ફ્રાઈડ રાઈસ, બિરયાની અને પુલાવને એક જેવા સમજવાની ભૂલ ન કરતા, આ છે તેનો મોટો તફાવત..

ચોખા વગર ભારતના દરેક પ્રાંતની ડિશ અધૂરી કહેવાય છે. સામાન્ય રીતે ચોખા બધાને જ પસંદ આવે છે, તેથી લંચ હોય કે ડિનર, એક ટંક જમવામાં તો ચોખા હોય જ છે. ક્યારેક લોકો સામાન્ય ભાત ખાઈને કંટાળ્યા હોય છે, તો ક્યારેક ક્યારેક પુલાવ, બિરયાની કે અલગ ફ્લેવરના ભાત ખાવાનું પસંદ કરે છે. આપણા ખોરાકમાં ફ્રાઈડ રાઈસ, બિરયાની અને પુલાવ… આ ત્રણ ડિશ બહુ જ પોપ્યુલર છે અને લગભગ બધાને જ પસંદ છે.ચોખાથી બનનારી આ ત્રણેય ડિશ ફ્રાઈડ રાઈસ, બિરયાની અને પુલાવ ખુશ્બુદાર અને સ્વાદિષ્ટ હોય છે. તમને એવું લાગતું હશે કે, આ ત્રણેય વસ્તુઓ બનાવવાની રીત એક જ છે, અને ત્રણેયમાં લગભગ એક જ પ્રકારના મસાલા પડે છે, તો તમે ખોટા છો. આ ત્રણેય ડિશ એકબીજાથી સાવ અલગ છે. ખાવામાં મગન થઈ જવાથી આપણે હંમેશા આ ત્રણેય ડિશ વચ્ચેનું અંતર ભૂલી જઈએ છે. તો બીજી તરફ હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં પણ આ ત્રણેય ડિશનો અસલ ટેસ્ટ મળતો નથી. કેમ કે હવે તેને બનાવનારા પણ ગફલતમાં પડી જાય છે.

ફ્રાઈડ રાઈસ બનાવવાની રીતજો ફ્રાઈડ રાઈસની વાત કરીએ, તો તે એક ચાઈનીસ ફૂડ છે. જે ચીની ફ્લેવરના હિસાબે બનાવવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે કોબી, ગાજર, લીલા મરચા, ગાજર અને શિમલા મરચીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેના મસાલા પર નજર કરીએ, તો તેમાં ચીની મસાલા અને સોસા સોસનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્રાઈડ રાઈસમાં શાકભાજી અલગ અલગ પકાવવામાં આવે છે અને તેના બાદ તેને ચોખામાં મિક્સ કરવામાં આવે છે.

બિરયાની બનાવવાની રીતબિરયાનીનું નામ લેતા જ મોઢામાં પાણી આવવાની શરૂઆત થઈ જાય છે. લખનઉ અને હૈદરાબાદની ફેમસ બિરયાની બધાને ગમે છે. તેમાં દાલચીની, લવિંગ, ઈલાયચી અને કેસર નાખવામાં આવે છે. જે તેને લાજવાબ બનાવે છે. જો વાત બિરયાની બનાવવાની રીતની કરવામાં આવે તો તેને બનાવવાની રીત પુલાવ અને ફ્રાઈડ રાઈસથી એકદમ અલગ હોય છે. તેને લેયર્સમાં બનાવવામાં આવે છે. તેમાં ચોખા અને ચિકન કે મટનની અલગ અલગ પરતમાં રાખવામાં આવે છે.

પુલાવ બનાવવાની રીત પુલાવમાં મસાલા બિરયાની અને ફ્રાઈડ રાઈસની સરખામણીમાં બહુ જ ઓછા હોય છે. તેમાં શાકભાજીને અને ચોખાને એકસાથે પકાવવામાં આવે છે.

મસાલા અને ઈન્ગ્રેડીયન્ટ્સમાં તો આ ત્રણેય એકબીજાથી અલગ છે, અને સાથે જ પકાવવાની રીત પણ અલગ અલગ છે. જ્યાં બિરયાનીને કોઈ ઊંડા વાસણમાં ધીમી આંચ પર પકાવવામાં આવે છે, જેથી તેમાં બરાબર ફ્લેવર આવી જાય. તો પુલાવને મીડિયમ અને ફ્રાઈડ રાઈસને તેજ આંચ પર પકાવવામાં આવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી