“ફન બનાના બાઇટ્સ” – આ રેસિપી કિડ્સ સ્પેશ્યલ છે એકદમ સરળ છે અને બાળકો પણ ખુશ થઇ જશે..

“ફન બનાના બાઇટ્સ”

સામગ્રી :

૨ મોટાં પાકાં કેળાં,
૧/૨ કપ પીનટ બટર,
૧/૨ કપ ચૉકલેટ ચિપ્સ / ચૉકલેટ મેલ્ટ,
૧/૨ શેકેલા સિંગદાણા ક્રશ કરેલા,
અથવા,
અખરોટ, બદામ, કાજુ,

રીત :

કાચના એક બાઉલમાં ચૉકલેટ મેલ્ટ કરી લેવી. સિંગદાણાને શેકી ફોતરાં કાઢીને એને ક્રશ કરી લેવા. કેળાંની છાલ કાઢી એક કેળામાંથી બે ભાગ કરવા. કેળાને વચ્ચેથી સ્કૂપ કરવું (સ્કૂપરથી). કેળાને ચૉકલેટ સૉસમાં ડિપ કરી (અડધું) એને પીનટ અથવા કોઈ પણ ન્ાટ્સ લગાડી ફ્રિજમાં સેટ કરવા રાખવું. ચૉકલેટ સેટ થઈ જાય પછી એને બહાર કાઢી વચ્ચેના સ્કૂપ પાર્ટમાં નોઝલથી (સ્ટાર) પીનટ બટર અંદર ભરી ઉપર સુધી લઈ એમાં બિગ સ્ટાર ડિઝાઇન કરી ચિલ્ડ સર્વ કરવું.

નોંધ :

પીનટ બટરની જગ્યાએ હેઝલનટ પેસ્ટ, જૅમ, કૅરમેલ સૉસ, ચૉકલેટ સૉસ વાપરી શકાય.

રસોઈની રાણી :- કેતકી સૈયા

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી