બાવચી – સફેદ દાગ તેમજ ત્વચાના રોગો માટેનો રામબાણ ઈલાજ.

બાવચી/બાકુચી બધા પ્રકારના ત્વચા તથા કુષ્ટ રોગોમાં રામબાણ છે. અને બાવચીનો આ ગુણ જોઈને તેનો પ્રયોગ સફેદ દાગની વધારે પડતી અંગ્રેજી દવાઓમાં પણ થાય છે. આ રોગમાં બાવચી ખુબ કારગર દવા છે.

આવો જાણીએ તેના પ્રયોગની રીત:

૧. ૫૦ ગ્રામ બાવચીના બીજ લ્યો અને તેને પાણીમાં ૩ દિવસ સુધી પલાળો. પાણી દરરોજ બદલતા રહો. ત્રણ દિવસ બાદ બધા બીજને મસળીને તેની છાલ ઉતારી નાખો અને છાંયામાં સુકવી લ્યો. ત્યારબાદ આ સૂકા બીજને પીસીને તેનો પાવડર બનાવી લ્યો. બસ દવા તૈયાર છે.

હવે આ પાવડરને દોઢ ગ્રામ લઇ રોજ ૨૫૦ ગ્રામ બકરી અથવા ભારતીય ગાયના દૂધ સાથે પીઓ. આ ચૂર્ણને પાણીમાં ઘસીને પેસ્ટ બનાવી લ્યો. આ પેસ્ટ સફેદ દાગ પર દિવસમાં બે વખત લગાવો. આ ઈલાજ ૨ થી ૪ મહિના સુધી કરો. ખુબ લાભ થશે.

૨. બાવચીના બીજ અને આંબલીના બીજને એક સરખી માત્રામાં લઈને ૪ દિવસ સુધી પાણીમાં પલાળો. ૪ દિવસ બાદ બધા બીજને મસળીને છાલ ઉતારીને સુકવી લ્યો. પીસીને તેનો બારીક પાવડર બનાવી લ્યો. આ પાવડરની થોડી માત્રા લઇ પાણીની સાથે તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ સફેદ દાગ પર એક અઠવાડિયાં સુધી લગાવતા રહો. ખુબ કારગર ઉપાય છે.

સાવધાની:

જો આ પેસ્ટના ઉપયોગથી સફેદ દાગની જગ્યાએ લાલ થઇ જાય અને તેમાંથી પાણી જેવું તરલ દ્રવ્ય નીકળવા લાગે તો આ ઈલાજ બંધ કરી દેવો ઉચિત રહેશે. અને થોડા દિવસ બાદ ઠીક થયા પછી ફરીથી કરવો.

પ્રયોગ ચાલુ હોય ત્યારે ખોરાક પાણી પર પૂર્ણ ધ્યાન આપવું. કાંઈ પણ વધુ તળેલું, મરચાં મસાલા વાળું, વધારે નમક, વધારે ગળ્યું ના ખાવું, ધુમ્રપાન અને દારૂનું સેવન બિલકુલ બંધ કરી દેવું. શરીરના રક્તને સાફ રાખવા માટે આયુર્વેદિક ટોનિક કોઈ સારી કંપનીનું વાપરવું જેમકે ઝંડુ અથવા વૈદનાથનું પીવું જેમાં ચિરાયતા, કુટકું અને લીમડો ભળેલા હોય.

૨ થી ૪ મહિનામાં આસ્થાપૂર્વકનો લાભ થશે.

બાવચી જેને ઘણી જગ્યાએ બાકુચી પણ કહેવામાં આવે છે જે તમને પન્સારીથી મળી જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ટીપ્સ અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી