ગાજર ના હલવા વિના શિયાળો અધુરો રહી જાય .. તમે બનાવ્યો કે નહિ..

ખૂબ જ પૌષ્ટિક એવા ગાજર નું સેવન આખા શિયાળા માં કરવું જોઇયે … એમાંય જો ગાજર નો હલવો મળે તો બીજું ક્યાં કાઈ યાદ જ આવે..

ગાજર ના હલવા માટે ની સામગ્રી:-

ગાજર 1.5 kg,
દૂધ મલાઈ વાળું 500 ml,
ખાંડ 1 કપ (ટેસ્ટ મુજબ),
મોળો માવો 200 ગ્રામ,
ડ્રાયફ્રુટ મિક્સ 1/2 કપ,
ઈલાયચી 3-4 નંગ,
ઘી 2 1/2 ચમચી,

ગાજર ના હલવો માટે ની રીત:

સૌ પ્રથમ ગાજર ની છાલ ઉતારી ને તેને મીડીયમ છીણીથી છીણી લો.એક જાડી કડાઈમાં 2 ચમચી ઘી લો. તે ગરમ થાય પછી તેમાં ગાજર નું છીણ નાખી 2 – 3 મિનિટ માટે સાંતળો.

તેમાં દૂધ ઉમેરો અને 10 મિનિટ મીડીયમ આંચ પર પકાવો.

ત્યારબાદ તેમાં મોળો માવો ઉમેરો અને ધીમી આંચ પર 15 મિનિટ ચઢવા દો. સાઈડ પર એક બીજા નોનસ્ટિક પાન માં 1/2 ચમચી ઘી મૂકી ને 1 મિનિટ માટે ડ્રાયફ્રુટ સાંતળી ને રાખો .

હવે ગાજર નું છીણ સોફ્ટ થાય એટલે ખાંડ અને મિક્સ ડ્રાયફ્રુટ ઉમેરો અને જ્યાં સુધી કડાઈમાંથી મિશ્રણ છૂટું ના પડે ત્યાં સુધી તેને ધીમી આંચ પર પકાવો. ગેસ બંધ કરતા પહેલા તેમાં ઈલાયચી ઉમેરી બરાબર મિક્સ કરો. ગરમા ગરમ સર્વ કરો.


ઠંડુ થાય પછી એર ટાઈટ કન્ટેનર માં ફ્રીઝ માં 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય.જ્યારે મન થાય એટલે માઈક્રોવેવ માં ગરમ કરી સર્વ કરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી

શેર કરો આ હેલ્ધી રેસીપી દરેક મિત્રો સાથે.

ટીપ્પણી