ગાજર ની સુકવણી – ફ્રેશ ગાજરની સીઝન પૂરી થાય એ પહેલા કરી લો આ સુકવણી અને વાપરો અથાણાં બનાવવામાં…

હેલો ફ્રેન્ડસ હું અલ્કા જોષી આજ હુ લાવી છુ. ગાજરની સૂકવણી. આ સૂકવણી તમે અથાણાં બનાવતી વખતે તો વાપરી જ શકશો સાથે સાથે એની એક એકદમ સ્વાદિષ્ટ વાનગી લસણની ચટણી સાથે બને છે જે હુ આજે તમને શીખવીશ. ગાજર સ્વાસ્થ્ય માટે પણ ખૂબજ લાભકારક છે. જેમાથી ભરપૂર વિટામીન મળે છે.તો ચાલો લખી લો એની સામગ્રી અને રીત.

સામગ્રી—

500 ગ્રામ તાજા ગાજર(લાલ અથવા કેસરી)

બે ચમચી મીઠુ.

રીત–

1) પહેલા ગાજર ધોઈ લો.

2) ગાજરની છાલ ઉતારી લો.

3) તેના લાંબી જાડી ચીરીઓ કરી લો.

4) તેના પર મીઠુ છાંટીને મિક્સ કરો. બે થી ત્રણ કલાક રહેવા દો.

5) ત્યાર બાદ ચારણી મા નાખી તેનુ પાણી નિતારી લો.

6) હવે તેને તડકે મૂકી બે દિવસ સૂકવી દો.

**ગાજરનુ ઇન્સ્ટન્ટ અથાણુ.**

સામગ્રી

1) 10 થી 15 લસણની કળીઓ

2)બે ચમચી લાલ મરચાં નો પાઉડર

3)એક નાની ચમચી જીરુ.ચટણી પુરતુ જ મીઠુ.

4) 5-6 ચમચી તેલ

રીત-

1) ઉપરની સામગ્રી મિક્સ કરી ચટણી વાટી લો.

2) હવે એક વઘારિયા મા તેલ ગરમ કરવુ. તેમા આ તૈયાર કરેલી ચટણી કકળાવવી.હવે સૂકવેલા ગાજર માથી થોડા ગાજર લઈ તેની પર ચટણી રેડી ને સરખી રીતે મિક્સ કરી દો…….તૈયાર છે સરસ ચટપટુ ગાજરનુ ઇન્સ્ટન્ટ અથાણુ. આ એક અઠવાડિયા સુધી સારુ રહેશે. તો તમે કરો આને બનાવવાની તૈયારી અને હુ કરુ તમારા માટે એક નવી વાનગીની રેસિપી ની તૈયારી….બાય

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)