ફોર્મ્યુલા વનના એક્સ સીઈઓની દીકરી સોનાના બાથ ટબમાં સ્નાન કરે છે ! તેના નાઇટ ડ્રેસની કીંમત પણ છે લાખો માં !

આજે મોંઘવારી તેની ચરમ સિમાએ છે અને તે ક્યારેય ઘટશે તેવા કોઈ જ આસાર જણાતા નથી પણ ઉત્તરોત્તર વધતા જ જવાની છે. સામાન્ય મધ્યમ વર્ગના માણસને મહિનાનો છેડો લાવતા દમ નિકળી જાય. પણ વિશ્વમાં એવા હજારો માલેતુજાર લોકો છે જેમને પૈસો ક્યાં નાખવો તે પ્રશ્ન હોય છે તેમની જો તમે જીવનશૈલી જુઓ તો ચક્કર જ આવી જાય.

એક અહેવાલ પ્રમાણે દુનિયાનો 1 ટકા અમિર વર્ગ વિશ્વની 82 ટકા સંપત્તિઓ ધરાવે છે. આ અસમાનતા કોઈ ખીણ જેવી નહીં પણ જમીન આકાશ ના અંતર જેટલી છે. અને આ લોકો પોતાની સંપત્તિનો ભરપૂર ઉપોયગ કરે છે.

જો કે સમાજના કેટલાક આગેવાનો એવા છે જેઓ પોતાની અરધો અરધ સંપત્તિઓ દાનમાં આપી રહ્યા છે જેમાં બિલ ગેટ્સ અને વોરેન બફેટ જેવા વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોનો સમાવેશ થાય છે તેમ છતા આ અંતરમાં કોઈ જ ફરક પડી નથી રહ્યું.

આજના આ લેખમાં અમે એક એવી જ અમિર બાપની દીકરીની વાત લાવ્યા છે જેની અત્યંત વૈભવી જીવનશૈલી જોઈ તમારી આંખો ચાર થઈ જશે. આ યુવતિના પિતા ફોર્મ્યુલા વન રેસિંગના ભૂતપૂર્વ સીઈઓ બર્ની એસેલેસ્ટોન છે. તેણીનું નામ છે ટમારા એસેલેસ્ટોન છે તે પોતાના પતિ સાથે એસેલેસ્ટોન કેનિંગ્સટન મેન્શનમાં રહે છે.

જો તમારે તેની વૈભવિ જીવનશૈલીનો અંદાજો લગાવવો હોય તો તમને જણાવી દઈએ કે તેણી સોનાના બાથ ટબમાં સ્નાન કરે છે. તેણીએ પોતાની આ વૈભવિ લાઇફસ્ટાઈલ વિષે એકસ રિયાલિટી શોમાં જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે તે જે આ વિશાળ મેન્શનમાં રહે છે તેમાં 57 ઓરડા છે અને તેને મેઇન્ટેઇન કરવા માટે 50 નોકરોનો સ્ટાફ પણ છે.

ટમારાનું કરોડોનું વોર્ડરોબ

તમને જણાવી દીએ કે ટમારા પાસે તીજોરીઓ ભરીભીને બર્કિન્સની બેગો એટલે કે પર્સ છે. જેની એક-એક બેગની કીંમત 50 લાખ કરતાં પણ વધારે હોય છે. આ બ્રાન્ડ માત્ર સેલિબ્રિટિઓ માટે જ પર્સ બનાવે છે. જો તમને હજુ પણ સંતોષ ન થતો હોય તો જણાવી દીએ કે તેણી વિક્ટોરિયા બેકહેમની ક્લોથ રેંજના વસ્ત્રો પહેરે છે જેની કીંમત પણ લાખોમાં હોય છે.

તેણી પાસે વિક્ટેરિયા સીક્રેટના નાઇટ ડ્રેસની 81 જોડી છે. આ ઉપરાંત તેની પાસે ચપ્પલોની પણ સેંકડો વેરાયટી છે. જેમાં ગુચી અને પ્રાડા જેવી બ્રાન્ડના લાખોના જૂતાનો પણ સમાવેશ થાય છે.

તેણીએ પોતાની દીકરી માટે પણ સુંદર મજાનું અને અત્યંત કોસ્ટલી ડોલ હાઉસ બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર તેણી અવારનવાર પોતાની દીકરી તેમજ પતિ સાથેની હળવી પળોની તસ્વીરો શેયર કરે છે.

જો કે તમને જાણીને આશ્ચર્ય થશે પણ તેણી પોતાના પિતાના કરોડો ડોલરની વારસદાર તો છે જ પણ તેણી પોતે પણ બ્રીટેનની એક જાણીતી મોડેલ છે એક સમાજીક કાર્યકર્તા છે તેમ જ એક જાણીતી ટીવી પર્સનાલીટી પણ છે. તમને જણાવી દઈએ કે એક અહેવાલ પ્રમાણે ટમારા પાસે 20 અબજ ડોલરની સંપત્તિ છે અને તેના અબજોપતિ પિતાએ તેણીના લગ્નમાં કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો હતો.

તેણી અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની લક્ઝરી બ્રાન્ડ્સને પ્રમોટ કરતી જોવા મળે છે. તેણીએ 2009ની ફોર્મ્યુલા 1 સીઝનને પણ હોસ્ટ કરી હતી. આ ઉપરાંત તેણીએ કેટલીક કીડ્સ કેર પ્રોડક્ટ પણ લોન્ચ કરી છે જેને તે પોતાની દીકરી સાથે પ્રમોટ કરે છે. તમને જણાવી દઈએ કે તેણીએ પોતાની બાળકીના જન્મ બાદ તેણીને ક્યારેય એકલી નથી છોડી તે દરેક જગ્યાએ પોતાની દીકરીને સાથે જ રાખે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ