“ગાજર ની ચોકલેટી બરફી” – આજે જ બનાવો બાળકો તો ખુશ ખુશ થઇ જશે…

 

“ગાજર ની ચોકલેટી બરફી”

આ બરફી, આપના ગાજર ના હલવા નું મોડર્ન સ્વરૂપ છે. એ જ મસ્ત ટેસ્ટ અને ચોકલેટ ગનાચે નો સ્વાદ. એક નવો અને જીભ ને યાદ રહી જાય એવો સ્વાદ .. શિયાળો આવે અને ગાજર નો હલવો ના બને એ શક્ય જ નથી. આ ઋતુમાં સૌથી સરસ મીઠા, અને સારી ગુણવત્તાના ગાજર મળે છે. ગાજર હલવાની ઉપર ચોકલેટ ગનાચેનું લેયર એકદમ અનોખો સ્વાદ જગાવશે.

ગાજર હલવો અને ગાજર બરફી લગભગ સરખા જ હોય, બરફી ને વધારે કુક કરવાની હોય એટલે ખાંડ વધુ રંધાય અને સરસ જામી જાય ઠરે એટલે અહી બતાવેલી રીત એકદમ આસાન છે . તમે ચાહો તો પેહલા ના જમાના ની જેમ ધીમી આંચ પર દૂધ સાથે રાંધી ને અથવા Condensed મિલ્ક ઉમેરી ને પણ બનાવી શકો. microwave ની રીત પણ એકદમ સરળ છે, હું અહી મિલ્ક પાવડર વાળી રીત બતાવીશ , જેનાથી ટાઇમ પણ બચશે અને એકદમ creamy બની જશે.

સામગ્રી :

ગાજર બરફી :

 ૧ કિલો લાલ ગાજર,
 ૨/૩ કપ ખાંડ,
 ૩-૪ ચમચી ઘી,
 ૧.૫ કપ મિલ્ક પાવડર,
 ૧.૫ કપ દૂધ,
 ૧ ચમચી એલાઈચી નો ભૂકો,

ચોકલેટ ગનાચે:

 ૧ કપ હેવી ક્રીમ,
 ૧ કપ ચોકોલેટ,
 ૧ ચમચી મધ,
 ૧ ચમચી વેનીલા એસેન્સે,

રીત :

ગાજર ને ધોય , છાલ ઉતારી છીણી લેવા.

એક નાની તપેલી માં દૂધ અને દૂધ પાવડર મિક્ષ કરવા . non stick kadai ઘી લો અને ગરમ કરો. ગરમ થઇ જાય એટલે એમાં છીણેલા ગાજર નાખો અને શેકો ૪-૫ min સુધી શેકો.

હવે એમાં દૂધ અને દૂધ પાવડર ન મિક્ષ કરો. બરાબર હલાવતા રહો. ૪-૫ min સુધી શેકો. મિશ્રણ ઘટ્ટ થઇ જશે. હવે એમાં ખાંડ અને એલચી નો ભૂકો ઉમેરો ..

ખાંડ ઓગળશે એટલે મિશ્રણ થોડું ઢીલું થશે . સતત હલાવતા રહો ..

જયારે મિશ્રણ ફરી ઘટ્ટ થઇ જાય અને એમાં થી નીકળતા પરપોટા બંધ થઇ જાય એટલે ગેસ બંધ કરી ઘી લગાવેલી એક થાળી માં પાથરી દો.

સુકા મેવા પણ ઈચ્છા પ્રમાણે નાખી શકાય . તવેથા થી એક સરખું પાથરી લો.

ચોકલેટ ગનાચે માટે :

એક બાઉલ માં સેમી સ્વીટ ચોકોલેટ ચિપ્સ કે સમારેલી ચોકોલેટ લો. તેમાં મધ અંદ વેનીલા એસેન્સે ઉમેરો.

એક પેન માં હેવી ક્રીમ ગરમ કરો. પરપોટા આવે ત્યાં સુધી જ ગરમ કરવાનું . ગરમ ક્રીમ ને ચોકલેટ પર રેડી દો. ૮-૧૦ min હલાવ્યા વગર રેહવા દો. પછી ચમચી થી એકદમ મિક્ષ કરી લો.

ગનાચે એકદમ સ્મૂથ હોવું જોઈએ. ગનાચે ને બરફી પર રેડી દો .

બરાબર પાથરી દો . ફ્રીઝ માં ૩-૪ કલાક માટે મૂકી દો . નાના કટકા કરો ને પીરસો ..

તૈયાર છે ગાજર ની ચોકોલેટ બરફી ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

શેર કરો આ ટેસ્ટી વાનગી તમારા મિત્રો સાથે અને દરરોજ આવીજ અલગ અલગ વેરાયટીની વાનગી શીખવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી