આજે બનાવો એક નવીન શાક ‘ફ્રાય મસાલા ભીંડી’ ખુબ જ ટેસ્ટી છે

ફ્રાય મસાલા ભીંડી

ભીંડા-બટેટાનુ શાક અને ભરેલા ભીંડા તો તમે લોકો બનાવતા જ હશો પણ આજ હુ થોડુંક અલગ ભીંડાનુ શાક લાવી છુ તળેલા ભીંડાનુ શાક બનાવો છો કે નહી જો ના બનાવતા હો તો આજ જ નોટ કરી લો આ રેસીપી,

મે અહીં બે વ્યક્તિ જેટલી સામગ્રી લીધી છે.

સામગ્રી:

• ૧૦૦ ગ્રામ ભીંડો,
• ૧ કપ દહીં
• ૧ ટમેટું
• ૨ કળી લસણ
• ૧ મોટો ચમચો ચણાનો લોટ
• ૨ ચમચી મરચું
• અડઘી ચમચી હળદર
• મીઠું સ્વાદઅનુસાર
• થોડી કોથમીર

રીત

૧. ભીંડાને ધોઇને સારી રીતે એક ચોખ્ખા કપડા વડે લુછી લેવો.

૨ ભીંડાના એક સરખા લાંબા લાંબા પીસ કરવા.

૩ એક લોયામાં તેલ ગરમ મુકીને ભીંડાને તેની ચીકાશ ચાલી જાય ત્યાં સુધી ડિપ ફ્રાય કરવો.

૪ તેજ લોયામાં બે ચમચા જેટલું તેલ રાખીને રાઇ-જીરુ અને હિંગનો વઘાર કરવો ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા ટમેટા અને લસણ એડ કરવા.

 

૫ વઘારેલા ટમેટામાં મીઠું,મરચું અને હળદર એડ કરવા.

૬ મસાલા સરખા મિક્ષ કરીને એક કપ દહીં એડ કરવું.

૭ દહીં થોડુંક ઉકળે એટલે અંદર ભીંડો એડ કરવો.

૮ લાસ્ટમાં ચણાનો લોટ એડ કરીને ઉપરથી ઢાંકીને થોડીક વાર ચડવા દેવું.

લ્યો તૈયાર છે ફ્રાય મસાલા ભીંડી ઉપરથી કોથમીર વડે ગાર્નિશ કરીને ગરમા ગરમ રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી