ઘી ખાવું જોઈએ કે નહિ ? શું ઘી થી કોલેસ્ટ્રોલ વધે ? વાંચો આ હકીકત…

ઘી ખાવું જોઈએ કે નહિ ? શું ઘી થી કોલેસ્ટ્રોલ વધે ?
જાણો, શું કહે છે ફિટનેસ એક્સપર્ટ “ઋજુતા દીવેકર”

 

ભારતનું એક ચમત્કારી અને ખુબ જ લાભદાયી આહાર એટલે ઘી ! – આજે આપણે તેને લગતા થોડા સવાલ અને જવાબ જોઈશું !

કેમ આપણા રોજીંદા આહારમાં ઘી જરૂરી છે?

ઘી એ ભારતની વારસાગત રેસીપી છે એ જે રીતે બને છે એનો કલર, સુગંધ તરલતા , સ્વાદ બધું જ કૈક અલગ છે તે હેલ્થ માટે ઉપયોગી છે દિમાગ તેજ થાય છે, પેટમાં દુખતું બંધ થાય છે અને સાથે આધ્યાત્મિક રીતે પણ ઘી જોડાયેલું છે.દરક તેહવાર માં ઘી નું કૈક અલગ જ રીતે ઉપયોગ કરીને ઉજવવામાં આવે છે.

ઘી ખાવાના શું ફાયદા?

ઘી ખાવાના ખુબ જ ફયદા છે જેમ કે, દિમાગ તેજ થાય છે, સ્કીન સારી રહે છે, ફળદ્રુપ્તા માટે પણ સારું છે , રોગપ્રતિકાર શક્તિ વધારે છે અને સૌથી સારું વીટામીન ડી ની ઉણપ કે જે આજકાલ રીચ લોકોમાં વધારે જોવા મળે છે.

દિવસમાં કેટલું ઘી ખાવું જોઈએ?

જેટલું ખાવું હોય એટલું! જેટલાની જરૂર હોય એ પ્રમાણે જ્યાં સુધી સારી સુગંધ, સારું ટેકચર અને ટેસ્ટ જળવાય રહે !

બજારમાં ઘણા પ્રકારના ઘી મળે છે કયું ખાવું જોઈએ?

ઘી આપણે ઘરે બનાવેલું ખાવું, જે પરંપરાગત રીત થી બને, દૂધને મેળવી પછી તેનું માખણ અને પછી જે રીતે ઘી બને એ રીતે ! ઉપરાંત દૂધ પણ આપણી દેશી ગાયનું બેસ્ટ જે ઘાસ વગરે.. ખાતી હોય.. અને એ ના હોય તો ભેંસ અને જો એ ના મળે તો છેલ્લે જર્સી ગાયનું જે ડી.ડી.એલ.જે પિકચરમાં બતાવે એ ગાય, એ ગાય મકાઈ પણ ખાય છે માટે એ પણ લઇ શકાય!!

આપણે ઘી ખરીદતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

ફરી એજ જવાબ, આપણી દેસી ગાયનું જ ઘી સારામાં સારું ખાવા માટે રહે છે.

એક ડીબેટમાં જાણ્યું હતું કે જેનું વજન વધારે હોય તેને ઘી નુકશાન કરે છે.તેને કાર્ડિયોવ્સ્કુલર થઇ શકે છે. એ બાબતે તમે શું પ્રતિભાવ આપશો?

ડીબેટ ઉભા થાય છે કેમ કે લોકો ઘીમાં જે સંતૃપ્ત ચરબી છે તેના વિષે વધુ જાણતા નથી. બધા પ્રકારની સંતૃપ્ત ચરબી શરીર માટે ખરાબ નથી હોતી. જયારે ફાઈબરના બિસ્કીટ, કે બીજી કોઈ વસ્તુમાં આવે છે તે પણ જોવું જોઈએ ને!

ઘી માં એક કાર્બનનું માળખું છે અજોડ છે ! જે બીજા બધા કરતા ખુબ જ ઓછુ હોય છે. ઘી માં આ જે અજોડ કાર્બનનું માળખું છે તે જ એને ચમતકારીક ગુણ આપે છે.ઘીમાં અલગ જ કાર્બન નું માળખું હોય છે જે બીજા કરતા ખુબ જ નાનું હોય છે.જે તેને અલગ જ સ્વાદ, સુગંધ અને ફાયદામાં અલગ પાડે છે

આપને કઈ રીતે ઘી રોજિન્દા વપરાશમાં લઇ શકીએ છે?

ઘી ખાવામાં ખુબ જ સારું હોય છે, તેને તડકામાં કે તળવા માટે કે પછી રોટલી કે પરોઠા પર પણ એમ જ લગાવીને ખાઈ શકો છો તમને જેમ લાગે તેમ ખાઈ શકો છો. ઠંડુ પણ અને ગરમ કરીને પણ ખાઈ શકો છો.

આપ સૌ ને આ પોસ્ટ ગમી હોય તો મિત્રોને અચૂક શેર કરજો અને ટેગ કરજો !

ટીપ્પણી