ફૂલોને પધરાવી દેવાને બદલે કર્યું કંઈક એવું જેનાથી પ્રકૃતિનું સંરક્ષણ પણ કરે છે અને કમાણી પણ, જાણો શું છે બે યુવાનોનું આ સ્ટાર્ટ અપ…

અમદાવાદના આ બે યુવાનોએ પૂજામાં વપરાતા ફૂલોનો એવો ઉપયોગ શોધી કાઢ્યો કે સૌ તેમની પ્રસંશા કરતા થાકતા નથી… એક નવું જ સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે આ બે યુવાનોએ, ભગવાનને ચડતા ફૂલો હવે નદીમાં નહીં પધરાવાય… બનશે તેમાંથી ખેતી ઉપયોગી ઉત્પાદનો અને સુગંધિત અગરબત્તી. એવી વાત જાણાવા મળે તો જરૂર નવાઈ લાગશે. આવો જાણીએ શું છે આખી વિગત…


અમદાવાદના બે નવજુવાનો અર્જુન ઠક્કર અને યશ ભટ્ટને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના એક ખાસ પ્રકારના સ્ટાર્ટ અપ માટે જમીન ફાળવી આપી છે. જેમાં તેઓ મહેનત કરીને એવું કામ કરી રહ્યા છે જેનાથી દેવસ્થાનોમાં ભગવાનની પૂજામાં વપરાયેલા ફૂલો અને પાનોને એકઠ્ઠા કરીને તેમાંથી એવી વસ્તુ બનાવાય છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ઉપયોગ કરી શકે છે અને તેમાંથી આ યુવાનો કમાણી પણ કરી શકે છે. તમે પણ આવું કરવા જરૂર વિચારી શકો છો, હવેથી દેવતાઓને ચડાવેલા ફૂલોને પાણીમાં પધરાવી દેવાને બદલે કરી શકો છો કંઈક એવું, જેથી પર્યાવરણની રક્ષા પણ થાય અને તેમાંથી આવક પણ ઉપજી શકે છે.

શું છે તેમનું આખું સ્ટાર્ટ અપ, જાણીએ.


આપણે ઘરમાં પણ કોઈ નાની મોટી પૂજા કરાવીએ તો પણ જેને આપણે ‘નમોણ’ કહીએ છીએ એવા પુષ્પો અને પાન એકત્ર કરીને તેને ખાતર બનાવવામાં અને સુગંધી ફૂલોને અગરબત્તી બનવવામાં ઉપયોગમાં લેવાય છે. આખું કામ એક યોગ્ય આયોજન સાથે થાય છે. શહેરના ૪૬ મંદિરો અને ૪૦ જેટલાં જૈન દેરાસરોમાં જઈને પૂજા કરીને ઉતારેલા ફૂલોને ભેગાં કરવામાં આવે છે. જેને લઈ જવા માટે શહેરની કોર્પોરેશને તેમને ૨ વાહનો અને ૨ લાખ રૂપિયાની સહાય કરી છે. તેઓને એક વર્ષ સુધી આ કામ કરી શકવાની પરમીશન આપી છે. તેઓ દરરોજ હજાર કિલો જેટલું, અધધ કહી શકાય તેટલા ફૂલો ભેગા કરી લે છે. જે ખરેખર નવાઈ લાગે તેવો આંકડો છે.


આ એકત્રીત કરેલ ફૂલોને પ્રોસેસ કરીને તેમાંથી કુદરતી ખાતર બનાવાય છે અને અગરબત્તી બનાવવાનો માવો બનાવય છે. જેને તેનો ૫૦% હિસ્સો કોર્પોરેશનને આપવાનો રહે છે અને બાકીનો માલ તેઓ બજારમાં વહેંચી શકે છે. જાહેર રસ્તાઓ ઉપર ઉગાડેલા વૃક્ષો અને છોડોમાં આ કુદરતી ખાતર નાખવામાં આવે છે જેનાથી પર્યાવરણની જાળવી જેવો ઉમદા ઉદ્દેશ સર થઈ શકે છે. વધુમાં, જળાશયોમાં કે કોઈ કચરા નાખવાના સ્થાને આ પવિત્ર ફૂલોને પધરાવી દેવાને બદલે તેમાંથી ઉત્તમ ઉપયોગમાં લઈ શકાય તેવું ઉત્પાદન થાય છે. જે ખરેખર પ્રેરણા લઈ શકાય તેવી બાબતો છે. તેઓ ૧૫ દિવસમાં જે એક નોંધપાત્ર કામ કહી શકાય તેટલું ખાતર બનાવી લે છે.


અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસે આવેલ નાનકડી જગ્યામાં આ બંને યુવાનોએ પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. સ્વરોજગારની દ્રષ્ટિએ અને કુદરતી સંસાધનોની જાળવની રીતે જોઈએ તો આ એક ઉત્તમ ઉપાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ