ઘરમાં મુકો ફેંગશુઈની આ 5 વસ્તુઓ, થશે અઢળક ધન લાભ અને સાથે સ્વાસ્થ્ય પણ રહેશે સારું

બજારમાં ઘણા પ્રકારની ફેંગશુઈ આઈટમ જેમ કે લાફિંગ બુદ્ધા, ચાઈનીઝ કવાઇન, ચાઈનીઝ બેલ્સ વગેરે વસ્તુઓ મળે છે, જેને ઘરમાં મુકવાથી ધનમાં વૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય, સુખી દામ્પત્ય જીવન અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય આ બધામાં જ ખાસ લાભ થાય છે. આજે અમે તમને એવી જ કેટલીક ફેંગશુઈ આઇટમ્સ વિશે જણાવવા જઈ રહ્યા છે જેના વિશે લોકોને ખૂબ જ ઓછી જાણકારી છે પણ આ વસ્તુના ઉપયોગથી તમને ઘણા લાભ થઈ શકે છે.

બેલ્સ (ઘંટડી)

image source

તમે તમારા ઘરમાં બેલ્સને ખાસ જગ્યા આપી શકો છો. ફેંગશુઈ અનુસાર બેલ્સમાંથી નીકળતો મધુર અવાજ ખૂબ જ શુભ હોય છે. એને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

ફેંગશુઈ બેલ્સને ઘરના મુખ્ય દ્વાર કે બારી તરફ લટકાવી ડો જેથી કરીને હવા દ્વારા જે મધુર અવાજ ઉતપન્ન થાય અને એના દ્વારા સકારાત્મક ઉર્જાનો સંચાર ઝડપથી થાય.

વેલ્થ સ્ટોન.

વેલ્થ સ્ટોન દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. વેલ્થ સ્ટોન ખૂબ જ એટ્રેકટિવ હોય છે અને એટલે જ એ હોમ ડેકોરના કામમાં પણ આવે છે. એની હાજરીથી આર્થિક લાભ થાય છે એટલે તમે એને તમારા ઘરમાં ખાસ સ્થાન આપી શકો છો.

દક્ષિણ- પશ્ચિમ કે પછી ઉત્તર- પૂર્વ દિશામાં વેલ્થ સ્ટોન રાખવાથી ઘરમાં રૂપિયા પૈસાની કમી નથી થતી. આ સ્ટોન્સ ધનને આકર્ષિત કરે છે.

વેલ્થ બાઉલ.

image source

વેલ્થ સ્ટોન અને વેલ્થ બાઉલમાં કઈ જાજો ફરક નથી હોતો. વેલ્થ સ્ટોનની જેમ જ વેલ્થ બાઉલ પણ આર્થિક દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. એને ઘરમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

વેલ્થ સ્ટોનની જેમ વેલ્થ બાઉલને પણ ઘરની દક્ષિણ- પશ્ચિમ કે ઉત્તર- પૂર્વ દિશામાં રાખવું શુભ ગણાય છે.

ચાર્મ કાર્ડસ

image source

ફેંગશુઈ અનુસાર, ચાર્મ કાર્ડસ પણ શુભ ફળદાયી હોય છે. એ ઘણા બધા પ્રકારના હોય છે જેમ કે સુખ શાંતિ માટે, સમ્માન માટે, પૈસા માટે, બાળકો માટે, સ્વાસ્થ્ય માટે, કરિયર માટે વગેરે. પોતાની જરરિયા અનુસાર તમે કોઈપણ કાર્ડ તમારી પાસે રાખી શકો છો

ચાર્મ કાર્ડસને તમેં તમારા ઘર, તિજોરી, પર્સ કે બેન્ક લોકરમાં પણ મૂકી શકો છો.
પિરામિડ

image source

બજારમાં ફેંગશુઈ પિરામિડ પણ મળે છે. એ સ્વાસ્થ્ય અને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયક હોય છે. એની હાજરીથી ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં બદલાઈ જાય છે

નાની સાઈઝના પીરામીડને તમે સૂટકેસ, પોકેટ વગેરેમાં પણ મૂકી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ