ફ્રુટ કસ્ટર્ડ – રાત્રે જમ્યા પછી પરિવાર સાથે બેઠા બેઠા મસ્ત ઠંડુ ઠંડુ કસ્ટર્ડ મળી જાય જો મજા આવી જાય…

કસ્ટર્ડ લગભગ દરેક ઉમર ના લોકો માં પ્રિય હોય છે. એમાંય જ્યારે એમાં તાજા ફ્રૂટ્સ, ડ્રાય ફ્રુટ્સ ઉમેરાય એટલે વાત જ શુ કરવી.. ઉનાળા માં બાળકો ને આપો આ એકદમ ચિલ્ડ મિક્સ ફ્રુટ્સ કસ્ટર્ડ.. પરિવાર ના સભ્યો અને મહેમાનો ને ઈમ્પ્રેસ કરો આ સરળતા થી બનતા ડેઝર્ટ થી. ઉનાળા માં કલાકો સુધી રસોડા માં ઓગળવા કરતા બનાવો આ ફટાફટ બનતું આ કસ્ટર્ડ … ચાલો જોઈએ સરળ રીત. આશા છે પસંદ પડશે.

સામગ્રી ::


• 1lt દૂધ

• 3 ચમચી કસ્ટર્ડ પાવડર

• 1 વાડકો ખાંડ

• 1.5 ચમચી વેનીલા એસેન્સ

• 1.5 વાડકો સમારેલા ફ્રૂટ્સ (એપલ , કેળા , કેરી અને ટૂટી ફ્રુટી)

• ડ્રાય ફ્રૂટ્સ ની કાતરણ

રીત ::


જાડા તળિયા વાળા તપેલા માં દૂધ ગરમ કરો . અડધા વાડકા દૂધ માં કસ્ટર્ડ પાવડર ઉમેરી સરસ મિક્સ કરી લો. આવી રીતે કસ્ટર્ડ પાવડર ઉમેરવાથી ગાંઠા નહીં પડે. દૂધ ઉકાળવા માંડે એટલે એમાં ખાંડ અને કસ્ટર્ડ પાવડર મિક્સ કરેલ દૂધ ઉમેરો. સતત હલાવત રેહવું , નહીં તો કસ્ટર્ડ પાવડર નીચે તળિયે ચોંટી જશે. કસ્ટર્ડ પાવડર ઉમેર્યા બાદ આપ જોશો કે દૂધ ઘટ્ટ બનવા માંડશે.. 2 થી 3 મિનિટ ઉકળયા પછી ગેસ બંધ કરી ઠરવા દો.. થોડું ઠરે એટલે વેનીલા એસેન્સ ઉમેરો. અને સરસ મિક્સ કરી લો. સંપૂર્ણ ઠર્યા બાદ ઓછા માં ઓછું 4 થી 5 કલાક ફ્રીઝ માં મૂકી ઠંડુ કરો. પીરસતી વખતે જ બધા ફ્રૂટ્સ એકદમ બારીક સમારો. ગ્લાસ માં સૌ પેહલા ફ્રૂટ્સ ઉમેરો. એના પર કસ્ટર્ડ દૂધ અને એના પર ફરી થોડા કેરી ના ટુકડા ઉમેરો. ઉપર થી દ્રાય ફ્રૂટ્સ અને ટૂટી ફ્રુટી ઉમેરો. એકદમ ઠંડુ પીરસો…

નોંધ :::

• ઘર માં હાજર ફળો નો મેં અહીં ઉપયોગ કર્યો છે , આપ આપના સ્વાદ મુજબ ઉમેરી શકો.

• કસ્ટર્ડ માં ઉમેરતા પેહલા હંમેશા ડ્રાય ફ્રૂટ્સ સરસ શેકી લેવું. કડક ડ્રાય ફ્રૂટ્સ ની કાતરણ સ્વાદ માં ઉમેરો કરશે.

• શેકેલા ઓટ્સ પણ સ્વાદ અને સેહત માં ઉમેરો કરશે.

• પીરસતા પેહલા જ ફ્રૂટ્સ કસ્ટર્ડ માં ઉમેરવા..

રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.