અમુક ઘટનાઓ આપણને આભાસ કરાવે છે કે ઈશ્વર કાલની સીમાઓથી પરે છે, ઈતિહાસ કહે છે

અમુક ઘટનાઓ આપણને આભાસ કરાવે છે કે ઈશ્વર કાલની સીમાઓથી પરે છે, ઈતિહાસ કહે છે

image source

હોળીકા પ્રહલાદને લઈને સળગતા અગ્નિના કુંડમાં બેસી ગઈ હતી. જો કે એની પાસે આગમાં ન બળવાનું વરદાન પણ હતું તેમ છતાં તે સળગી ગઈ હતી અને પ્રહલાદ આગ જેવી શક્તિ અને મહાન ઉર્જાસ્ત્રોત સમાન પદાર્થથી પણ પ્રભાવી થયા વગર જીવંત બચી ગયો હતો. આ ઘટના દર્શાવે છે કે વસ્તુઓ કરતા ઉપર પણ એક શક્તિ છે. આવી ઘટનાઓ ઇતિહાસના પત્તામાં રચાયેલી છે.

image source

લખનઉ : આપણા ધર્મશાસ્ત્રોમાં ઈશ્વરની સત્તા વિશેનું વર્ણન પણ જોવા મળે છે. વિશ્વ આખાયના સંચાલન માટે ઈશ્વરની જુદી જુદી શક્તિઓ પોતાની રીતે કાર્ય કરે છે. આ શક્તિઓ પર માણસ તરીકે આપણને અતુટ વિશ્વાસ પણ હોય છે, તેમ છતાય કેટલીક એવી ઘટનાઓ અંધવિશ્વાસ અથવા રહસ્ય કે પછી અપવાદ બનીને રહી જતી જોવા મળે છે. ઈતિહાસ આવી ઘટનાઓની સાક્ષી પણ પૂરે છે. આપણા શાસ્ત્રોંમાં પણ એક કથા હોલિકા અને ભક્ત પ્રહલાદની છે. કહેવાય છે કે હોલિકા ભાઈના કહેવાથી પ્રહલાદને લઈને આગના કુંડમાં કુદી ગઈ હતી, જો કે આગમાં ન બળવાનું એને વરદાન હતું તો પણ એ સળગી અને પ્રહલાદ એ આગમાંથી સકુશળ બહાર નીકળી શક્યો હતો. આ ઘટના ઈતિહાસ સાથે આપણને એ પણ શીખવે છે કે દરેક શક્તિ કરતા ઉપર પણ એક શક્તિ જરૂર અસ્તિત્વ ધરાવે છે. આવી કથાઓ ઇતિહાસના પાનાઓમાં અમર છે. જો કે આવી રચનાઓ દેશની ધરતી પર ન ઘટીને અન્ય જગ્યાએ ઘટે ત્યારે આના પર રહસ્ય અકબંધ રહે છે.

image source

ઘણા બુદ્ધિમાન લોકો એમ પણ કહેશે કે આ તો પૌરાણિક કહાની માત્ર છે, એના પર આજના સમયમાં વિશ્વાસ ન કરી શકાય. આજના વિજ્ઞાનવાદી સમયમાં આવું પુછાય એ સામાન્ય બાબત છે. પણ ઈશ્વીય સત્તાને તો કોઈ પણ વિજ્ઞાન કે કાળની સીમાઓ બાંધી શકતી નથી કે રોકી શકવાની પણ નથી. જેનું એક સુંદર ઉદાહરણ શ્રી સી. ડબલું લેડી બીટરે પોતાના પુસ્તક “અનવિજીબલ હેલ્પર્સ”માં આ પ્રકારે દર્શાવ્યું છે.

image source

“એક વાર લંડન શહેરના હાલબર્ન માર્ગ પર ભયંકર આગ લાગી હતી, જેમાં સળગીને બે ઘર ખાખ થઇ ગયા. આ ઘરોમાં એક વૃદ્ધ મહિલા કે જે ધુમાડાના કારણે શ્વાસ રોકાઈ જવાથી પહેલા જ મરી ગઈ હતી, એ સિવાયના બધાયને બચાવી લેવામાં આવ્યા હતા. આગ એટલી ભયંકર હતી કે એ ઘરમાંથી કોઈ પણ સમાન બહાર કાઢી શકાયો નહી.”

image source

“જે સમયે બંને મકાન લગભગ બળી ચુક્યા હતા, ત્યારે ઘર માલિકને અચાનક યાદ આવ્યું કે એની એક મિત્ર પોતાના નાના બાળકને એક રાત માટે એની પાસે મુકીને કોઈ કામના કારણે કાલચેસ્ટર ગઈ હતી. એ બાળકને અટારીમાં સુવાડાવ્યું હતું અને એ સ્થાન અત્યારે સંપૂર્ણ પણે આગની લપટોમાં ઘેરાઈ ચુક્યું હતું. આગની જવાળાઓની ગરમીમાં આ સમયે પત્થર પણ મીણની જેમ ઓગળીને ટપકી રહ્યું હતું.”

image source

“આવી સ્થિતિમાં બાળકના જીવનની આશા કરવી જ વ્યર્થ હતી તો પછી એને શોધવા માટે બળતા ઘરમાં કોણ જાય. પણ એક આગ ઓલવનાર વ્યક્તિએ સાહસ કર્યું અને બધા જ ઉપકરણો સાથે તે એ રૂમમાં જઈ પહોચ્યો, જ્યાં બાળકને સુવડાવવામાં આવ્યું હતું. આ સમય સુધીમાં તો ઘરનો ઘણો ભાગ સળગી ચુક્યો હતો પણ આગ રૂમમાંથી ગોળાવો ખાઈને સમજી શકાય નહી એમ રહસ્યમયી રીતે બારીમાંથી મહાર નીકળી ગઈ હતી.

image source

વચ્ચેના ગોળાવામાં બાળક એટલું શાંતિથી સુઈ રહ્યું હતું જાને કે એ માતાના ખોળામાં સુઈ રહ્યું હોય. બહારનું દ્રશ્ય જોઇને એ ચિંતિત જરૂર હતું પણ એની દિશામાં એક પણ આગની ચિંગારી આગળ વધવાનું સાહસ કરતી ન હતી. જે ખૂણામાં બાળક સુતું હતું એ ખૂણો એકદમ કોરો બચી ગયો હતો. જે પાટિયા પર ખાટલો હતો એ પાટિયું અડધું અડધું બળી ચુક્યું હતું. પણ ખાટલાની આસપાસ કોઈ પ્રકારની આગ ન હતી ઉલટાનો ત્યાં દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો. જ્યાં સુધી આગ ઓલવનારે બાળકને સકુશળ ઉપાડી ન લીધો, ત્યાં સુધી એ પ્રકાશ પોતાની દિવ્યતાનો અજવાશ પાથરતો રહ્યો હતો. પણ જેવો એ વ્યક્તિ બાળકને લઈને પાછળ ફર્યો એટલામાં ત્યાં આગ ફેલાઈ ગઈ અને ફેલાયેલો દિવ્ય પ્રકાશ પણ અદ્રશ્ય થઇ ગયો.’

આ ઘટના પણ કાળ ચક્રના પરે પણ કોઈ શક્તિ હોઈ શકે એની સાક્ષી પૂરે છે, અથવા એમ કહો કે કોઈ એવી શક્તિના અસ્તિત્વને દર્શાવે છે જે બાળકની રક્ષા માટે ઈશ્વરીય શક્તિને પણ પડકારી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ