જલ્સા કરોને જેંતીલાલ

ગઢ કુંડારનો રહસ્યમયી કીલ્લોઃ ઇ.સ. 1539થી અહીં કોઈ જ રહેતું નથી.

મધ્ય પ્રદેશના બુંદેલખંડના ટીકમગઢ જિલ્લાના ઓરછા ગામથી 70 કીલ્લો મીટરના અંતરે આવેલો આ કિલ્લો પહાડ પર સ્થિત છે. ભારતમાં એવા ઘણા બધા કીલ્લાઓ આવેલા છે જેની સાથે કેટલાએ રહસ્યો જોડાયેલા છે. રાજસ્થાનના ભાનગઢ કિલ્લાના પણ કંઈ ઓછા રહસ્યો નથી. પણ આ કિલ્લાના અનેક રહસ્યો છે.


દૂરથી દેખાય છે નજીક જતાં જ ગાયબ થઈ જાય છે

પહેલું રહસ્ય તો એ છે કે લગભગ 12 કિલો મીટરથી દૂરથી જો તમે આ કીલ્લાને જુઓ તો તમને તે સ્પષ્ટ દેખાય છે પણ જેમ જેમ તમે તેની નજીક જતાં જાઓ તેમ તેમ તે અદ્રશ્ય થતો જાય છે. કિલ્લા સાથે જોડાયેલી વાતો એટલી ભયભીત કરનારી છે કે સ્થાનીક લોકો તો શું પણ પર્યટકો પણ અહીં જતાં ડરે છે. તેમ છતાં તેના રહસ્યો અને તેનું સૌંદર્ય પર્યટકોને તેની તરફ આકર્ષે છે અને પર્યટકો ત્યાં ગયા વગર રહીં નથી શકતા.


ગઢ કુંડારનો ઇતિહાસ

ગઢ કુંડારના ઇતિહાસ સાથે જોડાયેલી મુખ્ય વ્યક્તિઓમાં નાગદેવ અને રુપ કુંવરનો ઉલ્લેખ છે. તેમની પ્રેમિકાની વાર્તાઓ આજે પણ બુંદેલખંડના લોકોગીતોમાં સાંભળવા મળે છે. 1539માં આ કીલ્લાનો ઉપયોગ પાટનગર તરીકે કરવામાં આવ્યો હતો.

આ કિલ્લાનું નિર્માણ લગભગ 800 વર્ષ જૂનું છે.1182માં આ કીલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કારણ કે તે વખતે પૃથ્વીરાજ ચૌહાણના પ્રમુખ ખેત સિંહ ખંગારે પોતાનું પાટનગર અહીં બનાવવાનું નક્કી કર્યું હતું. ખંગાર અને બુંદેલા વચ્ચેની મૈત્રી અને દુશ્મનીની ઘણી બધી વાતોનો ઉતિહાસમાં ઉલ્લેખ છે


આખીને આખી જાન કીલ્લામાં ગાયબ થઈ ગઈ હતી

આ કીલ્લા સાથે જોડાયેલી આ ઘટના ખુબ જ ભયભીત કરનારી છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ઘણા સમય પહેલાં ગામમાં જાન આવી હતી અને આખી જાનને આ કીલ્લો જોવાની ખુબ ઇચ્છા હતી અને બધા જ જાનૈયાઓ અહીં ફરવા આવ્યા હતા. તેમણે આખો કીલ્લો જોયો અને છેલ્લે તેના ભોંયરામાં ગયા અને ત્યાર પછી ક્યારેય જોવા નથી મળ્યા.


કીલ્લામાં ધરબાયેલા ખજાનાનું રહસ્ય

એવું કહેવાય છે કે અહીં સદીયો જુનો ખજનાનો ધરબાયેલો પડ્યો છે. અને કેટલાએ લોકોએ તેને મેળવવાની લાલચમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. અને કીલ્લાના ભોંયરામાં તેના ખજાનાની સાથે સાથે કેટલાએ રહસ્યો પણ ડટાયેલા પડ્યા છે. વિતેલા સમયમાં અહીંના રાજાઓ આર્થિક રીતે ખુબ જ સંપન્ન હતા અને તેમને ક્યારેય સોના ચાંદીની ખોટ નહોતી પડી.


સ્થાનીકો કીલ્લાને શાપિત માને છે

સ્થાનીકો ક્યારેય આ કિલ્લામાં જતાં નથી. અને આ કીલ્લામાં કોઈ જ રહેતું નહીં હોવા છતાં આ કીલ્લો સંપૂર્ણ સ્વચ્છ છે અને આવી શાંત જગ્યાએ જ્યાં ચામાચીડીયા સરળતાથી ઘર બનાવી લે ત્યાં એક ચામાચીડીયુ પણ જોવા નથી મળતું. 1517થી આ કિલ્લાને ત્યજી દેવામાં આવ્યો છે અને ત્યારથી તે અત્યાર સુધી ત્યાં કોઈ નથી રહેતું.


કીલ્લાની ભુલભુલામણી જેવી રચના

આ કીલ્લાની રચના ભુલભુલામણી જેવી છે. અહીં દીવસે પણ ઘોર અંધકાર જેવું લાગે છે. અને તેના કારણે દીવસે પણ આ કીલ્લો ભેંકાર લાગે છે. અને જો તમે એકલા હોવ તો દીવસે પણ અહીં આવવાની હીંમત ન કરો. અને કીલ્લાની રચના એવી છેકે તમે જો ધ્યાન ન રાખો તો કીલ્લામાં જ ખોવાઈ જાઓ.


ગઢ કુંડારનું બાંધકામ

આ કીલ્લો કુલ ચાર માળમાં ફેલાયેલો છે જમીન ઉપરના બે માળ અને જમીન નીચેના બે માળ. ઘણા સમય પહેલાં આખો કીલ્લો પર્યટકો માટે ખુલ્લો રાખવામાં આવતો હતો પણ કેટલીક અઘટીત ઘટનાઓના કારણે હવે ભોંયરાના બન્ને માળ બંધ કરી દેવામાં આવ્યા છે.

કીલ્લાની ઉંચાઈ 150 ફૂટ છે અને તેનું ક્ષેત્રફળ 400 સ્ક્વેર ફૂટનું છે. જોકે તે 1 હેક્ટરમાં ફેલાયેલો છે. તેના પ્રવેશ દ્વારની ઉંચાઈ 20 ફૂટની છે. સુરક્ષાના ઉદ્દેશથી બનાવવામાં આવેલા આ કિલ્લામાં સુરક્ષા માટે બે મીનારાઓ બનાવવામાં આવ્યા છે. આ કિલ્લાનો ઉલ્લેખ અકબરનામામાં કરવામાં આવ્યો છે.
આ કીલ્લાના ઓરડાની ડીઝાઈન એવી રીતે કરવામાં આવી છે કે અંદરના ઓરડામાંની વ્યક્તિ બહારનું બધું જ સરળતાથી જોઈ શકે છે પણ બહારની વ્યક્તિને અંદરનું કશું જ નથી દેખાતું.


કીલ્લો ધીમે ધીમે ખંડેર થઈ રહ્યો છે અને માટે જ વધારે અને વધારે બિહામણો બની રહ્યો છે

ગઢ કુંડારનો કીલ્લો દીવસેને દીવસે જરજરીત થઈ રહ્યો છે. તેની જોઈએ તેટલી સંભાળ લેવામાં નથી આવી રહી. જો કે તેનાથી તેની ખ્યાતિમાં કોઈ જ ફરક નથી પડ્યો. આજે પણ તે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં તેટલું જ કુતુહલ જગાવે છે.

પર્યટકો માટેના આકર્ષણો

ગઢ કુંડાર કીલ્લો તેના રહસ્ય માટે તો પર્યટકોને આકર્ષે જ છે પણ તેની સાથે સાથે અહીં, મુરલી મનોહર મંદીર, રાણીનો મહેલ, અન્ધાકોપ, તેમજ રાજ મહલ, નરસિંહનું મંદીર, રિસાલા, દિવાન-એ-આમ, દીવાન–એ ખાસ, કારાવાસની ઓરડીઓ વિગેરે પણ જોવા લાયક છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version