પીવો આ 5માંથી એક જ્યૂસ, અને કબજીયાતની તકલીફને હંમેશ માટે કરી દો દૂર…

કબજિયાતમાં ગુણકારી પાંચ ફ્રુટ જ્યુસ.

કહેવાય છે કે કોઈ પણ રોગનું મૂળ પેટમાં રહેલું છે. અને પેટ સમગ્ર પાચનતંત્રનું નિયમન કરે છે.એટલે કે જો ખોરાક સરખો પચતો ન હોય અને શરીર જમા થયેલા ખોરાકનું યોગ્ય રીતે શુદ્ધિકરણ ન કરતું હોય તો તેમાંથી ગંભીર રોગ સર્જાવાની શક્યતા રહેલી છે. આહારનું યોગ્ય પાચન થવું જરૂરી છે અને અપાચ્ય ખોરાક અને બગાડનુ મળ ત્યાગ દ્વારા યોગ્ય રીતે શરીરમાંથી બહાર નીકળવું પણ જરૂરી છે. શરીરમાં રહેતો બગાડ ગેસ, અપચો તથા અન્ય રોગ માટે જવાબદાર બને છે.

image source

સરળ રીતે મળ વિસર્જન ન થતું હોય તો તે કબજિયાતની સમસ્યા છે. કબજિયાત રોગનું મૂળ છે.મામૂલી ગણાતી કબજિયાતની સમસ્યાનું નિવારણ થવું અતિ જરૂરી છે કારણ કે આ મામૂલી સમસ્યા ભવિષ્યમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

ખોરાકમાં લીલાં પાંદડાંવાળા શાકભાજી તથા રસાદાર અને ફાઇબર વાળા ફળ નો નિયમિત ઉપયોગ વિપુલ માત્રામાં પીવાનું પાણી કબજિયાત દૂર કરે છે.

image source

કબજીયાત ના મુખ્ય કારણોમાં અપશો દવાઓની આડઅસર અને પાણીની ઉણપ ઉપરાંત ઘણા બધા કારણો હોઈ શકે છે. એક અઠવાડિયામાં ત્રણ થી ઓછી વાર થતો મળત્યાગ કબજિયાત ગણાવાય છે. જો નિયમિત રીતે મળ ત્યાગ કરવાની ઈચ્છા થતી હોય અને એ માટે બાથરૂમમાં જતા હો અને મળત્યાગ કરવામાં તકલીફ પડતી હોય એ પણ કબજીયાતનું લક્ષણ છે.

કબજિયાતના અન્ય લક્ષણોમાં અનિયમિત રીતે થતો મળ ત્યાગ, કડક અને ગંઠાયેલો મળ, મળ ત્યાગ સમયે કરવું પડતું જ હોત તથા પૂરતું પેટ સાફ નહિ થતું હોવાની થતી અનુભૂતિ કબજિયાત ના લક્ષણો છે.

image source

મોટેભાગે કબજિયાત દૂર કરવા માટે ઘરેલુ ઉપાય અપનાવવામાં આવે છે . યોગ્ય આહાર, દાળ અને દાળનું પાણી, શાકભાજીનો સૂપ, ભાજી, ગરમ દૂધ, હૂંફાળું પાણી, સવારમાં નરણે કોઠે ગરમ લીંબુ પાણી, ત્રિફળા ચુરણ, હરડે, દિવેલ જેવા ઉપાયો અકસીર સાબિત થાય છે.

ઘણીવાર ઉપર જણાવેલા ઉપાયો પસંદગીની દ્રષ્ટિએ નાપસંદ વિશેષ જોવા મળે છે. આવા સમયે અમે કબજીયાત ઉપાય તરીકે આપને પાંચ પ્રકારના જ્યુસનો ઉપયોગ કરવાનું સૂચન કરીએ છીએ કારણ લોકો મોટે ભાગે ફ્રુટ જ્યુસ વધુ પસંદ કરે છે અને ફ્રુટ જ્યુસ કબજિયાત તો દૂર કરે જ છે પરંતુ સાથે સાથે શરીરને પોષક તત્વો પણ પૂરા પાડે છે.

પ્રૂન જ્યુસ

image source

પ્રૂન જ્યૂસમાં ભરપૂર માત્રામાં ફાઇબર તેમજ સોર્બિટોલ રહેલા છે.પ્રૂનમાં રહેલું સોરબિટોલ અને ફાઇબર આંતરડામાં રહેલા મળને સોફ્ટ બનાવી ધક્કો મારી શરીરની બહાર આવવામાં મદદ કરે છે. પ્રૂન વિટામિન સી અને આર્યનનું ઉત્તમ સ્ત્રોત છે.તેમાં લગભગ 2.6 ગ્રામ ફાઈબર રહેલું છે.

એપલ જ્યુસ

image source

એપલ જ્યુસ પણ કબજિયાતનું ઉત્તમ રસાયણ છે.એપલ જ્યુસ કબજિયાતમાં કોમળ અને રોચક પ્રભાવ પેદા કરે છેએપલ જ્યુસ માં ગ્લુકોઝ, સૌર્બિટોલ ઉપલબ્ધ છે.જે આંતરડાને સાફ કરવામાં મદદરૂપ છે.

જોકે એપલ જ્યુસ કબજિયાતમાં જેટલો મદદરૂપ છે એટલું એપલ નથી.સફરજનમાં પેક્ટિનની માત્રા ઉચ્ચ હોય છે .જેના કારણે મળ જામી જાય છે.તેથી એકલું સફરજન ખાવાથી કબજિયાત થઈ શકે છે. પરંતુ સફરજનનો જ્યુસ કબજિયાત દૂર કરવામાં મદદરૂપ છે.

લીંબુનો રસ

image source

કબજિયાત દૂર કરવામાં લીંબુ કારગત નીવડે છે.લીંબુ એસિટીક છે, ઉપરાંત તેમાં વિટામિન સી અને અન્ય એન્ટિઓક્સિડન્ટ તત્વો પણ ભરપૂર માત્રામાં મળી આવે છે.જે પાચનતંત્રના બગાડને બહાર નીકળવામાં મદદરૂપ નીવડે છે.અપચાની સમસ્યા દૂર કરવામાં તેમજ શરીરના ટોક્સિન દૂર કરવામાં પણ લીંબુ ઉપયોગી છેજમ્યા બાદ લીંબુનું પાણી પીવાથી કબજિયાતમાંથી કાયમી છુટકારો મેળવી શકાય છે.હિંગ અજમો અને લીંબુ ના ઉપયોગથી બનાવેલો મુખવાસ પણ કબજિયાત દૂર કરે છે.સવારમાં નરણે કોઠે હૂંફાળું લીંબુપાણી પીવાથી કબજીયાત ની સાથે સાથે શરીરની વધારાની ચરબી પણ દૂર થાય છે.

નાસ્પતિ જ્યુસ

image source

આમ તો નાસપતિ કબજિયાત કરે છે એવું માનવામાં આવે છે પણ જેવી રીતે એપલ જ્યુસ કબજિયાત દૂર કરે છે એવી જ રીતે નાસ્પતિ નો રસ પણ કબજિયાત દૂર કરે છેનાસ્પતિના જયુસમાં રહેલું ફાઇબર અને સોરબિટોલ પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓને દૂર કરી પેટ સાફ કરે છે.

નારંગીનો જ્યુસ

image source

નારંગીમાં વિપુલ માત્રામાં ફાઈબર ઉપલબ્ધ છે.ફાઇબર મળ ત્યાગ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.મોટાભાગના લોકોનો દાવો છે કે સંતરા ખાવાથી તેમનું પેટ સાફ આવે છે.નારંગી ખાવાથી પણ પેટ સાફ રહે છે.ખાટા ફળોમાં રહેલ ફ્લેવેનોલ કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.ઠંડીની ઋતુમાં પણ નારંગીનુ છૂટથી ઉપયોગ થઈ શકે છે.આ રીતે લોકોમાં માન્યતા છે કે શિયાળાની સિઝનમાં નારંગી ખાવાથી શરદી થાય છે ,પણ આ માન્યતા ખોટી છે. હકીકતમાં નારંગીમાં રહેલું વિટામીન સી શરદીને દૂર રાખે છે.

રેસાયુક્ત આહાર અને વિપુલ માત્રામાં પાણી પીવાથી પણ કબજિયાત દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ