62 વર્ષ પહેલા ચીને કરેલી આ ભૂલને કારણે થયા હતા કરોડો લોકોના મોત, પૂરો આર્ટિકલ વાંચીને ધ્રુજી ઉઠશો તમે પણ

ઇતિહાસમાં એવી કેટલીય ભયાનક ઘટનાઓ ઘટી છે જેના વિશે જાણીને આપણા શરીરના રૂંવાડા ઉભા થઇ જાય.

image source

આવી જ એક ઘટના આજથી 62 વર્ષ પહેલાં ચીનમાં ઘટી હતી જેમાં કરોડો લોકો મોતને ભેટ્યા હતા. નવાઈની વાત એ છે કે આ દુઃખદ ઘટના પાછળ ખુદ ચીન દેશની જ એક ભયંકર ભૂલ હતી જેને બાદમાં સુધારવામાં પણ આવી પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. ચીનની આ ઘટનાને ઇતિહાસમાં “ગ્રેટ ચાઈનીઝ ફેમીને” ના નામથી ઓળખવામાં આવે છે.

image source

આ ઘટના વર્ષ 1958 ની છે જ્યારે ચીન દેશની સત્તા માઓ જેડોન્ગના હાથમાં હતી. તેમણે “ફોર પેસ્ટ કેમ્પેંન” નામથી એક અભિયાન શરૂ કર્યું. આ અભિયાન અંતર્ગત તેણે મચ્છર, માખી, ઉંદર અને ચકલી એમ ચાર જીવોને સમગ્ર ચીનમાંથી મારી નાખવાનો આદેશ કર્યો. અને તેનું કારણ એવું આપ્યું કે આ ચારેય જીવો ખેત પેદાશોને નુકશાન કરી ચાઈનીઝ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દે છે અને તેનું ઉગાવેલું અનાજ ખાઈ જાય છે.

image source

હવે ચાઈનીઝ લોકોને મચ્છર, માખી અને ઉંદરને પકડવા અઘરા પડ્યા કારણ કે તે સરળતાથી નાની જગ્યાઓમાં છુપાઈને પોતાને બચાવી લેતા હતા. જ્યારે ચકલી તો માણસો સાથે રહેવા પહેલાથી ટેવાયેલી હતી આથી લોકોનો પહેલો શિકાર ચકલીઓ બની. અને આખા ચીન દેશમાંથી ચકલીઓને શોધી શોધીને મારી નાખવામાં આવતી અને તેના માળાઓ પણ વિખી નંખાયા.

image source

લોકો વાસણો અને ઢોલ વગાડી ચકલીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડાડતા અને ત્યાં સુધી ક્યાંય બેસવા ન દેતા જ્યાં સુધી તે થાકીને મરી ન જાય. એટલું જ નહીં જે લોકો જેટલી વધુ ચકલીઓ મારતો તેને સરકાર તરફથી મોટું ઇનામ પણ આપવામાં આવતું. આ લાલચમાં લોકોએ એવી ભૂલ કરી નાખી જેવી કોઈએ ધારી પણ ન હતી.

 

image source

વર્ષ 1960 માં માઓ જોડેન્ગને ચીનના નામાંકિત પક્ષી વૈજ્ઞાનિક શો-શિન ચેંગએ માહિતી આપી કે ચકલીઓ ફક્ત અનાજ જ નથી ખાતી પણ અનાજને નુકશાન કરનારા તીડને પણ ખાઈ જાય છે. આ દરમિયાન ચીનમાં ચોખાની ખેતપેદાશમાં પણ ભારે ઘટાડો થયો. આથી માઓ જોડેન્ગે ચકલીઓને મારી નાખવાનો પોતાનો આદેશ પરત ખેંચી લીધો અને તેના બદલે તીડને મારી નાખવાનો હુકમ જાહેર કર્યો.

image source

પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. કારણ કે ચકલીઓ ન હોવાથી દેશભરમાં તીડની સંખ્યા વધી ગઈ અને પરિણામે મોટાભાગની ખેતપેદાશનો પાક નિષ્ફળ ગયો અને ચીનમાં ભયાનક દુષ્કાળ આવ્યો અને કરોડો લોકો ભૂખમરાને કારણે મોતને ભેટ્યા.

image source

ચીન સરકારના આંકડાઓ મુજબ આ દુષ્કાળથી લગભગ 15 મિલિયન એટલે કે દોઢ કરોડ લોકો માર્યા ગયા. જ્યારે અન્ય રિપોર્ટ્સ મુજબ મૃતકાંક 15 થી 45 મિલિયન એટલે કે 1.50 થી 4.50 કરોડ લોકો મૃત્યુ પામ્યા. આજે પણ આ દુષ્કાળ ચીનમાં આવેલી ભયાનક આફતોમાં ગણાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ