કાલે સવારથી આ આદતો બદલો અને ઘટાડો તમારું વજન…

શું તમે કંટાળી ગયા છો કે ચુસ્ત ડાયટ અને નિયમિત વ્યાયામનું પાલન કરવા છતાં તમે વજન નથી ઘટાડી શકતા ? તો પછી તમે તમારા વજન ઘટાડવાના પ્લાનમાં ચોક્કસ ક્યાંક ચૂક કરી રહ્યા છો. જો તમારો વજન ઘટાડવાનો પ્રયાસ વ્યર્થ જઈ રહ્યો છે, તો બની શકે કે તમે કોઈક ખોટી આદતો ધરાવતા હોવ ખાસ કરીને સવારના સમય દરમિયાન. આ લેખમાં, અમે તમને સવારની કેટલીક એવી આદતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે વજન વધારવા માટે કારણરૂપ છે.

image source

મોટા ભાગના લોકો પોતાના દિવસની શરૂઆત કરતી વખતે કેટલીક એવી આદતો અનુસરતા હોય છે જે મોટી ભૂલ હોઈ શકે છે. સવારની આ આદતો, જો યોગ્ય રીતે કરવામાં આવે તો તમને વજન ઘટાડવામાં ચોક્કસ મદદ મળી રહેશે.

જે ખોટી આદતો તમે વર્ષોથી ફોલો કરતા આવ્યા છો તે તમારા સામાન્ય ચયાપચયની પ્રવૃત્તિ (મેટાબોલિક એક્ટિવિટી)માં ખલેલ પહોંચાડી શકે છે. તે કદાચ તમને દિવસ દરમિયાન જરૂર પડતી ઉર્જા ખર્ચવામાં પણ અવરોધ ઉભી કરી શકે છે.

ડાયટ અને વ્યાયામ એક સારો ખ્યાલ છે, પણ સવારની આ ભુલો જો તમે અત્યારથી જ તારવી લો તો વધારે સારું રહેશે. તો ચાલો જાણીએ વજન વધારતી સવારની ખોટી આદતો વિષે.

પાણી ન પીવું

image source

સવારની બાજુએ પુરતું પાણી ન પીવું તે એક ખોટી આદત છે. તમારું વજન ઘટાડવા માટે સૌથી સારો અને સરળ ઉપાય એ છે કે તમે તમારા દિવસની શરૂઆત એક અથવા બે ગ્લાસ હુંફાળા પાણી સાથે કરો. સવારે હુંફાળુ પાણી પીવાથી તમારું તંત્ર સાફ થશે અને તમારા મેટાબોલિઝમને એક કીક મળશે. તે તમારી ભૂખ અને ઉર્જાની જરૂરિયાતને પણ ઘટાડવામાં મદદ કરે છે. માટે તમારા દીવસની શરૂઆત હુંફાળા પાણીના એક ગ્લાસ સાથે કરો. અને સંપૂર્ણ દિવસ દરમિયાન તમારી જાતને હાઇડ્રેટ રાખો જેથી કરીને તમે ઝડપથી વજન ઘટાડી શકો

નાશ્તા માટે પ્રોસેસ્ડ ફુડ આરોગવું

image source

મોટા ભાગના લોકો સવારના નાશ્તા તરીકે પ્રોસેસ્ડ ફુડ આરોગે છે તે તેમની મોટામાં મોટી ભૂલ હોય છે. તેની અસર તમારા વજન પર નકારાત્મક થાય છે અને સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ થાય છે. તળેલુ અને પ્રોસેસ્ડ ફુડ ખાવાથી તમારું જે વજન ઘટાડવાનું આયોજન છે તે ભાંગી પડશે કારણ કે તેમાં વધારે પડતી ખાંડ અને મીઠુ હોય છે જે તમારા સંપૂર્ણ આરોગ્ય અને વજનને અસર કરે છે. આ પ્રોસેસ્ડ ફુડ્સ તમારી ખાવાની લાલચને વધારે છે અને તમને ઓવરઇટીંગ તરફ ખેંચી જાય છે. તેના કરતાં સવારે ફ્રૂટ્સ, ઓટમીલ, નટ્સ વિગેરે લેવાનું રાખો.

સવારે નાશ્તો ન કરવો

image source

નાશ્તો એ દીવસનું સૌથી મહત્ત્વનું ભોજન છે. તે તમારી ઉર્જાના સ્તરને ઉંચું લાવે છે. તમારા શરીરને સુચારુ રીતે ચલાવવા તેમજ શરીરના શર્કરાના સ્તરને સંતુલિત રાખવા માટેની જરૂરિયાતો આ નાસ્તામાંથી જ પૂરી થાય છે. સવારનો નાશ્તો ન કરવો તે એક મોટી ભૂલ છે. તે તમારા મેટાબોલિઝમ સાથે ગડબડ કરે છે અને શરીરની ચરબીના બળવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. જો તમે સવારે વ્યવસ્થીત નાસ્તો ન કરતા હોવ, તો શક્ય છે કે તમે દિવસ દરમિયાન પણ ગમે તે ખાવા લલચાઈ જાઓ. સવારે વ્યવસ્થીત નાસ્તો કરવાથી તમને દીવસ દરમિયાન આડુંઅવળુ ખાવાની લાલચ નથી થતી અને તમને દિવસ દરમિયાન વધારે ભૂખ પણ નથી લાગતી.

સવારનો કૂણો તડકો ન લેવો

image source

શું તમને ખબર છે સવારનો કૂણો સૂર્ય પ્રકાશ ન લેવાથી પણ તમારું વજન વધી શકે છે ? અભ્યાસો જણાવે છે કે સવારમાં સૂર્યના યુવી કીરણો ખુબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે અને તે તમારા શરીરને ઉર્જા પુરી પાડે છે અને સાથે સાથે મેટાબોલિક એક્ટિવિટી પણ વધારે છે. રોજ સવારે સૂર્ય પ્રકાશ મેળવવાથી તમારો BMI પણ નીચે આવે છે અને તમારું સાર્વત્રિક આરોગ્ય પણ સુધરે છે.

વ્યાયામ ન કરવો

image source

વહેલી સવારે વ્યાયામ કરી તમે વધારેમાં વધારે કેલોરી બાળી શકો છો અને નક્કર રીતે વજન ઘટાડી શકો છો. બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રીશનમાં પ્રકાશીત થયેલા એક અભ્યાસ પ્રમાણે ખાલી પેટે વ્યાયામ કરવાથી તમે વધારે ચરબી બાળી શકો છો અને વજન ઘટાડી શકો છો. એ જરૂરી નથી કે રોજ સવારે તમારે જીમ જઈને જ વ્યાયામ કરવો. તમારું વર્કઆઉટ કંઈ પણ હોઈ શકે જેમ કે ચાલવું, દોડવું, દોરડા કુદવા, જોગીંગ.

વધારે પડતી ઉંઘ

image source

તમે જાણો છો સાત કલાક કરતાં ઓછી ઉંઘ લેવાથી વજન વધે છે ? રોજ 7-8 કલાકની ઉઁઘ તમને સારું સ્વાસ્થ્ય આપે છે. પણ, 10 કલાક કરતાં વધારે ની સળંગ ઉંઘ તમારું BMI વધારે છે. વધારે પડતી ઉંઘ તમારા નાશ્તાના સમયને ડીલે કરે છે અને છેવટે તમે નાશ્તો મોડો લો છો, જે તમારા મેટાબોલિઝમને અસર કરે છે.

નાશ્તામાં ખુબ જ ઓછું ખાવું

સવારની ખરાબ આદતોમાંની એક કે જે વજન વધારાને પ્રોત્સાહિત કરે છે તે છે અપુરતા પોષણવાળો નાશ્તો. તમારા આદર્શ નાશ્તામાં 500થી 600 કેલોરીનો સમાવેશ થવો જોઈએ, જેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, એન્ટીઓક્સિડન્ટ્સ, હેલ્ધી ફેટ્સ, વિટામીન્સ, અને મિનરલ્સ જેવા પોષકનો સમાવેશ થવો જોઈએ. આ પોષકતત્તવો તમને વજન ઉતારવામાં મદદ કરશે.

નાશ્તો ખાવા માટે ખુબ રાહ જોવી

image source

સવારનો નાશ્તો ખાવા માટે ખુબ રાહ જોવી તે પણ તમારા વજનને વધારી શકે છે, કારણ કે તમારા શરીરને તે ઉર્જાની શરીરને સુચારુ રીતે કામ કરવામાં જરૂર હોય છે. વધારામાં, તમારું પેટ ખાલી હોવાના કારણે તેમાં એસિડિક જ્યુસનું ઉત્પાદન થવા લાગે છે. તેના કારણે પેટમાં બળતરા અને જઠરના સોજા જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. માટે તમે ઉઠો તેના એક કલાકમાં જ તમારો નાશ્તો કરી લો.

હાઇ-પ્રોટીન નાશ્તો ન કરવો

image source

જો તમે ઉચ્ચ પ્રોટીન ધરાવતો નાશ્તો લેશો તો તમારું પેટ બપોરના ભોજન સુધી ભરેલું રહેશે. તે તમારી ખોરાકની લાલચને અંકુશમાં રાખશે અને તે રીતે તમને વજન ઘટાડવામાં મદદરૂપ થશે. અભ્યાસો જણાવે છે કે ઉચ્ચ પ્રોટીન ધરાવતો નાશ્તો લેવાથી ચરબી ઓછી વધે છે અને તમારી રોજની ઉર્જાની જરૂરીયાત અને ભૂખમાં ઘટાડો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ