ક્રિકેટર કે પછી ફૂટબોલ પ્લેયર કોણ સૌથી વધુ પૈસા બનાવે છે જાણો…

ફ્રાન્સની ટીમ ક્રોએશિયાની હરવાની ફીફા વર્લ્ડ કપ 2018નો ખિતાબ જીતી ચૂકી છે. આ જીત સાથે જ ફ્રાન્સની ટીમ માલામાલ થઈ ગઈ છે. માત્ર વિનર ટીમ જ નહિ, પ્રથમ ચાર સ્થાનમાં રહેલ ચારેય ટીમને મોટી ધનરાશિ મળી છે. ફીફામાં કુલ 400 મિલિયન એટલે કે 2700 કરોડ રૂપિયા ઈનામી રકમ હતી. આ રકમ બહુ જ મોટી છે. પણ, તમને જણાવી દઈએ કે, આ ઈનામી રકમ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતાને મળનારી ઈનામી રકમથી 10 ગણી વધુ છે.

ફ્રાન્સ આ વર્ષે ચમચમાતી ગોલ્ડની ટ્રોફીની સાથે 38 મિલિયન ડોલર રૂપિયાની રકમ જીતી ચૂક્યું છે. પણ વાત ક્રિકેટની કરીએ, તો તેમાં ફુટબોલની જેમ નથી, જો આપણે ક્રિકેટની વાત કરીએ, તો આવતા વર્ષે યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપમાં વિજેતા ટીમ માટે અંદાજે 4 મિલિયન ડોલરની ઈનામી રકમ રાખવામાં આવી છે. એટલે કે વિજેતા ટીમને અંદાજે 26 મિલિયન કરોડ રૂપિયા મળશે. ફીફા વર્લ્ડ કપના મુકાબલે આ રકમ 10 ગણી ઓછી છે. જે ક્રિકેટ અને ફૂટબોલનું સ્થાન વર્લ્ડ લેવલે કેટલું છે, અને તેની પોપ્યુલારિટી કેટલી છે તે સૂચવે છે.

આ રીતે જ જો આઈસીસી વર્લ્ડ કપની વાત કરીએ, તો તેમાં 2019ની સેકન્ડ વિનર ટીમ માટે 1.7 મિલિયન ડોલર (અંદાજે 12 કરોડ રૂપિયા)ની રકમ રાખવામાં આવી છે. આ રકમ ફીફા વર્લ્ડ કપમાં મળનારી રકમના મુકાબલે તો બહુ જ ઓછી છે. આ વખતે ફીફા વર્લ્ડ કપની રનર અપ ટીમના નામે 28 મિલિયન ડોલરની રકમ આપવામા આવી હતી. આ ઉપરાંત ત્રીજા સ્થાન પર રહેલી બેલ્જિયમની ટીમને પણ માતબર રકમ આપવામાં આવી હતી.

ફીફામાં કેટલી ઈનામી રકમ અપાઈ

ફીફામાં ફાઈનલ જીતનારી ફ્રાન્સની ટીમ તો માલામાલ થઈ ગઈ છે. તેમજ બાકીના ત્રણ સ્થાન પર રહેલી ટીમો પણ માતબર રકમ લઈને ઘર ભેગી થઈ છે. તો જોઈ લો કોને કેટલી રકમ મળી હતી.

  • 1. ફ્રાન્સની ટીમને 38 મિલિયન ડોલર (અંદાજે 260 કરોડ રૂપિયા) અને 18 કેરેટ ગોલ્ડની સોનાની ચમચમાતી ટ્રોફી
  • 2. બીજા સ્થાન પર રહેલ ક્રોએશિયાને મળ્યું 28 મિલિયન ડોલર (લગભગ 191 કરોડ રૂપિયા)નું ઈનામ
  • 3. ત્રીજા સ્થાન પર બેલ્જિયમને મળ્યું 24 મિલિયન ડોલર (અંદાજે 164 કરોડ રૂપિયા)નું ઈનામ
  • 4. ચોથા સ્થાન પર રહેનાર ઈંગ્લેન્ડે મળ્યા 22 મિલિયન ડોલર( લગભગ 150 કરોડ રૂપિયા)

ઉલ્લેખનીય છે કે, 2014માં ફીફા વર્લ્ડ કપની વિજેતા ટીમ જર્મનીને 239 કરોડ રૂપિયા મળ્યા હતા. તેના મુકાબલે ફ્રાન્સની ટીમને મોટી રકમ મળી છે તેવું કહેવાય.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી માહિતી જાણો આપણા પેજ પર.

ટીપ્પણી