ફુદીનાનું રાઇતું – ગરમીની મૌસમમાં બનાવો ઠંડુ ઠંડુ રાયતું….તીખા તીખા શાક ને રોટલી જોડે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે…

ફુદીનાનું રાઇતું

ફુદીનાનો તો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીએ જ છીએ. ચટણીમાં હોય કે જ્યુસમાં. પરંતુ ઉનાળામાં જયારે તીખા તીખા શાક રોટલી જોડે નથી ભાવતા તો ત્યારે આ ફુદીનાનું ઠંડુ રાઈતું મળી જાય તો જમવાની મજા જ અલગ થઇ જાય છે.

રાઇતું તો ઘણા અલગ અલગ જાત ના આપણે બનાવીએ જ છીએ. ગુંદીનું રાઇતું હોય કે કાકડીનું પરંતુ ઉનાળામાં ફુદીનાના રાઈતાથી એક અલગ જ તાજગીનો અનુભવ થાય છે.

સામગ્રી :

  • ૧ વાડકો દહીં,
  • ૧૫-૨૦ પાન ફુદીનો,
  • ૧ નંગ લીલું મરચું,
  • ૧ ચમચી કોથમરી,

મસાલા….

  • ૧/૨ ચમચી નમક,
    ૧/૨ ચમચી ખાંડ,
  • ૧/૨ ચમચી સેકેલું જીરું,
  • સ્વાદ અનુસાર..
  • સંચર, મરચું પાઉડર, ગરમ મસાલો.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું સામગ્રીઓ. દહીં, ફુદીનો અને કોથમરી જેને પાણીથી ખુબ જ ધોઈ લઈશું ત્યાર બાદ લીલું મરચું લઇ તેને પણ નાના ટુકડા કરી લેવા.ત્યાર બાદ મસાલાઓ લઈશું જેમાં તમારા પસંદીના મસાલાઓ પણ ઉમેરી શકાય છે.

હવે દહીંને આપણે જરણી વડે વલોવી લઈશું જેથી ખુબ જ સરસ ઘોરવું તૈયાર થઇ જશે.

હવે આપણે દેસી રીતે રાઇતું બનાવીશું તો તેના માટે મિક્ષ્ચર ની જગ્યા એ ખાંડણી નો ઉપયોગ કરીશું.

હવે તેમાં કોથમરી મરચા અને ફુદીનો ઉમેરી જીણા ખાંડી લઈશું. જેથી તે ક્રશ પણ થઇ જશે અને તેનો ખુબ જ સરસ ફ્લેવર આવશે.હવે તેને એક બાઉલ માં કાઢી અને આગળ ની પ્રોસેસ કરીશું. પરંતુ આ મિશ્રણ માં જરૂર લાગે તો ફુદીનો વધારે પણ ઉમેરી શકાય છે. અને તીખું ના પસંદ હોય તો ફુદીનો અને કોથમરી જ ઉમેરી બનાવી શકાય છે.

હવે આપણે એક બાઉલ માં દહીં કાઢી લઈશું. જેને પેલેથી ઘોરવું કરી ફ્રીઝ માં ઠંડુ કરી લીધેલું છે.

હવે એક મોટા બાઉલમાં દહીં કાઢી તેમાં પીસેલા કોથમરી, મરચા, અને ફુદીના ને ઉમેરી દો. અને ચમચી વડે ખુબ જ મિક્ષ કરી લો.હવે તેમાં ઉમેરીશું મસાલાઓ. જેમાં તમે તમારા સ્વાદ મુજબ પણ મસાલા લઇ શકો છો.

બધા જ મસાલો ઉમેર્યા બાદ તેને સરખા મિક્ષ કરી લેવા જેથી તે દહીં માં ઓગળી જાય અને ખુબ જ સરસ સ્વાદ આવે.

તો તૈયાર છે ઉનાળામાં ઠંડક અને રીફ્રેશ્મેન્ટ આપતું ફુદીના નું રાઇતું. જે રોટલી, ભાખરી તેમજ પરાઠા જોડે ખુબ જ સરસ લાગે છે.

નોંધ:

ફુદીના રાઈતા માત્ર ફુદીનો અને દહીંના મિશ્રણથી પણ બનાવી શકાય છે.

મસાલામાં પણ ખાલી નમક કે તમારા ગમતા મસાલા ઉમેરવાથી પણ ખુબ જ સરસ ટેસ્ટ લાગશે.

આ રાઈતું બનાવી ને સીધું પણ સેર્વ કરી શકાય છે. તેમજ આ રાઈતા ને ફ્રીઝ માં મૂકી ઠંડુ સેર્વ કરીએ તો પણ સરસ લાગે છે.

ફુદીનાના ફાયદાઓ

ફુદીના આપણા શરીર ને તરો-તાજા કરી દે છે.

ફુદીના માં વિટામીન E ની માત્રા ખુબ જ વધારે પ્રમાણ માં આવેલી હોય છે. જે આપણા શરીર ને ખુબ જ હેલ્થી તેમજ ફીટ રાખે છે.

ફુદીના થી આપણા મોઢા માં આવતી દુર્ગંધ દુર કરી શકાય છે. દાત માં થતા પ્રોબ્લેમ દે દુર કરવા ફુદીના ને પીસી તેનું ચૂર્ણ બનાવી દાત સાફ કરવાથી રાહત થાય છે. મોઢા ને સંબંધિત કોઈ પણ પ્રકાર ના રોગ માંથી રાહત થાય છે.

ફુદીના થી ચેહરા પર ના ખીલ દુર થાય છે. ફુદીનો એક નેચરલ અને આયુર્વેદિક ઔષધી છે. કે છે ચેહરા પર ના ખીલ ને દુર કરે છે.

ફુદીના ને પીસી તેમાં થોડો લીંબુ નો રસ મિક્ષ કરી પેસ્ટ બનાવી લો. તેને રોજ ફેસ પર લગાડી ૧૫ મિનીટ પછી પાણી વડે ચેહરો ધોઈ લેવો. જેથી તમારી ત્વચા એકદમ તરોતાજા થઇ જશે.

ફુદીનો બીપી નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે.

પેટ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તેના નિવારણ માટે ફુદીનો ખુબ જ ફાયદા કારક છે. તેમાં ફુદીના ની ચટણી, રાઇતું કે તેનો રસ પણ લઇ શકાય છે. ફુદીના માં રહેલા તત્વો થી પેટમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે.

કફ ઉધરસ જેવી સમસ્યાઓ માં પણ ફુદીનો ખુબ જ ઉપયોગી છે.

ફુદીનો એક માઉથ-ફ્રેશનર તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે.

શરીરમાં કઈ પણ વાગ્યું હોય કે દાજી ગયા હોય તેના પર ફુદીનાનો લેપ લગાડવાથી ખુબ જ રાહત થાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી