જંપીગ ફ્રોગ કરવાના છે અનેક ફાયદાઓ, જાણશો તો તમે પણ કરવા લાગશો આજથી

વર્કઆઉટમાં શામેલ કરો ફ્રોગ જંપ. ઝપથી બળશે કેલરી અને થઈ શખશો સ્લીમ એન્ડ ટ્રીમ

image source

આપણામાંના ઘણા લોકોમાં એવો ખોટો ખ્યાલ છે કે તમે જટીલ વ્યાયામ કરશો તો જ તમારું વજન ઘટશે અને તો જ તમે આકર્ષક અને ફીટ બોડી મેળવી શકશો અને સ્વસ્થ રહી શકશો. પણ તમારી ફીટનેસ કોઈ જટીલ વ્યાયામની મોહતાજ નથી. તમારે તમારી કમરને પાતળી કરવા માટે કોઈ જ મુશ્કેલ વ્યાયામ કરવાની જરૂર નથી.

ઘણીવાર આપણા દ્વારા સાદામા સાદો વ્યાયામ માત્ર એટલા માટે અવગણવામાં આવે છે કારણ કે તે ઘણો સિમ્પલ હોય છે ઘણો ઇઝી હોય છે. પણ તે તમારા મસલ્સને રીલેક્સ કરવામાં તેમજ તમને ફ્લેક્સિબલ બનાવવામાં મદદરૂપ રહે છે. અને આવો જ એક વ્યાયમ છે ફ્રોગ જમ્પ.

image source

આ એક્સરસાઇઝમાં કોઈ જ મોટી ધાડ નથી મારવાની આ એક અત્યંત સરળ વ્યાયમ છે. તેમાં તમારે માત્ર ફ્રોગ એટલે કે દેડકાની જેમ કુદવાનું જ છે. આવી દેડકાકૂદ હરીફાઈ તમારા શાળાના દિવસો દરમિયાન થતી જ રહેતી હશે બસ તેવી જ રીતે તમારે આ વ્યાયામ કરવાનો છે. તે તમારા શરીર માટે અત્યંત અસરકારક સાબિત થાય છે.

જંપીંગ ફ્રોગ વ્યાયામ શું છે

image source

આ વ્યાયામમાં તમારે દેડકાની માફક કૂદવાનું છે. આ વ્યાયામ તમારી લોઅર બોડી એટલે કે કમર નીચેના ભાગને મહત્ત્મ પ્રેશર આપશે. આ એક વ્યાયામ કોઈ પણ જાતના સાધન વગર કરી શકો છો અને તેને તમે તમારા ઘરે પણ તમારી અનુકુળતાએ કરી શકો છો. આ એક્સરસાઇઝ તમારા શરીરની અઢળક કેલરી બાળશે તે પણ ગણતરીની મિનિટોમાં. આ વ્યાયમની બીજી એક સારી વાત એ છે કે તે હૃદય માટે પણ લાભપ્રદ છે.

દેડકા કૂદ વ્યાયમના ફાયદા

image source

આ વ્યાયામમાં તમારા શરીરનો નીચેનો ભાગ સૌથી વધારે રોકાયેલો રહે છે. આ ખસ વ્યાયામ તમારા હાથના કાંડા, તમારા ગોઠણ, તમારી એડીઓ, તમારા હીપ્સ અને પગના જોડાણો પર અસર કરે છે. તે તમારા હીપ્સ, ગોઠણ, એન્કલ્સને ખોલે છે અને આ રીતે તમારા પગને મજબુત બનાવે છે. અને તમારા કમર નીચેના સ્નાયુઓને પણ મજબુત બનાવે છે.

દેડકા કૂદ અથવા તો દેડકાની રીતે સરકવાથી તમારા કરોડરજ્જુને આરામ મળે છે અને તમને જે કમરની દુઃખાવાની સમસ્યા રહે છે તેનાથી પણ છૂટકારો મળે છે.

image source

ફ્રોગ જંપ – દેડકા કૂદ કરવાની યોગ્ય રીત

પ્રથમ સ્ટેપ – જમીન પર ટટ્ટાર ઉભા રહી જાઓ. તમારા ખભા તેમજ પગને ખુલ્લા રાખો.

બીજું સ્ટેપ – સ્ક્વોટ કરતાં હોવ તે સ્થિતિમાં તમારે નીચે નમનું (તમારાથી અનુકુળ હોય તેટલુ નમવું). તમારા પગના અઁગુઠા બહારની બાજુ હોવા જોઈએ. તમારા હાથથી જમીનને અડવાનો પ્રયાસ કરો.

image source

ત્રીજુ સ્ટેપ – એક નાનો કુદકો મારો (બીલકુલ દેડકાની જેમ) અને અને તમારા પંજા પર જ સ્ક્વોટ પોઝમાં જમીન પર આવો.

ચોથું સ્ટેપ – ફરીવાર તે જ રીતે કૂદકો મારો. આ રીતે આગળ વધતા રહો. તમારાથી શક્ય હોય તેટલા જંપ કરો.

ફ્રોગ જંપ કરતી વખતે વાતોનું રાખો ખાસ ધ્યાન

image source

– તમે જ્યારે ક્વોટ પોઝિશનમાં હોવ ત્યારે શ્વાસ લેવાનું ભુલો નહીં.

– તમે જ્યારે કૂદો અથવા તો જંપ કરવા આગળ વધો ત્યારે શ્વાસ બહાર કાઢો.

– બને ત્યાં સુધી પ્રયાસ કરો કે તમે તમારી એડી પર નહીં પણ પંજા પર જ જંપ કરો. જેથી કરીને તમારી એંકલને ઇજા ન થાય.

image source

– જો તમને ગંભીર સાંધાનો દુઃખાવો રહેતો હોય, તેમજ હાડકાની તકલીફ હોય તો તમારે આ વ્યાયામ ન કરવો જોઈએ. આ સિવાય તમારી ઉંમર 50થી વધારે હોય તો પણ તમારે આ વ્યાયામ ન કરવો જોઈએ.

સરળ ફ્રોગ જંપને તમે આ રીતે અઘરો બનાવી શકો છો

image source

આ વ્યાયામને તમે વધારે અઘરો પણ બનાવી શકો છો જેથી કરીને તમને ઝડપી પરિણામ મળે. તેના માટે તમે આ વ્યાયમમાં એક્સરસાઇઝ બોલને ઉમેરી કરી શકો છો. આ વ્યાયામમા તમે હાથમાં ડંબેલ અથવા બારબેલ રાખીને પણ જંપ કરી શકો છો.

આ સિવાય તમે તમારા જંપની હાઇટ પણ વધારી શકો છો. પણ આ બધામાં તમે તમારા પગને નુકસાન ન કરો ઇજા નપહોંચાડો તેનુ ખાસ ધ્યાન રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ