“ફુદીના લચ્છા પરાઠા” – હવે જયારે પણ કોઈ પંજાબી કે નવીન સબ્જી બનાવો તો સાથે આ પરોઠા જરૂર બનાવજો..

“ફુદીના લચ્છા પરાઠા”

ઘઉં ના લોટ માંથી બનતા આ પરાઠા એકદમ સ્વાદિષ્ટ અને આકર્ષક છે. આ પરાઠા માં પાતળા ઘણા લેયર હોય છે. બાળકો ને દરેક વસ્તુ માં કંટાળો બહુ જલ્દી આવી જતો હોય છે , આ પરાઠા સાથે જમવાનું પીરસો , એ લોકો ના ભાવતું શાક પણ ખાઈ જશે .

મેં આ પરાઠામાં ફુદીના ની ફ્લેવેર આપી છે આપ ચાહો તો સાદા મસાલા વાળા પણ બનાવી શકો .. આ પરાઠા કોઈ પણ ગ્રેવી વાળા શાક કે રાઈતા કે તીખારી સાથે પીરસી શકાય .. આ પરાઠા ચા સાથે પણ મસ્ત લાગશે.. એક વાર જરૂર બનાવી જોજો ..

જોવા માં કદાચ આ પરાઠા થોડા અઘરા લાગશે , પણ બહુ જ સરળ છે .લચ્છા પરાઠા બનવાની ઘણી રીત છે . અહી જે બતાવી છે એ સાવ સરળ રીત છે . ચાલો જોઈએ રીત ….

સામગ્રી :

• ૧/૨ વાડકો ફુદીના , બારીક સમારેલો,
• ૩ વાડકા ઘઉં નો લોટ ,
• મીઠું,
• ૪ ચમચી તેલ,
• ૧ ચમચી ચાટ મસાલો,
• ૧ ચમચી જીરું નો ભૂકો,
• ૧/૨ ચમચી મરી નો ભુકો,

રીત :

મોટી થાળી માં સમારેલો ફુદીનો , મીઠું , તેલ અને ઘઉં નો લોટ બધું મિક્ષ કરી લોટ બાંધો .

આ લોટ ઢાંકી ને ૨૦-૨૫ min સુધી રાખી દો ..

નાના બાઉલ માં ચાટ મસાલો , મરી નો ભૂકો અને જીરા નો ભૂકો મિક્ષ કરી બાજુ પર રાખી લો ..


લીંબુ જેવડા લુવા કરી લેવા લોટ માંથી .. પાટલા પર મોટી રોટી વણો . એના પર ઘી / તેલ લગાવી દો . આ ઘી/તેલ જ લયેર બનાવા માં મદદ કરશે તો પાથરવા માં બહુ ચીકાશ ના કરવી, હવે એના ઉપર તૈયાર કરેલો મસાલો છાંટો ..

ઉપર થી સાડી ની પાટલી ની જેમ વાળો ..

હવે એ લાંબી પટ્ટી જેવું દેખાશે.. જમણી બાજુ થી રોલ વળતા જાઓ ..

 

ડાબી બાજુ નો ખૂણો આવે ત્યારે તેને આ તૈયાર થયેલા લુવા ની અંદર નાખી દેવું. આપેલા ફોટો જોવાથી ખ્યાલ આવશે..


હળવા હાથે દબાવી લુવું તૈયાર કરો .. પાટલા પર રાખી હળવા હાથે પરોઠું વણો.

બહુ વજન દેશો તો લયેર નહિ રહે અને સાદા પરાઠા જ લાગશે , જોકે સ્વાદ તો એટલો જ ઉત્તમ રેહશે ,,
વણેલાપરાઠા ને ગરમ તવા પર બેય બાજુ તેલ મૂકી શેકી લો .

શેકતા સમયે તમને લેયર છુટા પડતા દેખાશે . ડીશ માં પરાઠા લઇ બેય હાથ ની કિનારી દબાવો , લયેર આરામ થી છુટા પડી જશે ..

ગરમ ગરમા પીરસો ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી