાથી કફ દૂર થાય છે. દિવેલ સાથે લેવાથી ગાઉટ નામનો રોગ પણ દૂર થાય છે .અને ગળો સૂંઠ સાથે લેવાથી રૂમેટોઈડ આર્થરાઈટીસ માં પણ રાહત મળે છે.

image source

આંખ, છાતી ,હાથ-પગનાં તળિયાં માં થતી બળતરા, પેશાબમાં થતી બળતરા તથા એસીડીટીથી થતી બળતરામાં ગળો, ગોખરું અને આમળાનું ચૂર્ણ સરખા ભાગે ભેળવીને તૈયાર કરેલું રસાયણ ચૂર્ણ સવાર-સાંજ એક એક ચમચી લેવાથી રાહત મળે છે. ગળો માંથી અમૃતા ક્વાથ ,અમૃતા ગૂગળ, ગુડુચી વટી ,ગુડુચી ઘૃત જેવા ઔષધો તૈયાર થાય છે. ગળો ન હિન્દીમાં ગીલોઈ ,મરાઠીમાં ગુડુચી અથવા ગુલ વેલ ,કન્નડમાં અમૃતા બલી, બંગાળમાં ગુલંછ કહેવામાં આવે છે. આયુર્વેદમાં તેને અમૃતા, ચક્રઆંગી , ‌જીવંતિકા કહેવામાં આવે છે.

ગળો ના મૂળ ,પાંદડા ,ફળ તમામનો ઉપયોગ કરી શકાય છે. ગળો ઘરમાં કૂંડામાં પણ વાવી શકાય છે. ગળો નાનકડો ટુકડો લઈને જમીનમાં અથવા તો કૂંડામાં રોપી દેવાથી થોડા સમયમાં ગળો વધવા લાગે છે. તેને દોરડાના ઉપયોગથી ઉપર બાંધી દેવાથી તે દોરડાના સહારે વિકસિત થાય છે. માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન ગળોનો વિકાસ જલ્દી થાય છે.

image source

ગળો માટે કહેવાય છે કે ગળોની વેલ પોતે ક્યારેય નાશ પામતી નથી એટલું જ નહીં તેના સેવન કરનારને પણ મરવા દેતી નથી એટલે જ ગુણોને અમૃતા કહેવામાં આવે છે.

ફળોમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર ફેંકવાનું કામ કરે છે. ઘણો યાદદાસ્ત પણ વધારે છે ઉપરાંત માનસિક તણાવ ઓછો કરે છે. ડાયાબિટીસ બ્લડપ્રેશર તથા ટીબી જેવા રોગમાં પણ ગળો રાહતરૂપ છે. જોકે ગળો નો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સક ની દેખરેખ હેઠળ કરવો વધુ હિતાવહ છે.

image source

ઓટો ઇમ્યૂન ડિસીઝ ધરાવતા દર્દીએ પણ ગળો નો ઉપયોગ કરવાનું ટાળવું. ગળોનો ઉકાળો વાત બનાવીને વાપરી શકાય છે ઉપરાંત તેનું ચૂર્ણ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. કોઈપણ પ્રકારના રોગમાં જાતે સારવાર કરવાને બદલે નિષ્ણાતની સલાહ પહેલાં લેવી આવશ્યક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ