હવે પીકનીક પર જાવ ત્યારે જરૂર સાથે રાખજો પોર્ટેબલ ગેસ સ્ટવ.. ખુબ નજીવી કિંમતમાં મળે છે..

એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેને ફરવું નહીં ગમતું હોય. પણ જો ફરવાની સાથે સાથે કુદરતી સ્થળ પર તમને ગરમાગરમ નાશ્તો કે મનગમતું ભોજન મળી જાય તો કેવી મજા પડે! હવે તે માટે ગેસની મોટી સગડી અને તેથી પણ વધારે મોટો ગેસનો બાટલો તો પોતાની સાથે લઈ જવો તો શક્ય છે નહીં. તો તમારા માટે એક સારા સમાચાર છે હવે ભારતના બજારોમાં આવી ગયો છે પોર્ટેબલ ગેસ સ્ટવ.

આવી ગયો છે આ પોર્ટેબલ બ્યુટેન ગેસ સ્ટવ. આ સ્ટવના ફાયદા એ છે કે તેને તમે ક્યાંય પણ લઇને જઈ શકો છો તેનું વજન માત્ર 2 કિલો ની આસપાસ છે. તેની સાથે એક સુટકેસ પણ આવે છે જેને તમે ક્યાંય પણ કેરી કરી શકો છો.

આ ગેસ સ્ટવ સાથે બ્યુટેન ગેસના મિનિ સીલીન્ડર પણ આપવામાં આવે છે જેનું વજન માત્ર 250 ગ્રામ છે. આ નાનકડા બ્યુટેન ગેસના સીલીન્ડરથી તમે અઢી કલાક સુધી સતત રસોઈ બનાવી શકો છો. આ નાના એવા સીલીન્ડરની કિંમત માત્ર 150 રૂપિયા જ છે એક વખત પૂરો થઇ જાય પછી તેને ફેકી દઈ શકો છો અને બ્યુટેન ગેસનું બીજુ સીલીન્ડર નાખી શકો છો.

આ ઉપરાંત ઘરમાં જ્યારે મહેમાન વધી ગયા હોય અને ગેસના બધા જ બર્નર રોકાઈ ગયા હોય અને તમારી પાસે એક્સ્ટ્રા LPG સિલિન્ડર પડ્યો હોય તો તમે તેને આ સ્ટવ સાથે જોડી કામ કરી શકો છો. અને વધારાની રસોઈ કરી શકો છો.

આ સ્ટવ તમને કોઈપણ શોપિંગ વેબસાઇટ પર મળી જશે. જેની લગભગ કિંમત 2000 રૂ.ની આસપાસ છે. આ એક લાઇફટાઇમ ઇન્વેસ્ટમેન્ટ છે. તમે જ્યારે પણ પિકનિક કે પ્રવાસે જાઓ ત્યારે તમે આ ઉપકરણને તમારી સાથે રાખી શકો છો અને તમારો ગરમાગરમ ચા તેમજ નાશ્તાનો શોખ કુદરતના સાનિધ્યમાં પણ લઈ શકો છો. આ ઉપરાંત તમે બહારના મોંઘા ફૂડનો ખર્ચો પણ ટાળી શકો છો. તો આજે જ ઓર્ડર કરો આ હેન્ડી ગેસ સ્ટવનો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ રસપ્રદ માહિતી દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી