ગાજરનું ટ્રેડિશનલ અથાણું – હજી માર્કેટમાં સારા ગાજર મળે છે તો બનાવો આ ટેસ્ટી અથાણું…

ગાજર એ બીટા-કેરોટિનનો રિચ સોર્સ છે જે એન્ટી-ઓક્સિડન્ટ છે અને હેલ્ધી સ્કિન અને આંખ માટે ખુબજ અગત્યતા ધરાવે છે. અને અત્યારે ગાજરની સીઝન છે તો ચાલો બનાવીએ ગાજરનું અથાણું.

સામગ્રી :


500 ગ્રામ તાજા ગાજર

1 ટેબલ સ્પૂન રાઈ કુરીયા

1 ટેબલ સ્પૂન તેલ

1/2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર

1/2 ટેબલ સ્પૂન હળદર
1/2 ટેબલ સ્પૂન લીંબુ નો રસ

મીઠું સ્વાદપ્રમાણે

ચપટી હિંગ

તૈયારી :

< સૌ પ્રથમ ગાજરને પાણીથી ધોઈ સાફ કરીને લાંબી ચીરીમાં કાપી લો. રાઈ કુરીયાને અધકચરા ખાંડી લો. તેલ ગરમ કરીને ઠંડુ પાડો.

રીત :


સૌ પ્રથમ ગાજરની ચીરીઓ ઉપર હળદર અને મીઠું નાખી બરાબર સ્પ્રેડ કરો, બધી જ ચીરીઓ પર હળદર-મીઠું લાગે તે રીતે હલાવો, અને ઢાંકીને 7 થી 8 કલાક મૂકી રાખો, વચ્ચે-વચ્ચે બે-ત્રણ વાર હલાવતા રહેવું. 7-8 કલાક બાદ પાણી નિતારી ગાજરની ચીરીઓને તડકે સુકવો. આચાર મસાલો બનાવવા માટે આખા-ભાંગા ખાંડેલા રાઈ કુરીયાને એક મોટા બાઉલમાં લો, તેમાં હિંગ, મીઠું, લાલ મરચું પાવડર, લીંબુ નો રસ અને તેલ નાખીને બરાબર મિક્સ કરો. ગાજર સુકાઈ ત્યાં સુધી આ મસાલાને ઢાંકીને રહેવા દો. સુકવેલ ગાજરની ચીરીઓને ચેક કરતા રહો, ચીર વાળીએ અને પાણી ના દેખાય ત્યાં સુધી સુકાવા દો. લગભગ 5 થી 6 કલાકનો સમય લાગે છે પણ ખુબ જ આકરો તાપ હોય તો 4 કલાકમાં જ સુકાય જાય છે. સુકાઈ ગયેલા ગાજરની ચીરીઓને આચાર મસાલામાં નાખી બધી જ ચીરીઓ પર મસાલો લાગે એ રીતે મિક્સ કરો. તૈયાર છે ગાજરનું ટ્રેડિશનલ અથાણું. જે તાજેતાજું બનાવીને ખાઈ શકાય.

વિડિયો જોવા માટે અહીં ક્લીક કરો :