કાર ક્લીન કરતી સમયે અનેક વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. નહીં તો તમારી આ નાની લાપરવાહીને કારણે ગાડીના બોડી પર સ્ક્રેચ આવે છે અને સથે કાચ પર પાણીના ડાઘ પણ પડે છે. મેકેનિકલ એક્સપર્ટ સલમાન અલી કહે છે કે ગાડીના દરેક પાર્ટને અલગ ટ્રીટમેન્ટ આપવાની હોય છે. નહીં તો મહેનત પર પાણી ફરી વળે છે. તે સારી રીતે સાફ થતી નથી. આજે અમે આપને કેટલીક આવી યુઝફૂલ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે ગાડીને ક્લીન કરવામાં ફોલો કરવાથી કામ સરળ બને છે. આ સાથે જ તમારી ગાડીની આવરદા પણ વધી જાય છે.

આ ટિપ્સ સાથે જાતે જ કરો તમારી કાર ક્લીન
ગ્લાસ પેપર /કપડાંથી કારને ક્લીન ન કરો. તેનાથી ધૂળ કાચ પર જ રહે છે. . આ રીતે સાફ કરવાથી સ્ક્રેચ અને લિસોટા પડે છે.
કારને હંમેશા છાંયડામાં ધોવો, તડકામાં નહીં. તે જ્યારે ઠંડી -ગરમ થાય છે ત્યારે તેનો કલર ફેડ થઇ શકે છે.

કારમાં ધૂળ અને પેટ્સના વાળ ચોંટેલા છે તો અંદર લાગેલી મેટને વેક્યૂમ ક્લીનરથી ક્લીન/વોશ કરો. કામ સરળ બનશે.
માર્કેટની ક્લીનિંગ પ્રોડક્ટને યુઝ કરતાં પહેલાં સીટના કોર્નર પર ટેસ્ટ કરો. તેનાથી તમારી કારને નુકશાન નહીં થાય.
વ્હીલ્સને પહેલાં પાણીથી ભીના કરો. જેથી તેની પર જામેલી માટી કે ગંદગી સરળતાથી નીકળી જાય. પછી સાબુના પાણીથી ક્લીન કરો.

કારના એસી વેન્ટ્સ ક્લીન કરવા માટે ફોમનું યુઝ કરો. તેનાથી ડસ્ટ સરળતાથી સાફ થશે.
લેધર કે રેક્સીનના સીટ કવર ક્યારેય સ્પંજ કે હાર્ડ બ્રશથી ક્લીન ન કરો. નહીં તો સ્ક્રેચ પડે છે. ડ્રાઇ વાઇપિંગથી પણ બચો.
સીટને હૂંફાળા પાણીમાં ડિર્ટજન્ટ મિક્સ કરીને ક્લીન કરો. આખરે ઠંડુ પાણી યુઝ કરો. સીટ વધારે ભીની ન રહે. નહીં તો જલ્દી સૂકાશે નહીં.

પાણીથી ક્લીન કર્યા બાદ ક્લે બાર (વોશિંગ ટૂલ) પણ યુઝ કરો. જેથી બચેલું પાણી સૂકાઇ જાય અને તેની પર ડાઘા ન રહે.
પાણીના કારણે કારના દરવાજા કે બારી જામ થઇ હોય તો ધોયા બાદ ભૂલ્યા વિના ગ્રીસિંગ કરો.
તમે જાતે કરી રહ્યા છો તો ઇલેક્ટ્રીકલ પાર્ટસથી કવર કરો. નહીં તો ગાડી સ્ટાર્ટ કરવામાં તકલીફ આવી શકે છે.

ગ્લાસ રનર પર બોરિક પાવડર નાંખો, કાચ સરળતાથી ઉપર-નીચે થશે.
વોશ પછી વાઇપર ફ્રન્ટ ગ્લાસ પર અટકવા લાગે છે. એવામાં વાઇપર બોટલમાં બેબી શેમ્પૂ અને પાણી મિક્સ કરીને લેવલ કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ