નિર્મલા સીતારમણથી લઇને આ ભારતીય ચમક્યા ફોર્બ્સની યાદીમાં, પૂરી સ્ટોરી વાંચીને તમને પણ થશે આપણા દેશ પર ગર્વ

વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર, નિર્મલા સીતારમણ સહિત આ ભારતીયો ચમક્યા ફોર્બ્સની યાદીમાં

image source

ફોર્બ્સએ દુનિયાની સૌથી શક્તિશાળી 100 મહિલાઓના નામની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમનને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

પહેલીવાર નાણામંત્રી નિર્મલા સીતારમનનું નામ આ યાદીમાં આવ્યું છે. ફોર્બ્સ તરફથી જાહેર આ લિસ્ટમાં તેમનું સ્થાન 34મું છે.

આ યાદીમાં સતત નવમી વખત જર્મનીના ચાંસલર એંજલા મર્કેલ પ્રથમ ક્રમે રહ્યા છે.

આ યાદીમાં બીજા સ્થાને યૂરોપીય સેન્ટ્રલ બેન્કની પ્રસિડેંટ ક્રિસ્ટીન લેગાર્દ અને ત્રીજા સ્થાને અમેરિકી સાંસદમાં નીચલા સદન હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવ્સની અધ્યક્ષ નેન્સી પેલોસી છે.

image source

ફોર્બ્સની 2019ના વર્ષ માટેની આ યાદીમાં નાણામંત્રી નિર્મલા સીતારમન ઉપરાંત એચસીએલ કોર્પોરેશનના સીઈઓ અને કાર્યકારી નિદેશક રોશની નાદર મલ્હોત્રા અને બાયોકોનના સંસ્થાપક કિરન મજૂમદાર શોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ફોર્બ્સની આ યાદીમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 29માં સ્થાને છે.

image source

ફોર્બ્સનું કહેવું છે કે 2019માં દુનિયાભરમાં મહિલાઓએ સક્રિયતાથી આગળ વધી અને સરકાર, ઉદ્યોગ, મીડિયા અને પરમાર્થના કાર્યોમાં નેતૃત્વકારી ભૂમિકા ભજવી છે.

જો કે આ યાદીમાં નિર્મલા સીતારમનએ પહેલીવાર સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો કે ભારતમાં તેઓ પહેલા મહિલા નાણા મંત્રી છે જેમણે સ્વતંત્ર રીતે નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હોય.

તેમને આ વર્ષે પહેલીવાર ફોર્બ્સની યાદીમાં સ્થાન મળ્યું છે.

image source

ફોર્બ્સની યાદીમાં એચસીએલ કોર્પોરેશનના સીઈઓ અને કાર્યકારી નિદેશક રોશની નાદર મલ્હોત્રા 54માં સ્થાને છે.

એચસીએલ કોર્પોરેશનના સીઈઓ હોવાના કારણે તેઓ 8.9 અરબ ડોલરની કંપનીના તમામ રણનીતિક નિર્ણયો લેવા માટે જવાબદાર છે.

રોશની કંપનીના સીએસઆર સમિતિના અધ્યક્ષ અને શિવ નાદર ફાઉંડેશનના ટ્રસ્ટી પણ છે.

image source

આ યાદીમાં 65માં સ્થાન પર બાયોકોનના ફાઉંડર કિરણ મજૂમદાર શો છે.

કિરણ મઝુમદાર શો ભારત સરકારની એક સ્વાયત સંસ્થા ભારતીય ફાર્માકોપીયા કમિશનના મેનેજિંગ બોડી અને જનરલ બોડીના સભ્ય છે. તે સ્ટેટ સેલ બાયોલોજી અને રિજનરેટિવ મેડિસિન માટેની સોસાયટીની સ્થાપક સભ્ય છે.

તે નેશનલ ઈનોવેશન કાઉંસિલના એસ સદસ્ય અને બેંગલોરના ઈંડિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ચના પ્રશાસક મંડળના સભ્ય છે.

image source

તે વિજ્ઞાન અને ઈંજીનિયરિંગ અનુસંધાન પરિષદ ભારત સરકારના વિજ્ઞાન તેમજ પ્રોદ્યૌગિકી મંત્રાલય અને વિશ્વ સ્વાસ્થ્ય માટે બાયો વેંચર્સના બોર્ડ સદસ્ય અને કર્નાટકમાં આયરિશ દૂતાવાસના માનદ વાણિજ્ય દૂત છે.

આ સિવાય ફોર્બ્સની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં મિલીંડા ગેટ્સ છઠ્ઠા સ્થાને છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ઇવાંકાને 42મું સ્થાન આપવામાં આવ્યું છે.

image source

જ્યારે ટેનીસ સ્ટાર સેરેના વિલિયમ્સ 81માં સ્થાને અને પર્યાવરણ એક્ટિવિસ્ટગ્રેટા થન્બર્ગ વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં 100માં ક્રમે છે.

આ યાદીમાં 23 મહિલાઓ એવી છે જેનો પ્રથમ વખત ફોર્બ્સની યાદીમાં સમાવેશ થયો છે.

image source

તેમાં નાણામંત્રી નિર્મલા સિતારામન ઉપરાંત ગ્રેટા થન્બર્ગનો સમાવેશ થાય છે.

જો કે ખાસ વાત એ પણ કહી શકાય તે નિર્મલા સિતારામને ઈવાન્કા ટ્રમ્પ અને બ્રિટનનાં મહારાણીને પણ આ યાદીમાં પાછળ છોડયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ