ગાડીની સર્વિસ કરાવવાના અણસાર આપે છે આ સંકેતો, જાણીને કરો કૅર

કાર ખરીદવાનું જેટલું મોંઘું થયું છે તેટલું જ કારનું મેન્ટેનન્સ પણ મોંઘું પડે છે. કાર ખરીદતી સમયે તેનું મેન્ટેનન્સ શેડ્યુલ પણ આપવામાં આવે છે. તેમાં કારની સર્વિસની જાણકારી અપાય છે. તેને ફોલો કરવાનું જરૂરી છે. યોગ્ય સમયે કારની સર્વિસ કરાવવાથી તેના પરફોર્મન્સ અને માઈલેજ બંને પર અસર પડે છે. જો ગાડી જૂની છે તો તમે સર્વિસની સાથે સમયાંતરે તેનું મેન્ટેનન્સ કરાવો તે જરૂરી છે. એક્સપર્ટની માનીએ તો 6 મહિને કે 1 વર્ષમાં કારની સર્વિસ કરાવી લો. આમ કરવાથી તમારી કાર 10000 કિમીના સુધી ચાલે તો પછી સર્વિસ કરાવો. જો તેમ છતાં કોઈ સમસ્યા પરેશાન કરે છે તો સમજો કે કાર સર્વિસ માંગી રહી છે.

image source

બ્રેકમાં સમસ્યા

વાહનમાં બ્રેકની સિસ્ટમની કેટલી જરૂર છે તે આપણે સૌ જાણીએ છીએ. બ્રેક વાહનની સાથે સાથે સુરક્ષા માટે પણ મહત્વની છે. એવામાં કાર ચલાવતી સમયે તમે બ્રેકમાં કોઈ સમસ્યા અનુભવો તો તમારે સતર્ક થવાની જરૂર છે. બ્રેક પેડ થોડા દૂર લાગે તો તરત કારની સર્વિસ કરાવી લો. એક સમય બાદ વાહનના બ્રેક પેડ ઉખડવા લાગે છે. માટે તેને મેન્ટેન કરવા જરૂરી છે.

એન્જિનની વોર્નિંગ લાઈટ

કારમાં એન્જિન લાઈટ ચાલુ રહે છે તો સમજી જાઓ કે તમારી કારના એન્જિનમાં કોઈ તકલીફ છે. તેની પાછળનું કારણ કોઈ પણ હોઈ શકે છે. એવામાં તમે તરત સર્વિસ સેન્ટર પર જાઓ અને કારનું એન્જિન ચેક કરાવી લો તે જરૂરી છે. નહીં તો તમારે ક્યારેક રસ્તામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

image source

પાવરની ખામી

તમે જ્યારે ડ્રાઈવિંગ કરો છો અને તે સમયે તમને કારમાં પાવરની ખામી લાગે છે તો તેનું કારણ ઓછા એન્જિનનું કમ્પ્રેશન કે જામ ફ્યૂલ ફિલ્ટર હોઈ શકે છે. એવામાં કારમાં પાવરની ખામીના કારણે કારના ફંક્શનિંગ અને સેફ્ટી બંને પ્રભાવિત થાય છે. આ માટે મોડું કર્યા વિના કારના મિકેનિકની પાસે તેને લઈ જાઓ અને આ બાબત ચેક કરાવવાની સાથે જો સર્વિસને લાંબો સમય થયો હોય તો સર્વિસ પણ કરાવી લો તે જરૂરી છે.

કારમાંથી લીકેજ

અનેકવાર એવું બને છે કે તમારી કારની નીચે પાણી, એન્જિન ઓઈલ, કુલેંટ કે અન્ય કોઈ ચીજ પડતી જોવા મળે. આ સમયે તમારે તેને મોટી સમસ્યા સર્જાય તે પહેલા જ ક્યોર કરી લેવાની જરૂર છે. જો કાર ચાલુ થાય તો તરત જ તેને મિકેનિક પાસે લઈ જાઓ. નહીં તો ગરમીના કારણે બ્લાસ્ટ થવાની સમસ્યા રહી શકે છે.

image source

કારથી અવાજ આવવો

જો કાર સ્ટાર્ટ કરતી સમયે કે ચલાવતી સમયે કોઈ અવાજ આવે છે તો શોધવાની કોશિશ કરો કે આ અવાજ ક્યાંથી આવે છે. અનેક વાર એવું બને છે કે તમારા વાહનના માટે તે નુકસાન કરે છે. એવામાં વારેઘડી કારના અવાજને ઈગ્નોર ન કરો અને તેને સર્વિસ સેન્ટર પર લઈ જાઓ. અથવા તો નજીકના કોઈ મિકેનિકને કાર બતાવી લો તે પણ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ