જલ્સા કરોને જેંતીલાલ

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ – એની ગાડીનો ભયાનક અકસ્માત થયો અને એ લાલ રંગની સાડી પહેરેલી યુવતીએ…

‘બહાર વરસાદ થોભવાનું નામ લેતો ન હતો અને અચાનક કોઈએ બહારથી દરવાજો ખટખટાવ્યો.! એક ત્રીસેક વર્ષની સ્ત્રી દરવાજો ખોલીને સામે ઉભી રહી. સામે ઉભેલા વ્યક્તિને ધારી ધારીને જોઈ રહી હતી.’

‘વ્યક્તિ ઘસડાતો આવ્યો હતો. અને એના કપડા માટીથી ખરડાયેલા હતા. વરસાદને લીધે ભીની માટી આખા શરીરે ચોટેલી હતી, દરવાજા પર ઊભેલી સ્ત્રીએ બહાર જોયું ઝાડના થડ સાથે એક ગાડી અથડાયેલી હતી. ગાડીની લાઈટ ઝબૂકી રહી હતી.’ ‘વ્યક્તિને જોતા લાગી રહ્યું હતું કે એક્સિડન્ટના લીધે. પોતે ગાડીમાંથી માંડ માંડ બહાર નીકળ્યો છે. અને કોઈ મદદની તલાશમાં અહીં સુધી પહોંચી ગયો છે. એ વ્યક્તિએ થોડી બેહોશીની હાલતમાં પોતાને કંઈક આશરો મળી ગયાની રાહત અનુભવી.’

image source

‘રાઘવ અડધી ખુલ્લી આંખે સામેનું દ્રશ્ય જોઈ રહ્યો હતો. આસપાસ એક ટોળું વળીને સ્ત્રીઓ ઊભી હતી, એક લાલ રંગની સાડી પહેરેલી સ્ત્રી જે પોતાને દરવાજામાંથી અંદર લઇ આવી હતી, એનું નામ રેશમા હતું એવું એને લાગી રહ્યું હતું. કેમ કે આજુબાજુની સ્ત્રીઓ એને કહી રહી હતી કે, “રેશમા ઇતની રાત તુફાન વાલી બરિશમે કીસ્કો લેકે આ ગઈ ?”

“સબ દેખો રેશમા કો કસ્ટમર મિલા.” ‘આવાજ પરથી અંદાજ આવી રહ્યો હતો કે કદાચ એનું નામ રેશમા છે.’ “આજુ બાજુમાં બીજી એ કહ્યું કે, ઐસી આફત કો મત લેકે આ. સબ ફસેગે. ” ” દેખ કુછ ભી ગડબડ હુઆ તો હમ લોગો કે પાસ મત આના .. તુજે પતા હૈ ના . હમ સબ ધંધે વાલી હૈં .. કોઈ નહિ હમારા યહાં.” ‘પણ એ સ્ત્રીના મનમાં જાણે માનવતા હજુ થોડી થોડી જીવી રહી હતી. એને મદદ કરવાનું ચાલુ રાખ્યું.

image source

થોડા સમય પછી બધી સ્ત્રીઓ ત્યાંથી ગાયબ થઇ ગઇ હતી. હજુ આ લાલ સાડી વાળી સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલી સ્ત્રી, જેને શરીર પરથી પરફૂમની ખુશ્બુ આવી રહી હતી. એ સ્ત્રીના કોમળ હાથ એના શરીર પર ફરી રહ્યા હતા. એના શરીર પર થોડો ગરમ પાણીનો અહેસાસ થયો. એક બાઉલમાં ગરમ પાણી લઇઆવી અને એના વડે એના શરીર પરના ઘાવ સાફ કરી રહી હતી.’

‘એ સ્ત્રીએ પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા. એક સારી જગ્યાએ સુવડાવ્યો. ચાદર ઓઢાડી, રાઘવને જગાડી અને એક પૂછવાનો પ્રયત્ન કરી રહી હતી અચાનક રાઘવ ઝબકી ગયો. ! એને યાદ આવ્યું કે પોતાની ગાડી ક્યાં છે.? એ પેલી સ્ત્રી ને પૂછી રહ્યા હતો મારી ગાડી ક્યાં છે ? સ્ત્રી હજી પણ કંઈ જવાબ નથી આપી રહી. એના મોઢા પર આંગળી રાખીને ચૂપ થવા ઈશારો કર્યો. એ સ્ત્રીને જોઈને ચૂપ થઈ ગયો.’

સ્ત્રીના ચહેરા પર સ્મિત હતું. થોડી ક્ષણો માટે એને જોઈને રાઘવ પોતાનું દર્દ ભૂલીગયો હોય એવું એને લાગી રહ્યું હતું. એ સ્ત્રી ધીરેથી બોલી. “ચિંતા મત કીજીયે આપ સલામત જગહ પે હો.” “એને મનમાં સવાલ જાગ્યો અને પૂછું ? હું અત્યારે ક્યાં છું ? અને શું કામ છું ?”

image source

‘સવાલ જાણે રાઘવના ગળામાં જ અટકી ગયો. રાઘવ ફરીથી ચુપ થયો સૂવાનો પ્રયત્ન કરતો હતો. અચાનકથી આજે ઓફિસમાં થયેલી નાની તકરાર યાદ આવી. રાઘવ પોતે કંપનીનો ડિરેક્ટર હોવા છતાં! પોતાની કંપનીના એમ્પ્લોઈ એના કંટ્રોલમાં નહોતા. એ લોકોને હિંમત જ કેમ થઈ શકે ? બોસ સામે આર્ગ્યુમેન્ટ કરવાની.!’

‘હવે એ સ્ત્રી થોડી થોડી વાર માટે દૂર જતી રહી હતી. પોતે એકલો હતો ઠંડી હવા એને સ્પર્શી રહી હતી. થોડીવારમાં શોરબકોર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. બધી સ્ત્રીઓએ એકબીજાની સાથે વાતો કરી રહી હતી. અને એમાંથી એકે કહ્યું.,” રેશમા જલ્દીઆજા કિધર મર ગઈ ??” ‘રાઘવ ને લાગ્યું કે જે સ્ત્રીએ એને મદદ કરી એ એને કોઈ બોલાવી રહ્યું હતું.’ ‘એ સ્ત્રી રાઘવ પાસે આવી અને એને ઊભો કરીને ત્યાંથી લઈ જઈ રહી હતી.’ “મને ક્યાં લઈ જાવ છો ? રાઘવે પુછ્યું.” “ચૂપચાપ ચલો પૂલીસ આયી હૈ સબ કો જાના પડેગા. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો.”

image source

‘રેશ્મા અને અન્ય સ્ત્રીઓ સાથે રાઘવ પણ પોલીસની વેનમાં બેસી ગયો હતો. હવે એ ગભરાવા લાગ્યો હતો. પોતે કશું કર્યું જ નહોતું.! એને લાગી રહ્યું હતું કે કદાચ એ. રેડલાઇટ એરિયાની સ્ત્રીઓ સાથે હતો. ધીરે ધીરે એને યાદ આવી રહ્યું હતું. પોતે ઓફિસથી નીકળી અને બારમાં બેઠો હતો. બારમાં બેસવા નું કારણ પણ ઓફિસમાં રેહતું નાનું-મોટું કામ નું ટેન્શન. ત્યારબાદ તે પોતાની ગાડી લઈને ત્યાંથી ઘરે જવા નીકળ્યો હતો અને પોતાની ગાડી ઝાડ સાથે ટકરાઇ ગઇ હતી. માંડ માંડ કરીને ગાડીનો પાછલા દરવાજામાંથી બહાર નીકળ્યો હતો. ધીરે ધીરે રસ્તાની સાઈડમાં એક ઝાંખી લાઈટ દેખાઈ રહી હતી. એ દિશામાં એ થોડો ઘસડાતો ઘસડાતો ચાલ્યો. ત્યારબાદ એ ઘરમાં સ્ત્રીએ દરવાજો ખોલ્યો. વરસાદ ચાલુ હતો તેથી થોડો ભાનમાં હતો. શરીરમાં થોડી ઠંડી અનુભવાઈ રહી હતી. આજુબાજુમાં તમરાં બોલવા નો અવાજ આવી રહ્યો હતો. ત્યારબાદ લાલ સાડી વાળી સ્ત્રી એને ઘરની અંદર લઈ ગઈ અને પોલીસની ગાડીમાં બેસાડ્યા ત્યાં સુધીની બધીજ ઘટના એને યાદ આવી ગઈ.’

‘પોલીસ સ્ટેશન પાસે ગાડી આવીને ઉભી રહી. ગાડીમાંથી બધાને ઉતારવામાં આવ્યા. ! સામેવાળો પોલીસ-ઇન્સ્પેક્ટર બીજા ઓફિસર ને કંઈક કાનમાં કહેતા હોય એવું લાગ્યું.

image source

“ગાયકવાડ સાહબ. ઇતની સારી ઓરતે ઓર એક હી આદમી.. બહોત નાઈન્સાફી હૈ.” આજુબાજુના બાકી લોકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું. એની સાથે આવેલી સ્ત્રીઓ તો સ્તબ્ધ થઈને ઉભી હતી. એમના ચહેરા પર જરા પણ ચિંતા ની રેખા નહોતી. જાણે કે એમને હંમેશા માટે આદત હોય. આ જગ્યા એમની ખૂબ જ પરિચિત હોય એવી રીતે લાગતું હતું. પોલીસ સ્ટેશનનો એમને જાણે કોઈ ડર જ નહોતો.’

‘એક પોલીસ ઇન્સ્પેક્ટરે રાઘવને એની સામે બેસાડ્યો અને પૂછપરછ કરવાનું શરૂ કર્યું. “આટલી મોડી રાત્રે શું, કરી રહ્યો હતો. ? ઘરે બધા લોકોને ખબર છે તું ક્યાં હતો? તારા શરીર ઉપર ઘા ક્યાંથી લાગ્યા છે?” “સર તમે મને ઓળખતા નથી હું એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છું અને કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છું.” “તો પછી પૂછપરછ લાંબી ચાલશે હવે. કોર્ટ-કચેરીના ચક્કર લાગશે. શ્રીમાન તમારું નામ શું છે?” ” રાઘવ ….” “ઓકે આજે રાત્રેતો તમારે અહીંયા પોલીસ સ્ટેશનમાં જ રહેવું પડશે.!” “પરંતુ સાહેબ મારો કોઈ વાંક ગુનો જ નથી.?”

“મિસ્ટર રાઘવ તમે આ સ્ત્રીઓ સાથે શું કરી રહ્યા હતા? એ પણ આટલી મોડી રાત્રે?” “સાહેબ હું મોડી રાત્રે ગાડી ચલાવીને આવી રહ્યો તો અને મારી ગાડી ઝાડ સાથે ટકરાઇ ગઇ. હું અડધો બેહોશીની હાલતમાં હતો. અચાનક આશરો શોધી રહ્યો હતો અને આ લોકો પાસે જઈ ચડ્યો.” “અચ્છા હવે તો તમારા ઉપર વધારે ચાર્જ લાગશે. રાઘવ સામે બેઠેલા ઓફિસરે કહયું, ગાયકવાડ કેસ થોડો મજબૂત થતો જાય છે. ”

image source

“ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ છે.” “ડિરેક્ટર સાહેબ તમારી રેપ્યુટેશન તો હવે ગઈ. કંપનીમાં તમારી ઈજ્જત શું રહેશે? મિસ્ટર રાઘવ drunken હાર્ડ ઈન પોલીસ સ્ટેશન.. “. આજુબાજુમાં બે ત્રણ ઓફિસરનો ખડખડાટ હસવાનો અવાજ આવી રહ્યો હતો. ‘હવે પેલી સ્ત્રીઓ નહોતી દેખાઇ રહી. જાણે પોતે એકલો જ પોલીસ સ્ટેશનમાં હતો અને બધા પોલીસ એને ગુનેગાર સાબિત કરવા માટે પાછળ પડી ગયા હોય.’

“Mr Raghav તમે જલ્દીથી કોઈને તમારા ઘરેથી બોલાવી શકો છો. અહીંયાથી જવા માંગતા હોય તો..” ‘રાઘવના કપાળ ઉપર આટલી ઠંડીમાં પણ પરસેવાના બુંદ બજી ગયા હતા. પોતે વિચારી રહ્યો હતો કે આવતીકાલે કદાચ ન્યુઝપેપરમાં એના સમાચાર આવશે. કંપનીમાં અનપ્રોફેશનલ થઈ જશે. એમ્પ્લોય બધા એના પર હસી રહ્યા હોઈ. એવું મનમાં વિચારી રહ્યો હતો.’ ‘એની પત્ની સુશીલા શું વિચારશે? આઠ વર્ષની ખ્યાતિને શું ખબર પડશે? એની પત્નીની સમાજમાં શું ઈજ્જત !?’ ‘પત્ની શું વિચારશે ? રેડલાઇટ એરિયામાં ગયો હતો.

image source

રાઘવ પોતે પોતાની જાતને ઓળખે છે. એ કદાપિ આવું નહિ કરે પરંતુ પોતે એવું નથી કર્યું,આ વાત સુશીલાને કેમ સમજાવશે?’આઠ વર્ષની ખ્યાતિના માનસ પર શું અસર પડશે ? સુશીલા પોતાને જોઇને છૂટાછેડા માટે એના પપ્પાને વાત કરશે તો? બિઝનેસ શરૂ કરવા માટે સહાયતા કરેલી એ સુશીલાના પિતાજ હતા ….રાઘવના સસરા. અને એ કેવું વિચારશે ?’

“ઇન્સ્પેક્ટર સાહેબ તમે કંઈપણ કહો.. હું નિર્દોષ છું મને છોડી દો.” ” મિસ્ટર રાઘવ બધા જ ગુનેગારો આવું જ કહેતા હોય છે.” “નહી ઇન્સ્પેક્ટર સાહેબ હું એ લોકો જેવો નથી હું અલગ છું..” ” રાઘવ તમને કહ્યું ને બધા ગુનેગારો આવું જ કહેતા હોય છે. ગાયકવાડ સાહેબ મિસ્ટર રાઘવને લોકઅપમાં પુરવાની તૈયારી કરો.” “નહીં નહીં સાહેબ ……નહીં…..”

‘રાઘવ ઝબકીને પથરીમાં બેઠો થઈ જાય છે. એનો હાથ ટેબલ ઉપર પડેલ ખાલી ગ્લાસને લાગે છે, અને ગ્લાસ નીચે પડી તૂટી જાય છે.’ ‘સુશીલા રસોડામાંથી દોડતી આવે છે.’ “અરે રાઘવ શું થયું અચાનક? હજી તો સાડા પાંચ વાગ્યા છે. તમે તો મને છ વાગે જગાડવાનું કહેલું. તમે અડધો કલાક વહેલા જાગી ગયા છો ! અને આ આટલી સવારમાં તમારા કપાળ ઉપર પરસેવો કેમ વળી ગયો છે? હું તમને હંમેશા કહું છું ઓફિસના કામની ચિંતા નહીં કરો. કંપની ચાલતી રહેશે ચિંતા કરવાથી કાંઈ નહીં થાય. તમારા માટે કોફી લઈને આવું છું.” એમ કહીને સુશીલા રસોડા તરફ ગઈ.’

image source

‘હવે રાઘવે રાહતનો શ્વાસ લીધો. સુશીલા કોફીનો કપ લઇને રાહુલ પાસે બેઠી. “સુશીલા એક કામ કર. મારી ઓફિસની ફાઈલો જ્યાં છે એ રૂમમાં જા.” “તમે તો કહ્યું હતું કે, એરૂમમાં કોઈ એન્ટર થવું નહીં.” સુશીલાએ સામે સવાલ કર્યો.!

રાઘવે હસતા ચહેરા કહ્યું.: “હની, હું કહી રહ્યોછું ને આજે ! જા અને કબાટના ઉપરના ખાનામાં જે whisky ની જેટલી બોટલ છે, એ બધીજ લઇઆવ.” સુશીલા બોટલ લઈને સામે આવી અને પૂછ્યું. : ” હવે ?” ” હવે આખી બોટલ ખોલીને વોશરૂમમાં ખાલી કરી ને બોટલ ડસ્ટબિનમાં ફેંકી દે. !”

‘રાઘવ ના કહેવા પ્રમાણે સુશીલાએ કર્યું અને રાઘવ સામે આવીને ઊભી રહી. સુશીલા આજ પછી જીવનમાં ક્યારેય ડ્રિન્ક નહિ કરું, એટલું બોલીને રાઘવ સુશીલાને ભેટી પડ્યો .. સુશીલા પણ બદલાવનું કારણ વિચારતી ગડમથલમાં રાઘવને ભેટી પડી..’ ‘આઠવર્ષની ખ્યાતિ દરવાજા પાસે ઊભી રહીને દૃશ્ય જોઈ રહી હતી.. ખ્યાતિ દોડતી આવીને મમ્મી પપ્પાને વળગી પડી. !!!’

લેખક – ગૌરાંગ પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version