શું તમે જાણો છો કે નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટથી માંડીને ઈશા અંબાણી પિરામલ સુધીના ધનાઢ્ય લોકો પણ પોતાની જ્વેલરી રિપીટ કરે છે – જુઓ ફોટા

ફક્ત સામાન્ય સ્ત્રિયોજ નહીં પરંતુ આપણા દેશનાં સૌથી અમીર ખાનદાન એટલેકે અંબાણી પરિવારની મુખિયા નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી પણ કરે છે પોતાની જ્વેલરી રિપિટ..

image source

દેશનાં સૌથી ધની બિઝનેસમેન અને અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને જાણે કોણ નથી જાણતું. સાથે સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું પરિવાર એટલે કે નીતા અંબાણી અને પુત્રી ઈશા અંબાણી પણ સતત પોતાની અદ્ભુત લાઇફ સ્ટાઇલને કારણે લાઈમ લાઈટમાં રહે છે.

image source

નીતા અંબાણીના લાઈમ લાઈટમાં રહેવા પાછળ તેમનો ફૅશનેબલ અંદાજ પણ ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. તેણીને દરેક સ્થળે અને અવસરે અલગ જ અવતારમાં નિહાળી શકાય છે. નીતા અંબાણીની સાથે સાથે તેમની પુત્રી ઈશા પણ કંઈ પાછળ રહી જાય તેમ થોડી છે! તેણી પણ હમેશાં તેની માતા સમાન બધા અવસરોમાં બેહદ ખૂબસૂરત નજરે ચડી છે. હવે તો નીતા અંબાણીની થનાર પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ પણ તેમની સાથે વારંવાર જોવામાં આવે છે. તે પણ અંબાણી પરિવારની મહિલાઓની જેમ હમેશાં ટીપટોપ અંદાજમાં જ નજર આવી છે.

image source

પરંતુ આટલાં રૂપિયા હોવા છતાં નીતા અંબાણીથી લઈને રાધિકા મર્ચન્ટ સુધી સૌ કોઈએ ક્યારેક ને ક્યારેક તો પોતાના કપડાં તેમજ ઘરેણાં ઓ રિપિટ કર્યા છે. તો ચાલો આજે તમને બતાવીએ એવા મૌકા જ્યારે નીતા અંબાણી થી લઇને રાધિકા સુધી સૌ એ પોતાનાં ઘરેણાં અને કપડાં શેયર અથવા તો રિપિટ કર્યા છે.

નીતા અંબાણી

image source

નીતા અંબાણીને કોઈ પણ અવસરે જોઈ લો, તો તેણી હમેશાં સજેલા ધજેલા અંદાજમાં જ નજરે પડે છે. ખાસ કરીને જ્યારે કોઈ તહેવાર હોય કે ઘરમાં કોઈ પ્રસંગ, નીતા નવી નવેલી દુલ્હન જેવી તૈયાર થાય છે. પોતાનાં પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં પણ તેણીએ ઘણી વખત પોતાના આઉટફીટ બદલ્યા હતા પરંતુ દર વખતે તેણી સરખાંજ જ્વેલરી સેટમાં દેખાઈ હતી. લગ્ન દરમ્યાન તેણીએ પોલકી અને એમેરાલ્ડ સેટ પહેર્યો હતો. આ ત્રણ લેયર વાળા હાર સાથે મેચિંગ એરિંગ અને માંગટિકો પણ પહેર્યો હતો.  એટલું જ નહિ તેણીએ મેચિંગ બંગડી અને નથ પણ પહેરી હતી. આ એકજ સેટને નીતા અંબાણીએ વારંવાર અલગ અલગ લહેંગા સાથે પહેર્યો હતો.

ઈશા અંબાણી

image source

ઈશા અંબાણી પણ માતા નીતાની જેમ અત્યંત ખૂબસૂરત અને સ્ટાઇલિશ છે. તે પણ પોતાનો એક જ્વેલરી સેટ રિપિટ કરી ચૂકી છે. ઈશાએ પોતાના ભાઈ આકાશ અંબાણીના અને શ્લોકા મહેતાની સગાઈમાં બે અલગ અલગ ડ્રેસ પર એકજ નેકલેસ પહેર્યું હતું.

image source

ઈશા અંબાણીએ પોલ્કી, મોતી અને એમેરાલ્ડનાં કોમ્બિનેશનવાળુ ચોકર નેક્લેસ મેચિંગ એરિંગ સાથે બે અલગ અલગ લેહેંગા સાથે પહેર્યું હતું. જોકે વાત એમ હતી કે તેણીએ એકજ ફંકશનમાં બે લેહેંગાં બદલ્યાં હતા, પરંતુ બંને લહેંગા સાથે એકજ જ્વેલરી સેટ પહેરી રાખ્યો હતો. આમ કરવા છતાં પણ ઈશા અત્યંત ખૂબસૂરત લાગતી હતી.

રાધિકા મર્ચન્ટ

image source

અત્યાર સુધી તો અમે તમને જણાવ્યું કે નીતા અને ઈશા અંબાણીએ પોતાના એકજ સેટને બે વખત પહેર્યો હતો પરંતુ રાધિકા મર્ચન્ટ તો પોતાની થનારી નણંદ ઈશા અંબાણીના નેકલેસમાં જોવા મળી હતી. થયું એવું હતું કે ઈશા અંબાણીએ ડાયમંડ લૂક વાળો એક હાર પહેર્યો હતો જે સેમ હાર મર્ચન્ટે આકાશ અંબાણી અને શ્લોકા મેહતા ના લગ્ન દરમ્યાન પહેર્યો હતો. આ જોતાં તો એવું પ્રતીત થાય છે કે ગમે તેવું હોય, ચાહે અંબાણી પરિવારની મહિલાઓ હોય કે સામાન્ય સ્ત્રિયો, ઘરેણાં એકથી વધારે વાર પહેરવાં માં કોઈ સંકોચ ના થવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ