મિત્ર ગમે તેટલો સારો હોય તો પણ લગ્ન પછીના સિક્રેટ કોઇ પણ વ્યક્તિએ એકબીજા સાથે શેર ના કરવા જોઇએ…

દરેક વ્યક્તિની લાઇફમાં મિત્ર એક એવો સંબંધ હોય છે જે સુખ-દુખમાં સાથ આપે અને હંમેશા મદદરૂપ સાબિત થાય. પરંતુ મિત્ર ગમે તેટલો સારો હોય તો પણ લગ્ન પછીના સિક્રેટ કોઇ પણ વ્યક્તિએ એકબીજા સાથે શેર ના કરવા જોઇએ. આમ, જો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં બધી જ વાતો શેર કરો છો તો તમારે પહેલા અનેક વિચારો કરવા જોઇએ. આમ, જો તમને લગ્ન પછી કોઇ પણ મુશ્કેલી આવે અને તમે બધી જ વાતો તમારા મિત્ર સાથે શેર કરો છો તો હવે થોભી જજો કારણકે આજે અમે તમને જણાવીશું કે, લગ્ન પછી કઇ વાતો મિત્ર સાથે શેર કરવાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે.

image source

નાણાંકીય સ્થિતિ

image source

ક્યારે પણ તમારા મિત્રો સાથે તમારા ઘરના ખર્ચના લઇને વાતો ના કરો. ઘરના ખર્ચાની વાત માત્રને માત્ર તમારા પરિવાર સુધી જ સિમિત રાખો. કારણકે જો તમે તમારી પૈસાની લેવડ-દેવડની વાત તમારા મિત્રોની સાથે કરો છો તો તમારી વાત પર્સનલ ના રહેતા તે બધે જ ફેલાઇ જાય છે, જે તમને ભવિષ્યમાં અનેક ઘણી મુશ્કેલીમાં મુકી દે છે. આમ, નાણાંકીય વાત તમારા મિત્રો સાથે જો તમે કરી રહ્યા છો તો તેનો કોઇ મતલબ જ નથી અને તે માત્રને માત્ર એક ટાઇમ પસાર કરવાની જ બાબત છે.

સાસુ-સસરાના સંબંધો વિશે

image source

છોકરો હોય કે છોકરી, સાસુ-સસરા સાથેના તમારા સંબંધો કેવા છે તે વિશેની વાત તમારે ક્યારે પણ કોઇની સાથે ના કરવી જોઇએ. પછી ભલે તે તમારી ગમે તેટલો નજીકનો ફ્રેન્ડ કેમ ના હોય. તમને જણાવી દઇએ કે, જો તમે બધી જ તમારા ફેમિલી વિશેની વાતો તમારા સર્કલમાં કરો છો તો તેનાથી તમારા અને સાસુ-સસરાના સંબંધો વધુ પ્રમાણમાં બગડી શકે છે. આ કારણોસર પછી ઘરમાં ઝઘડા થવાના શરૂ થઇ જાય છે. આ માટે જો તમે ઘરની વાતો ઘરના સભ્યો સાથે જ શેર કરો છો તો તમારા માટે એ એક બેસ્ટ વસ્તુ છે.

પતિ-પત્નીના કેરેક્ટર વિશેની વાત

image source

તમારા મિત્ર અથવા અન્ય વ્યક્તિની સાથે તમારે તમારા પતિ-પત્નીના કેરેક્ટર વિશેની વાત ક્યારે પણ ના કરો કારણકે આવી વાતો કરવાથી તમે તમારુ સન્માન ઓછુ કરો છો. આ સિવાય તમારા બંન્ને વચ્ચેની રિલેશનશિપ કેવી છે તે વિશે પણ તમારે ક્યારે વાત ના કરવી જોઇએ કારણકે તેનાથી પણ સંબંધોમાં ખટાશ આવી શકે છે.

બેડરૂમ સિક્રેટ

image source

ભલે તમે તમારા ફ્રેન્ડસની સાથે બધા જ પ્રકારની ગોસિપ કરતા હોવ પણ તમારે એકવાતનુ ખાસ ધ્યાન એ રાખવુ કે, તમારે ક્યારે પણ તમારા સર્કલમાં બેડરૂમ વિશેના સિક્રેટ ના કહેવા જોઇએ. કારણકે પતિ-પત્નીના સંબંધોમાં આ બાબત ખૂબ જ મહત્વની છે. આમ જો તમે બેડરૂમની વાતો તમારા ફ્રેન્ડસ સાથે કરો છો તો તેનાથી તમારા સંબંધોમાં એટલે કે, પતિ-પત્ની વચ્ચે ધીરે-ધીરે તકરાર થવા લાગે છે અને સંબંધોમાં ખટાશ આવી જાય છે. જો કે આ બધી બાબતોને કારણે એકબીજા પરથી વિશ્વાસ પણ ઉઠી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ