ફ્રુટ ડિઝર્ટ વિથ ફ્રુટ પિઝા – હેલ્ધી ને ક્વિક બનતા આ પીઝા બનાવો તમારા વ્હાલા બાળકો માટે, બાળકો ખુશી ખુશી ખાશે……..

ફ્રુટ ડિઝર્ટ વિથ ફ્રુટ પિઝા

આજે આપણે હેલ્ધી અને કવીક રેસિપી બનાવશું. જ્યારે મહેમાન આવે ત્યારે આ ડિઝર્ટ સર્વ કરજો .

અત્યારે ઉનાળા માં આપણે ઠંડક માટે ઠંડાઈ,શેક,શીખંડ,સ્મૂધી આ બધું તો બનાવતા જ હોઈએ પણ હવે આ બધા કરતા હેલ્ધી ડિઝર્ટ બનાવજો.

એમાં ફ્રુટ એડ કરી એ એટલે બાળકો માટે પણ હેલ્ધી કહી શકાય ફ્રુટ ખાવા ના ફાયદા તો આપણે ગણી ના શકીએ એટલા છે તો હવે કસ્ટર્ડ ફ્રુટ સલાડ કે દહીં ફ્રુટ સલાડ ની જગ્યા એ બનાવો આ હેલ્ધી ડિઝર્ટ

રાતે જમી ને આ હેલ્ધી ડિઝર્ટ ખાવા ના અનેક ફાયદા છે. આપણે ઘરે અથવા બહાર પિઝા ખાવા જઈએ એટલે કોલડ્રિન્ક કે આઈસ્ક્રીમ મંગાવીએ તો હવે બનાવો આ હેલ્થી પિઝા સાથે હેલ્થી ડિઝર્ટ

ફ્રુટ ડિઝર્ટ બનાવા જોઇતી સામગ્રી

  • 100 ગ્રામ વહીપ ક્રીમ,
  • 1 ચમચી વેનીલા એસન્સ,
  • 1 ચમચી મિક્સ ડ્રાય ફ્રુટ સમારેલ,
  • મિક્સ ફ્રુટ(દ્રાક્ષ,કેળા, ચીકુ,દાડમ,કિવી,સફરજન બાકી આપના મનગમતા ફ્રુટ),
  • 2 ચમચી દૂધ.

પિઝા બનાવા જોઈતી સામગ્રી

તરબૂચ ની ગોળ સ્લાઇસવહીપ ક્રીમ
આપના મનગમતા ફ્રુટ ટોપીગ કરવા

ફ્રુટ ડિઝર્ટ બનાવવા ની રીત

સૌ પ્રથમ ક્રીમ ને બીટર વડે બીટ કરી લો.હવે તેમાં વેનીલા એસન્સ ઉમેરો,મિક્સ કરો,હવે ડ્રાય ફ્રુટ નો ભુક્કો ઉમેરી,મિક્સ કરો.હવે બધું મિક્સ ફ્રુટ ઉમેરી મિક્સ કરી સર્વ કરો

પિઝા બનાવાની રીત

તરબૂચ પર ક્રીમ લગાડી .તેના પર આપના મનગમતા ફ્રૂટ્સ થી ગાર્નિશ કરો.તો તૈયાર છે ફ્રુટ ડિઝર્ટ વિથ ફ્રુટ પિઝા

ડિપ્રેશનમાં કેળા ખાવાથી ફાયદો થાય છે. આમાં એમીનો એસિડની માત્રા વધુ હોવાથી હોર્મોનનું લેવલ બેલેન્સ રહે છે અને મુડ સારો રહે છે.

છાલને સુકાવીને પાઉડર બનાવી અને એક ગ્લાસ પાણીમાં એક ચમચી પાઉડર નાખી દિવસમાં ઓછમાં ઓછા બે વાર કોંગણા કરો .આથી મુખની દુર્ગંધ અને દાંત સંબંધિત સમસ્યાઓ દૂર રહેશે.

દાડમના છાલમાંના પાઉડર બનાવી દહીંમાં મિક્સ કરી 10 મિનિટ સુધી પેકના રીતે ચેહરા પર લગાડો અને પાણીથી સાફ કરો.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી