ફ્રેંચ ફ્રાઇસનુઁ ગોત્ર ‘ફ્રેંચ’ નથી !!! 13 જુલાઇ – ફ્રેંચ ફ્રાઇસ ડે – ખુબ જ રસપ્રદ

સમય:=- 16મી સદીનો અઁતિમ તબક્કો.

સ્થળ :- બેલ્જિયમના મ્યુસ નદીના કિનારે આવેલુઁ ખોબા જેટલુ ગામ.

આગામમાઁ વસતા મોટા ભાગના લોકો નદીમાઁથી માછલી પકડી તેને તેલમાઁ તળીને પેટનો ખાડો પુરતા હતા. જોકે, શિયાળા દરમિયાન હિમવર્ષા થતાઁ જ નદી થીજી જાય અને ત્યારે જઠરાગ્નિને કેવી રીતે શાઁત પાડવી તે ગામના લોકો માટે પેચિદો પ્રશ્ર્ન બની જતો. માછલી સિવાય તેમની પાસે ખાવાનો કોઇ વિકલ્પ જ નહોતો.

શિયાળાની શરુઆત થવાને ગણતરીના દિવસો હતા ત્યારે ગામની એક વ્યક્તિની નજર એક કઁદમુળ પર પડી અને તેને થયુઁ કે આ કઁઇક મજેદાર સ્વાદની લાગે છે, ઘરે જઇને તેને રાઁધવી પડશે. આ વ્યક્તિને ઘરે જઇને માછલીને સ્થાને આ કઁદમુળને તેલમાઁ તળીને મસાલો ભભરાવીને આરોગી અને એ વાનગી સાથે તેને જાણે ‘લવ એટ ફર્સ્ટ સાઇટ’ થઇ ગયો. ગામના લોકોને પણ આ વાનગી પસઁદ આવી અને તેમને એ વાતની રાહત થઇ કે હવે શિયાળામાઁ નદી બરફથી થીજી જશે ત્યારે આપણે ભુખ્યા રહેવુઁ નહીઁ પડે.

‘નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇંવેંશન’ એ હિસાબે બેલ્જિયમના નાનકડા ગામના લોકો દ્રારા શોધવામાઁ આવેલી એ વાનગીને આપણે આજે ફ્રેંચ ફ્રાઇસ, ચિપ્સ, ફિઁગર ચિપ્સ, સ્ટિક ફ્રાઇસ, પોટેટો વેજીસ જેવા વિવિધ નામ દ્રારા ઓળખીએ છીએ. એકટાણુ હોય કે પછી મિત્રો સાથે ફાસ્ટફુડ જોઇંટમાઁ ગપ્પા મારવા ગયા હોઇએ ત્યારે ફ્રેંચ ફ્રાઇસ અનેકની પ્રથમ પસઁદ બની ગઇ છે. હવે આ વાઁચતાની સાથે જ એવો પણ સવાલ થવો પણ સ્વાભાવિક છે કે બેલ્જિયમના લોકો દ્રારા શોધ કરવામાઁ આવી હોવાનો દાવો કરવામાઁ આવી રહ્યો છે તો તેને ‘ફ્રેંચ ફ્રાઇસ’ નામ કેમ અપાયુઁ ? ‘બેલ્જિયમ ફ્રાઇસ’ કે અન્ય કોઇ નામ કેમ નહીઁ. આ માટે આપણે ફરી ફ્લેશબેક્માઁ જવુઁ પડશે.

…તો ફીર હુઆ યુઁ કી, પ્રથમ વિશ્વયુધ્ધ વખતે અમેરિકાના સૈનિકોએ બેલ્જિયમમાઁ છાવણી બનાવી હતી. અમેરિકાના સૈનિકોએ પણ એક વખત આ ‘મસાલા ભભરાવેલા તળેલા બટાકા’ને આરોગી અને તેમને પણ સ્વાદ દાઢે વળગી ગયો. એ સમયે બેલ્જિયમના સૈનિકોની સત્તાવાર ભાષા ફ્રેંચ હોવાથી અમેરિકાએ તેને ‘ફ્રેંચ ફ્રાઇસ’ નામ આપી દીધુઁ.

કહેવામાઁ આવે છે ને કે ‘સક્સેસ હેઝ મેની ફાધર્સ’. આપણે ત્યાઁ રસગુલ્લાની શોધ કોના દ્રારા કરવામાઁ આવી તેના માટે બઁગાળ અને ઓડિશા વચ્ચે લાઁબા સમયથી ‘દલિલોની રસ્સા ખેઁચ’ ચાલી રહી છે. બસ, તેવી જ રીતે ફ્રેંચ ફ્રાઇસની શોધ કોના દ્રારા કરવામાઁ આવી તેના માટે વિવિધ દેશ પોતાનો દાવો નોઁધાવી રહ્યા છે. સ્વાદના શોખીનો તો એટરહ્યા છે, જેમાઁ ફ્રાંસ-કેનેડા-સ્પેનનો સમાવેશ થાય છે. ફ્રેંચ ફ્રાઇસને રાઁધવાની શૈલી પણ દરેક દેશમાઁ અલગ-અલગ હોય છે.

જેમકે, બ્રિટનમાઁ ફ્રેંચ ફ્રાઇસનુઁ પડ વધારે જાડુ રાખવામાઁ આવે છે. કેનેડામાઁ ગ્રેવી-ચીઝ કર્ડ સાથે મિક્સ કરીને, ગ્રીસમાઁ ગાર્લિક સોલ્ટ-ગ્રીક ઓરેગોના-તમારી પસઁદનુઁ ચીઝ નાખીને ફ્રેંચ ફ્રાઇસને આરોગવામાઁ આવતી હોય છે. ફ્રેંચ ફ્રાઇસના જન્મ અઁગે ભલે મતમતાઁર હોય પણ અમેરિકામાઁ તેનુઁ ‘પિયર’. થોડા સમય અગાઉ કરવામાઁ આવેલા એક સર્વેક્ષણ અનુસાર એક અમેરિકન વર્ષ દરમિયાન સરેરાશ ૧૮ પાઉંડ વજનની ફ્રેંચ ફ્રાઇસ ઝાપટી જાય છે. ફ્રેંચ ફ્રાઇસનો ઉલ્લેખ મેકડોનાલ્ડસ વિના અધુરો ગણાશે.

અમેરિકામાઁ બટાકાનુ કુલ ઉત્પાદન થાય છે તેના ૧૦ ટકા મેકડોનાલ્ડસ દ્રારા જ ખરીદવામાઁ આવે છે. અમેરીકામાઁ વર્ષ દરમિયાન બટાકા નો જે પણ પાક થાય તેમાઁથી ૪૦ ટકાનો ઉપયોગ ફ્રોઝન ફ્રાઇસ તરીકે કરવામાઁ આવે છે. બ્રિટનમાઁ ૮૦ ટકા ઘરમાઁ ફ્રોઝન ફ્રાઇસની ખરીદી કરવામાઁ આવે છે.

આપણે ત્યાઁ છેલ્લા કેટલાક વર્ષોથી ફ્રેંચ ફ્રાઇસ ખાવાના પ્રમાણમાઁ વધારો નોઁધાયો છે. થોડા દિવસ બાદ શ્રાવણ મહિનો આવી રહ્યો છે ત્યારે પણ અનેક લોકો ફરાળમાઁ ફ્રેંચ ફ્રાઇસ આરોગશે. મેડિકલ રિસર્ચમાઁ સામે આવ્યુઁ છે કે ફ્રેંચ ફ્રાઇસ તેલમાઁ ખુબ જ તળવામાઁ આવતી હોવાથી તે ચરબીમાઁ ખુબ જ વધારો કરે છે. ફ્રેંચ ફ્રાઇસમાઁ મીઠાનુઁ વધુ પ્રમાણ પણ નુકસાન પહોઁચાડે છે. આમ, કોઇપણ વસ્તુ ‘અતિ’ હઁમેશા નુકસાનકારક હોય છે. એનીવે’ઝ હવે ૧૩ જુલાઇએ ‘ફ્રેંચ ફ્રાઇસ ડે’ છે ત્યારે દોસ્તો-પરિવારના સભ્યો સાથે મરી-મીઠુઁ-મરચુઁ ભભરાવેલી ફ્રેંચ ફ્રાઇસની એક-એક ડિશનો ચટાકો થઇ જ જાય.

? લેખક :- ચિંતનભાઇ બુચ

? Post :- — Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી