ચાલવામાં લાગતો હોય થાક, તો કરો આ કસરત નહિં લેવી પડે કોઇ પેઇન કિલર

આ ૪ ફિટ સ્ટ્રેચ દરરોજ કરશો, તો ચાલવામાં થાક નહી લાગે.

પગના પંજાની એવી ખાસ ચાર કસરતની જાણી લો, જે દરરોજ કરશો તો કદી પણ ચાલતી વખતે નહીં લાગે થાક, સોજા થશે ગાયબ…

ક્યારે એવું બનતું હોય હોય છે કે આપણાં પગ આપણાં જ શરીરનું વજન સહન નથી કરી શકતા. આપણે થોડું પણ ચાલીએ છીએ તો પગ થાક અનુભવે છે.

ક્યારે નવા ફૂટવેર નથી ફાવતા હોતા તો ક્યારેક ટાઈટ જિન્સ કે લેગિંગસ પહેરવાથી પણ પગમાં તાણ અનુભવાય છે.

image source

કોઈવાર પગના પંજામાં સોજા દેખાય છે, જેનું કારણ એ પણ હોય કે મુસાફરી કરીને લાંબો સમય પગ લટકતા રાખવાથી આવું થતું હોય છે.

કોઈવા કથા કે પૂજામાં ઘણા કલાકો સુધી પલાંઠી વાળીને કે નીચ જમીન પર એક બેઠકે બેસી રહેવાથી પણ પગના ગોટલા ચડી ગયા છે, એવું લાગતું હોય છે.

image source

આવી અનેક સમસ્યાઓને નિવારવા માટે આજે અમે તમારા માટે ચાર ખાસ પ્રકારની સ્ટ્રેચ એક્સરસાઈઝ બતાવીશું જો તે તમે દરરોજ કરશો તો ખૂબ જ લાભ થશે. અને જો પગની સમસ્યા કે દુખાવો હશે તો તે પણ દૂર થશે.

દરરોજ અજમાવો આ સરળ કસરત…

image source

આપણા પગ આપણા આખા શરીરનું વજન ઝીલતું હોય છે. જ્યારે આપણે ઊભા હોઈએ, ચાલતા, દોડતા, હીલ પહેરીને ચાલી રહ્યા હોઈએ અથવા કોઈ અન્ય કાર્ય કરી રહ્યા હોઈએ ત્યારે તેઓ આપણને બધી જ રીતે સાથ આપે છે.

આપણા શરીરના વજનને સંતુલિત કરવા માટે આપણા પગની સ્નાયુઓ દિવસભર કામ કરે છે. જેના પર વધુ કામ લેવાથી તે થાકે છે અને તેની સાથે પગમાં દુખાવો પણ થવા લાગે છે.

image source

પરંતુ જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ, આપણા પગના સ્નાયુઓ નબળા પડે છે અને લોકો ઘણીવાર પગ અને પગની ઘૂંટીમાં દુખાવો અનુભવાય છે.

જીવનના પાછલા સમયમાં આવી મુશ્કેલીઓને રોકવા માટે કે દૂર કરવા માટે, હવે જરૂરી પગલાં લેવાનું મહત્વપૂર્ણ બની રહે છે.

image source

સરળતાથી હલન ચલન કરી શકે અને મજબૂત સ્નાયુઓ માટે તમારે દરરોજ આ ચાર ફુટ સ્ટ્રેચ એકસરસાઈઝ જરૂર કરવી જોઈએ.

તે એકદમ સરળ છે અને તેને કરવાથી પગના સ્નાયુઓ અને આખા શરીરના સ્નાયુઓને આરામ મળશે તેમજ તમને ચાલતી વખતે થાક કે દુખાવો જણાશે નહીં.

રનર્સ સ્ટ્રેચ

image source

આપણાં પગ અને પીડીઓની માંસપેશીઓ અત્યંત ચુસ્ત હોય છે અને ક્લાસિક રનર સ્ટાઈલનું સ્ટ્રેચ એમને માટે ખૂબ લાભદાયી થશે જેમને પગના નાળા અને થાપાઓમાં ખેંચાણ થતું હોય છે. સ્નાયોને યોગ્ય હલન ચલન કરી શકે એ રીતે મજબૂત બનાવવા માટેની આ શ્રેષ્ઠ કસરત છે.

જાણો, તે કેવી રીતે કરવું

image source

તમારા એક પગને આગળથી વળાંક આપો અને બીજા પગને સીધો રાખી તમારી પાછળની તરફ ખેંચીને જમીન પર સીધા ઊભા રહો. તમારા આગળના ભાગમાં પગની સ્થિતિ ૯૦ – ડિગ્રી અંશનો કોણ હોવો જોઈએ.

હવે તમારા પાછલા પગને તમે જેટલું કરી શકો તેટલું ખેંચો અને તમારા પાછલા પગની એડીને જમીન તરફ ખેંચવાનો પ્રયાસ કરો. આ સ્થિતિને ૩૦ સેકંડ સુધી સ્થિર રાખો અને પછી બીજા પગને પણ આ જ રીતે પોઝીશન બનાવી લો. તે જ બંને પગનું આ રીતે પુનરાવર્તન કરો.

ટો સ્ટ્રેચ

image source

આપણાં પગ બહુ બધાં હાડકાં અને આંતરિક રીતે જોડાયેલ સ્નાયુઓથી બનેલા છે, જે આપણને શરીરને એક સ્થાનેથી બીજે ખસેડવા, ચાલવા, નૃત્ય કરવા અને અન્ય જટિલ કાર્યો કરવામાં મદદ કરે છે. સ્નાયુઓ સાથેનું સ્ટ્રેચ આવવાથી વય સાથે પગના સ્નાયુઓને મુશ્કેલીઓ વધે છે અને ધીમે ધીમે તે દર્દ કરે છે.

જાણો, તે કેવી રીતે કરવું:

image source

આ એકદમ સરળ છે. તમારે ફક્ત તમારા પગના અંગૂઠા અને પગની આંગળીઓને એકબીજાથી દૂર કરીને ફેલાવવી પડશે જેમ તમે તમારા હાથની આંગળીઓ ફેલાવો છો.

તેમને તમારી છાતી અને ચહેરાની તરફ ખેંચો અને પછી તેમને પાછા એકસાથે ભેગા કરી લાવો. દિવસમાં આ સ્ટ્રેચને જ્યારે મન થાય ત્યારે ૮થી ૧૦ વખત કરી શકો છો. તમે દિવસના કોઈપણ સમયે આ કરી શકો છો.

મોર્નિંગ સ્ટ્રેચ

image source

જો તમે સવારે જ્યારે જાગો છો ત્યારે પગને સખત થઈ ગયેલા હોય એવું અનુભવતા હશો. જાગો છો, તો આ મોર્નિંગ સ્ટ્રેચ તમને સવારે કરવાથી તમારા માટે આ એક ઉત્તેજક વ્યાયામ થઈ શકે છે.

જાણો, તે કેવી રીતે કરવું

આ કસરત કરવા માટે તમારે ઈલાસ્ટીસીટીવાળા બેલ્ટની જરૂર પડશે. તમારા ઘૂંટણને વાળીને તમારા હિપ્સ પર બેસો. તમારા પગના તળિયે આ સ્ટ્રેચ થઈ શકે તેવા પટ્ટાના મધ્ય ભાગને મૂકો.

image source

આ પટ્ટાના છેડાના અંતને પકડી રાખો અને તમારા પગને તમે કરી શકો ત્યાં સુધી ખેંચો. યાદ રહે, તમારી કરોડરજ્જુ તટસ્થ હોવી જોઈએ. આ સ્થિતિને ૨૦ સેકંડ સુધી રાખો અને પછી પ્રારંભિક સ્થિતિ પર પાછા આવો.

માર્બલ પીક

image source

તમારા પગ અને પગના પંજાને આરામ આપવા માટે આ એક ઉત્તમ કસરત છે કારણ કે તે તમારા પગ અને પગના જુદા જુદા ભાગોને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

જાણો, તે કેવી રીતે કરવું

સખત જમીન પર તમારા પગના પંજાને એક સાથે સીધા રાખીને ખુરશી પર બેસો. હવે તમારી સામે જમીન પર બે બાઉલ મૂકો. એક માર્બલ એટલે કે લખોટાથી ભરેલો હોવો જોઈએ અને બીજો ખાલી રાખવાનો રહેશે.

image source

તમારા અંગૂઠાની મદદથી, લખોટા ભરેલ બાઉલમાંથી એક કંચો ઉપાડીવાની કોશીશ કરો અને તેને આંગળી અને અંગૂઠાથી ઝાલી રાખીને ખાલી બાઉલમાં નાખો.

તમારા બંને પગના અંગૂઠાને વારાફરતી આ રીતે વૈકલ્પિક રીતે વાપરો. તમે આ રીલેક્શેશન સ્ટ્રેચને શરૂઆતના તબક્કામાં ૧૦ કંચા લઈને કરી શકો છો.

image source

પગના પંજા સાથે આ રીતે માર્બલ અડશે તો પણ પગના સ્નાયુઓને ગમશે. આ કસરત કરવાથા આનંદ પણ આવશે અને આરામ પણ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ