ઉનાળામાં પગમાં થતી બળતરાથી બચવા માટેના કેટલાક સરળ અને હાથવગા ઉપચાર…

અરે શું તમે ઉનાળાની ગરમી ને લીધે પગમાં થતી બળતરા માટે પરેશાન છો? તો છોડી દો ચિંતા. હું તમારા માટે લાવી છું ખૌબ જ અસરદાર ઉપાય..
ચાલો તો જાણીએ આ બળતરા થવાનું કારણ શું છે. પગ માં બળતરા થવી એ ગરમી ના દિવસો માં સામાન્ય વાત છે. તે કોઈ પણ ઉમર ના વ્યક્તિ ને પોતાનો શિકાર બનાવે છે. તે ધીમે ધીમે વધવા લાગે છે. ક્યારેક તો વ્યક્તિ પોતાના પગ ઉપર ઊભો પણ થઈ શકતો નથી. પગમાં લોહી નું પરિભ્રમણ બરાબર થતું નથી. પગની નસો નબળી હોય છે. ડાયાબીટીસ, ફોલિક ઍસિડ, કેલ્સિયમ, વિટામિનની ખામી, વધારે માત્ર માં લેવાતું આલ્કોહોલ, વિસક્ત પદાર્થોનું સેવન, ગરમ દવાનું સેવન આ બધા કારણો જવાબદાર છે.

 ઉપાય :

1) માખણ અને મિસરી ને બરાબર માત્રમાં મેળવીને રોજ સવારે 2 ચમચી ચાટવાથી પગ અને હાથ ની બળતરા દૂર થાય છે.
2) દૂધી ના છૂંદા ને પગના તળિયે ઘસવાથી પગ ને ઠંડક મળે છે.
3) આંબા નો મોર ને પગના તળિયે ઘસવાથી રાહત મળે છે.
4) દેશી ધી નો પગના તળિયે માલીસ કરવાથી બળતરા દૂર થાય છે.

5) જીરું અને મિસરી ના ભૂકા ને ઠંડા પાણી સાથે પીવાથી બળતર માં રાહત મળે છે.
6) સરસવ ના તેલ થી પગમાં માલિશ કરવાથી બળતરા દૂર થાય છે.
7) આદું ના ટુકડા ને મોમાં રાખી ચગળવાથી લોહી નો સંચાર બરોબર થાય છે. જેથી પગમાં થતી બળતરમાં રાહત મળે છે.
8) મહેંદીમાં લીંબુના રસની પેસ્ટને તળિયે લગાવવાથી રાહત મળે છે.
9) સવારે અને સાંજે ખુલ્લા પગે ઘાસમાં ચાલવાથી પગ ની બળતરા દૂર થાય છે. તેમજ યાદશકતી માં પણ વધારો થાય છે.

10) લીંબુ અને વરિયાળી ના ભૂક્કા ને મિકસ કરી તેને ઠંડા પાણી સાથે લેવાથી પગ ના તળિયા ની અને આંતર ની ગરમી દૂર થાય છે.

 પગ ની બળતરાની રાહત માટે સંજીવની સમાન આ જ્યુસ તો જાણી લો કેવી રીતે બનાવવું
સૌપ્રથમ એક બાઉલ માં 100 ગ્રામ વરિયાળી લો. તેને 15 થી 20 મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને એક મિક્સર જાર માં લઈને તેને પીસી લો. હવે એક મોટા જગમાં ઠંડા પાણી સાથે 100 ગ્રામ ગોળ અથવા ખાંડ ઉમેરી તેના અગાઉ ક્રશ કરેલી વરિયાળી ઉમેરો. ત્યારબાદ આ શરબત માં જો અનુકૂળ હોય તો લીંબુ ઉમેરી શકાય. લીંબુ વગર પણ આ શરબત ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને પગ ની બળતરા માટે સંજીવની સમાન છે.

 ધ્યાન માં રાખવા જેવી બાબતો:
 ઠંડા પાણી માં પગ ને બોળીને રાખવા.
 નાળિયેર પાણી અને પાણી નું સેવન વધારે કરવું.
 તડકા માં વધારે બહાર ન જવું.
 તરબૂચ નું સેવન દિવસે જ કરવું રાત્રે નહિ.
 ગરમી ના દિવસોમાં રસદાર ફળોનું સેવન વધારે માત્રમાં કરવું.
 જો વધુ પડતી બળતરા હોય તો હોસ્પિટલ જઈને ડોક્ટર ની સલાહ અનુસાર કાળજી રાખવી.
 કેન્સર અને કિડની ને લગતી ભયાનક બીમારી થઇ શકે.

લેખન સંકલન : પૂજા કથીરિયા

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી