મેટાબોલીઝમને બૂસ્ટ કરતા આ ફૂડ અપનાવો અને સડસડાટ વજન ઘટાડો

મેટાબોલીઝમને બૂસ્ટ કરતા આ ફૂડ અપનાવો અને સડસડાટ વજન ઘટાડો

image source

આ ફૂડ તમારા મેટાબોલીઝમને બૂસ્ટ કરશે અને તમારા વજન ઘટાડામાં કરશે તમારી મદદ

વજન ઘટાડો સાંભળવા માટે એક ખુબ જ સરળ વાત છે. પણ જ્યારે તમે ખરેખર તેને અમલમા મુકવા જાઓ ત્યારે તમારી આડે ઘણી બધી અડચણો ઉભી થઈ જતી હોય છે. વજન ઘટાડા પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. તમે કેટલી વધારે ઝડપથી વજન ઘટાડો છો તેનો આધાર તમારા મેટાબોલીઝમ એટલે કે ચયાપચયની ક્રિયા પર પણ રહેલો હોય છે.

image source

મેટાબોલીઝમ શરીરની એ પ્રક્રિયા છે જેમાં તમારું શરીર તમે આરોગેલો ખોરાક ઉર્જામાં પરિવર્તિત કરે છે, અને આ પ્રક્રિયા સદંતર સામાન્ય હોવી જોઈએ. માટે જ જો તમારો મેટાબોલીઝમ રેટ વધારે ઉંચો હશે તો તમે ઝડપથી વજન ઘટાડો છો.

આમ જો તમારે તમારું વજન વધારે ઝડપથી ઘટાડવું હોય તો તમારે તમારો મેટાબોલીઝમ રેટ ઉંચો રાખવા પ્રયાસ કરવો તેના માટે સૌથી સરળ ઉપાય છે શારીરિક પ્રવૃત્તિઓ.

image source

અત્યંત સઘન વ્યાયામ તમારી કેલરીને ઝડપથી બર્ન કરે છે તો વળી કેટલાક યોગ્ય ખોરાક ખાવાથી પણ તમે તમારા મેટાબોલીઝમને વધારી શકો છો. અહીં અમે તમને એવા જ કેટલાક ખોરાકો વિષે જણાવીશું જે તમારા મેટાબોલીઝમના રેટને ઉંચુ લાવવામાં મદદ કરશે.

પ્રોટીનથી ભરપૂર ખોરાક

image source

પ્રોટીનની જરૂર માત્ર તમારા શરીરના મસલ્સના બંધારણ માટે જ નથી પડતી પણ તે તમારી કેલરી બર્ન કરવા માટે પણ તમારી ઘણી મદદ કરે છે. પ્રોટીનથી ભરપૂર ખોરાક જેમ કે, ફીશ, ઇંડા, ડેરી પ્રોડક્ટ, વિવિધ જાતના કઠોળ, નટ્સ તેમજ બીજ, આ બધુ જ તમારા મેટાબોલીઝમને વધારે છે તે પણ માત્ર થોડા ક જ કલાકોમાં. પ્રોટીન યુક્ત ખોરાક ખાવાથી તમને પેટ પણ ભરેલું ભરેલું લાગે છે અને તમે વધારાનો ખોરાક નથી ખાતા.

કાળી કોફી – બ્લેક કોફી

image source

કોફીને સામાન્ય રીતે એક સ્વસ્થ પીણું માનવામાં નથી આવતું, પણ જો તેનાથી તમારા વજન ઘટાડામાં ફાયદો થતો હોય, તો તેને સ્વસ્થ ગણવું કે નહીં તે તમારે નક્કી કરવાનું છે. તમને જણાવી દઈ કે બ્લેક કોફી તમારા વજનને ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે.

કેટલાક અભ્યાસ દર્શાવે છે કે કેફેન તમારા શરીરમાંના મેટાબોલીઝમ રેટને 11 ટકા સુધી વધારી શકે છે. રોજની 270 મીલીગ્રામ કેફેન પીવાથી તમે રોજની વધારાની 100 કેલરી બાળી શકો છો. તે તમારા વર્કાઉટ પર્ફોમન્સને પણ વધારી શકે છે.

કોપરેલ તેલ

image source

જ્યારે તમારે જથ્થાબંધ વજન ઘટાડવું હોય ત્યારે કોપરેલ તેલનો પ્રયોગ કરવાનું કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કોપરેલ તેલમાં મિડિમય ચેઈ ટ્રાઇગ્લીસરાઇડ્સ (MCT) સમાયેલા છે. ઘણાબધા અભ્યાસો દર્શાવે છે કે MCT તમારા શરીરના મેટાબોલીઝમ રેટને વધારે છે. કેટલાક સંશોધનો પ્રમાણે રોજનું 30 એમએલ કોપરેલ તેલ ખાવામાં આવે તો તમારી કમરની સાઇઝ ઘટી શકે છે.

મરચાં – કેપ્સેસિન

image source

તીખા મરચામાં મળી આવતું એક એક્ટિવ કોમ્પોનન્ટ છે કેપ્સેસીન અને તેના આ જ તત્ત્વથી તમને તે તીખા લાગતા હોય છે. તમારા ડાયેટમાં કેપ્સેસિનનો ઉમેરે કરવાથી તમારો મેટાબોલીઝમ રેટ વધશે અને આ રીતે તમે નિયમિત કરતાં થોડી વધારે કેલરી બાળી શકશો.

કેટલાક સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે કેપ્સેસીનનું નિયમિત સેવન દીવસની 50 વધારાની કેલરીઝ બાળવામાં તમારી મદદ કરે છે. કેપ્સેસિન મેળવવા માટે તમે જેલેપિનોઝ, હેબેનેરોઝ અને કેયેન પેપર્સનો સમાવેશ તમારા ખોરાકમાં કરી શકો છો.

સફરજનનો સરકો – એપલ સિડર વિનેગર

image source

નિયમિત રીતે રોજ સફરજનનો સરકો કે જેને એપલ સિડર વિનેગર કહેવાય છે તેને તમારા ભોજનો વચ્ચે પીવાથી તમારી કમર આસપાસના ચામડીના થર ઘટાડવામાં મદદ મળે છે. કેટલાક પ્રાણીઓ પર થયેલા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે એપલ સીડેર વિનેગર ફેટ બર્ન્ડ એનર્જીમાં વધારો કરે છે.

તેના માટે તમારે એક ગ્લાસ પાણીમાં એક નાની ચમચી એપલ સીડર વિનેગર ઉમેરીને રોજ પી જવું. તેનાથી તમે રોજની 200-275 કેલરીનો ખોરાક ઓછો ખાશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ