જો ના થવુ હોય વધારે જાડિયા, તો આ 10 ફુડ ભૂલથી પણ ના ખાતા હવેથી

જાડાપણું દૂર કરવા આ 10 ફૂડ થી દૂર રહો

જાડાપણું ઓછું કરવા માટે લોકો જીમમાં કસરત થી લઈને મોંઘી દવાઓ પાછળ પણ પૈસા પાણીની જેમ વહાવી રહ્યા છે. આટલુ બધું કરવા છતાં પણ વજન ઘટવાનું નામ જ નથી લઈ રહ્યું. આટલી મહેનત કર્યા પછી પણ વજન ના ઘટવાનું એક કારણ હોઈ શકે છે તે છે આપની ખરાબ ડાયટ.

image source

કદાચ આપને ખબર નહિ હોય કે આપના ડાયટમાં હાજર કેટલીક વસ્તુઓ ખૂબ ઝડપથી આપનું વજન વધારવા માટે જવાબદાર છે. જો આપ વજન ઘટાડવા ઈચ્છો છો તો ભોજનની આ ૧૦ વસ્તુઓને આપની થાળી માંથી દૂર કરી દો.

બીન્સ:

image source

આપણા ઘરે બનતું બીન્સનું શાક ખૂબ લિજ્જતથી ખાઈએ છીએ. શુ આપ જાણો છો કે એક કપ બીન્સમાં લગભગ ૨૨૭ કેલરી મળી આવે છે. એટલા માટે જો આપને વજન ઘટાડવું હોય તો બીન્સ કે ફણસી થી દૂર રહેવું જ સારું છે.

સ્વીટકોર્ન :

image source

ફૂડ કોર્નર પર આપણે કેટલીક વાર લોકોને સ્વીટ કોર્નની લિજ્જત માણતા જોયા છે. આપને જણાવી દઈએ કે સ્વીટ કોર્નમાં ખુબ વધારે પ્રમાણમાં સ્ટાર્ચ મળી આવે છે. જે ઝડપથી વજન વધારવાનું કામ કરે છે.

બટાકા :

image source

મોટાભાગે લીલા શાકભાજી સાથે બટાકાનું કોમ્બિનેશન લોકોને ખુબ પસંદ આવે છે. પરંતુ આ સદાબહાર ફૂડથી પણ મનુષ્યનું વજન વધી જાય છે. બટાકામાં ખુબ વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ મળી આવે છે. બટાકાના બનેલા પરોઠા અને ફ્રેન્ચ ફ્રાઈસ જે શરીર માટે ખુબ જ વધારે નુકસાનકારક છે.

ડ્રાયફ્રૂટ્સ :

image source

તાજા ફળોની તુલનામાં ડ્રાયફ્રૂટ્સ માં ખુબ જ વધારે કેલરી હોય છે. સલાડ કે શેકમાં થોડાક ડ્રાયફ્રૂટ્સ શરીરને વધારાની કેલરી આપે છે.એવામાં વર્કઆઉટ કે એક્સરસાઇઝ ના કરવાથી પણ શરીરમાં કેલરીનું પ્રમાણ વધી જાય છે અને કેલરી વધવાથી વજન પણ વધી જાય છે.

ચોખા :

image source

એમાં કોઈ શક નથી કે ચોખા ગુડ ફેટનો જ એક સારો સ્ત્રોત છે. પરંતુ એક કપ ચોખામાં ના ફક્ત 200 કેલરી હોય છે, ઉપરાંત કાર્બોહાઇડ્રેટ પણ હોય છે, જે આપનુ વજન વધારવા માટે જવાબદાર છે.

રેડ મીટ :

image source

જો આપ રેડ મીટનું સેવન કરી રહ્યા છો તો એને જલ્દી થી જલ્દી છોડી દો, ઉપરાંત એનાથી કેટલાક પ્રકારના હ્ર્દય રોગોની સંભાવનાઓ પણ વધી જાય છે.

કોળું :

image source

ઘણા બધા લોકો હેલ્ધી રહેવા માટે સલાડમાં બાફેલુ કોળું ખાવાનું પસંદ કરે છે. કોળામાં કેલરી ઓછી હોય છે, પરંતુ સ્ટાર્ચ વધારે હોવાના કારણથી આ વજન વધારે છે.

શક્કરિયા:

image source

100 ગ્રામ શક્કરિયામાં લગભગ 86 કેલરીના સિવાય સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટ હોય છે. જિમ ઇન્સ્ટ્રકટર પણ તેને ખાવાની સલાહ ફક્ત એ લોકોને જ આપે છે જેમનું વજન પહેલેથી જ ઓછું હોય છે.

સાલમન માછલી:

image source

170 ગ્રામ સાલમન માછલીમાં લગભગ 240 કેલરી મળી આવે છે. જો આપ વજન ઓછું કરવા ઈચ્છો છો તો અત્યારથી જ બંધ કરી દો.

ડેરી પ્રોડક્ટ:

image source

ઝડપથી વજન ઓછું કરવા ઈચ્છો છો તો ફેટ ફ્રી દૂધ સિવાય બજારમાં ઉપલબ્ધ ડેરી પ્રોડક્ટ જેવી કે દહીં, પનીર, માખણ, લસ્સી કે છાશને પણ ડાયટ માંથી દૂર કરી દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ