કસ્ટર્ડ લગભગ દરેક ઉમર ના લોકો માં પ્રિય હોય છે. એમાંય જ્યારે એમાં તાજા ફ્રૂટ્સ, ડ્રાય ફ્રુટ્સ ઉમેરાય એટલે વાત જ શુ કરવી.. ઉનાળા માં બાળકો ને આપો આ એકદમ ચિલ્ડ મિક્સ ફ્રુટ્સ કસ્ટર્ડ.. પરિવાર ના સભ્યો અને મહેમાનો ને ઈમ્પ્રેસ કરો આ સરળતા થી બનતા ડેઝર્ટ થી. ઉનાળા માં કલાકો સુધી રસોડા માં ઓગળવા કરતા બનાવો આ ફટાફટ બનતું આ કસ્ટર્ડ … ચાલો જોઈએ સરળ રીત. આશા છે પસંદ પડશે.
સામગ્રી ::
• 1lt દૂધ
• 3 ચમચી કસ્ટર્ડ પાવડર
• 1 વાડકો ખાંડ
• 1.5 ચમચી વેનીલા એસેન્સ
• 1.5 વાડકો સમારેલા ફ્રૂટ્સ (એપલ , કેળા , કેરી અને ટૂટી ફ્રુટી)
• ડ્રાય ફ્રૂટ્સ ની કાતરણ
રીત ::
જાડા તળિયા વાળા તપેલા માં દૂધ ગરમ કરો . અડધા વાડકા દૂધ માં કસ્ટર્ડ પાવડર ઉમેરી સરસ મિક્સ કરી લો. આવી રીતે કસ્ટર્ડ પાવડર ઉમેરવાથી ગાંઠા નહીં પડે.
નોંધ :::
• ઘર માં હાજર ફળો નો મેં અહીં ઉપયોગ કર્યો છે , આપ આપના સ્વાદ મુજબ ઉમેરી શકો.
• કસ્ટર્ડ માં ઉમેરતા પેહલા હંમેશા ડ્રાય ફ્રૂટ્સ સરસ શેકી લેવું. કડક ડ્રાય ફ્રૂટ્સ ની કાતરણ સ્વાદ માં ઉમેરો કરશે.
• શેકેલા ઓટ્સ પણ સ્વાદ અને સેહત માં ઉમેરો કરશે.
• પીરસતા પેહલા જ ફ્રૂટ્સ કસ્ટર્ડ માં ઉમેરવા..
રસોઈની રાણી : રૂચી શાહ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.